મિડિયા દિમાગમાં પેસી જાય છે કે દિલમાં ?
નવેમ્બર 8, 2017 P U Thakkar દ્વારા
અંજના ઓમ કશ્યપ
શ્વેતા સિંહ
દિપક ચૌરસિયા – પ્રસુન બાજપાયી
બરખા દત્ત
રજત શર્મા
રૂ બિકા લિયાકત
એક જમાનો હતો કે, ફિલ્મ જોવાનું લગભગ બધાને તીવ્ર આકર્ષણ રહેતું. ફિલ્મ જોવા માટે અઠવાડીયા અગાઉ આયોજનો થતાં. આજે સ્થિતી એવી છે કે, એ જ ફિલ્મો ટી.વી. ઉપર ઘણી ચેનલોમાં ૨૪ કલાક ચાલતી હોય છે. ફિલ્મો જોવામાં રસ દાખવનારો એ જ વર્ગ આજે પ્રસારીત થતી એ ફિલ્મો જોવા જરાય ઉત્સાહી હોતો નથી. ફિલ્મ તો થીયેટરમાં જ જઇને જોવાની મઝા આવે, ક્યારેક એ ભૂમિકાએ ઉત્સાહી રહ્યો નથી, એવું લાગે. પણ હકીકતમાં તો એ ય સાચુ નથી લાગતુ.
આજના સમયમાં ટી.વી.ની ન્યુઝ ચેનલોના ન્યુઝ, ન્યુઝને લગતા પ્રોગ્રામ અને ડીબેટ-ચર્ચાઓ જોવામાં તીવ્ર રસ લેવામાં આવે છે. ઇલેક્શન જેવો માહોલ હોય તો તો વળી વધારે રસથી ન્યુઝ ચેનલો જોવામાં આવે છે.
એક હકીકત છે કે, ન્યુઝ ચેનલોની ડીબેટમાં ગુલતાન થઇ ડૂબી જનારા દર્શકોને થીયેટરનો અભાવ વરતાતો હોતો નથી!! સંગીતમય ગાયનો અને રોમાન્સથી ભરપૂર નૃત્યોનો અભાવ પણ ન્યુઝ ચેનલોના આ દર્શકોને વરતાતો નથી!! એ રીતે જોતાં તો, એક દૃષ્ટિએ ફિલ્મો થીયેટરમાં જ જોવાની મઝા આવે – એ પણ એક ભ્રમ (ફેન્ટસી) જ છે. કારણ કે, આવું કહેનારા પણ થીયેટરમાં જઇને ખાસ ફિલ્મો જોવા જતા હોતા નથી, જેટલી ન્યુઝ ચેનલો જોવામાં (માણવામાં !!) આવે છે.
એક રીતે જોતાં એવું કહી શકાય કે, ફિલ્મોનું સ્થાન અમુક અંશે ન્યુઝ ચેનલોએ લઇ જ લીધુ છે. ન્યુઝ એન્કરો ક્રોસ ક્વેશ્ચન કરીને જે માહિતી કઢાવતા હોય છે, તે દર્શકોના દિલો-દિમાગ પર છવાઇ જતું હોય છે. રાજકારણીઓને ખુલ્લા પાડવામાં આવે, તેની મઝા લિજ્જતથી લેવામાં આવે છે.
ન્યુઝ ચેનલોના એન્કરો અગાઉના ફિલ્મી હીરોની જેમ દર્શકોના મન ઉપર રાજ કરતાં હોય છે. એમના પણ ફેન હોય છે. આ એન્કરો ડીબેટ અને પ્રાઇમ ટાઇમના સમાચારો રોચક અને રસપ્રદ બનાવીને પીરસતા હોય છે. એટલે જ તો, આજે સરકારી ચેનલોના ફીક્કા ન્યુઝ જોવામાં આવતા નથી.
