About P U Thakkar
નોકરીઃ સરકારી. State Secretariat.
નોકરીની કામગીરીઃ સરકારી નોકરીની નીતિવિષયક કામગીરીના ભાગરૂપે વિચારણા હેઠળની બાબતોનું અર્થઘટન અને પૃથ્થકરણ કરીને વિવિધ દૃષ્ટિકોણથી મૂલવણી કરીને સંકળાયેલી બાબતના પાસા સ્પષ્ટ કરવા.
તેનો ફાયદોઃ લેખનની શક્તિ ઘૂંટાઇ.
નોકરીવિષયક સિવાયના ક્ષેત્રમાં લખાણની શરૂઆતઃ કેટલાક મિત્રોના બાળકો વકૃત્વ કે નિબંધ સ્પર્ધામાં ભાગ લે ત્યારે, મિત્રો તેમના બાળકો સાથે આવે અને જે તે વિષય આપીને તેમના બાળકોને માટે નિબંધો લખી આપવા કહે. લખાણ શરૂ કરતા પહેલાં મૂંઝવણ થાય. કે શું લખી આપવું ? પરંતુ આવનાર મિત્ર મોટી આશા લઇને આવ્યા હોય એટલે લખવા માટેની યાતના વેઠીને ય લખવામાં આવે.. લખાઇ ગયા પછી એ લખાણથી હૃદયમાં એક પ્રકારના સંતોષની અનુભૂતિ તેમજ લખતાં લખતાં મઝા આવે છે – નો અહેસાસ.
Confirmation: વકૃત્વ કે નિબંધસ્પર્ધામાં ભાગ લેતા બાળકો ઇનામ કે પહેલો નંબર લઇ આવે.. એમ કરતાં કરતાં નોકરી સિવાયના ક્ષેત્રમાં પણ લખી શકાય છે; એવો આત્મવિશ્વાસ સ્થપાયો – ઇશ્વરદત્ત લેખન શક્તિ સ્ફૂરવાનું નિમિત્ત.
લખવાની શરૂઆતઃ ધર્મપત્નિ, શ્રીમતી મીનાબેન પી. ઠક્કર, કીર્તનકાર, ભજનિક અને આખ્યાનકાર. જેઓ નવધા ભક્તિ, રામાયણ, ભાગવત કથા વગેરે વિષયો પર સાતથી નવ દિવસના ભક્તિ કાર્યક્રમો બિન વ્યવસાયિક ધોરણે રજુ કરે છે. જે સાંભળતા સાંભળતા ઘણાં વિચારો આવે અને લખાઇ જાય. આમ, લખવાની શરૂઆત થઇ.
લખાણની દિશાઃ ઘરના ખૂણે મારા ધર્મપત્ની સમક્ષ વક્તા બનું અને રોજ ત્રણ કલાક વ્યાસપીઠ પર બેસીને પાંચસોથી સાતસો જણને સંબોધનાર ધર્મપત્ની, શ્રીમતી મીનાબેન એક સારા મિત્રની જેમ શ્રોતા બને, એ રીતે વિચારોને બળ મળતુ થયું. આમ, ધર્મપત્નીની સાથે થતી આધ્યાત્મિક ચર્ચાઓને કારણે વિચારો ઘૂંટાયા. આ રીતે, લખાણને આધ્યાત્મિકતાની એક દિશા મળી.
શોખઃ સંગીત સાંભળવું, તબલા વગાડવા,ભજનના કાર્યક્રમમાં જવું,વાંચન, વિચારો બળ કરે ત્યારે લખવું.
જીંદગી કેવી લાગેઃ સરકારી નોકરીમાં જોડાયા પહેલાં પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી હતી. તે નોકરીમાં કોઇ કામ કરતાં નથી એવું મને લાગે તો કહેતો કે સરકારી નોકરીમાં જોડાઇ જાવ. આજે હું સરકારી નોકરીમાં છુ!! અને મારા તે મિત્રો આજે પણ ત્યાં જ છે. Life is a tale lold by an Idiot
Tushar Thakkar said,
April 14, 2009 at 1:00 am
Dear Respected Mama:
Wish you a very very Happy Birthday – Jay Shree Krishna.
Tushar na Vandan.
Kantilal Parmar said,
June 4, 2009 at 1:55 am
સ્નેહિશ્રી પિયુષભાઈ તથા મીનાબેન, ઘણા સમયથી આપની મુલાકાત નથી થતી તેના અફસોસમાં આપની પ્રસાદીરૂપ આપની વેબસાઈટ મળતાં આનંદ થયો, પ્રત્યક્ષ મુલાકાત થઈ હોય એવો આનંદ થયો.
આશા અમર છે ફરી ક્યારેક સમય અને સંજોગ મુલાકાત કરાવશે એ આશા.
સૌ કુશળ હોઈ પ્રતિકુશળતા માટે પ્રભુ પ્રાર્થના.
આવજો.
કાંતિલાલ પરમાર
હીચીન.
LeraJenkins said,
June 26, 2009 at 9:24 pm
Bravo, what words…, an excellent idea