આ એન્કરો એમની ટેલેન્ટને જોરદાર રીતે કામે લગાડતા હોય છે. દર્શકોની દેશદાઝ, ધાર્મિક માન્યતાઓની વિરૂધ્ધ અને તરફી વિચારસરણીને એવી રીતે પોષવી કે, દર્શકો ગુલતાન થઇ જાય, અ-યોગ્ય બાબતને અયોગ્ય ઠેરવવાની માણસની ભૂખને ન્યુઝના મસાલામાં નાંખી અત્યંત રોચક બનાવી દેતા હોય છે, આ એન્કરો.
હાર્દિક-અલ્પેશ-જિજ્ઞેશની જાતિવાદની પોલ ખોલવામાં આવતી હોય કે, રામ-રહીમ, કે આશારામ ના લફરા હોય. કે પછી કન્હૈયાકુમારની દેશવિરોધી વાતો હોય. કે પછી આપણાં દેશના આજના એક માત્ર અત્યંત મહાન એસ્ટીમ્ડ માન.વડાપ્રધાનશ્રી મોદીના નર્યા આશાવાદ અને સ્વપ્નીલ સોનેરી સ્વપ્નાની વાતો હોય કે પછી, એવા સ્વપ્નાઓને ફેંકુ તરીકે બિરદાવી ‘‘ મોદીત્વ’’ ના લીરે લીરા ઉડાડવામાં આવતા હોય. પણ દર્શકોમાં રહેલી ફેન્ટસી લેવલને અસરકારક રીતે ટચ કરતા હોય છે.
આવા એન્કરોના પગારો દર મહિને (હા, દર મહિને) જાણવા જેવા છેઃ
-
રાહુલ કનવલ (India Today) રૂ.૭ લાખ.
-
રવીશકુમાર (NDTV) રૂ.૧૨ લાખ.
-
પુન્ય પ્રસૂન બાજપાઇ (કયા ન્યુઝને ચગાવવાના છે – ની વાતો કેજરીવાલ સાથે કરતાં પકડાઇ ગયેલો અને જેનો વીડીયો વાયરલ થયેલો તે) (Aaj Tak) રૂ.૧૦ લાખ.
-
અંજના ઓમ કશ્યપ (Aaj Tak) રૂ.૧૫ લાખ.
-
શ્વેતા સીંગ (Aaj Tak) રૂ.૧૬ લાખ.
-
સુધીર ચૌધરી (Z News) રૂ.૨૫ લાખ. (એક દિવસના પગારનો અંદાજ લગાવા જેવો છે)
-
બરખા દત્ત (NDTV) રૂ.૩૦ લાખ. (એક દિવસનો પગાર એક લાખ)
-
રાજદીપ સરદેસાઇ (India TV) રૂ.૮૫ લાખ. (એક દિવસનો પગાર રૂ. ૨ લાખ ૮૩ હજાર)
-
અરનબ ગોસ્વામી (Times Now) રૂ. ૧૦૦ લાખ ( એક કરોડ ) (એક દિવસનો પગાર રૂ. 3 લાખ ૩૩ હજાર)
આવા બીજા એન્કરો પણ લોકપ્રિય છે. જેમના પગારની માહિતી નથી, પણ આ બધા એન્કરો દર્શકોના દિમાગ ઉપર રાજ કરે છે.
-
રોહિત સરદાના – (Z News) માં ‘‘તાલ ઠોક કે’’ નો ચર્ચાનો જોરદાર પ્રોગ્રામ હોસ્ટ કરતો હતો. જેણે હવે અગમ્ય કારણોસર Z News માંથી રાજીનામુ આપી દીધેલું છે. અને Z News માં ફરી પાછો આવશે અથવા તો, Aaj Tak સાથે જોડાશે.
-
Aaj Tak ઇન્ડિયા ટુડેની હિન્દી ન્યુઝ ચેનલ છે. જેનો માલિક અરૂણ પૂરી કહેવાય છે. આજ તક હિન્દુ વિરોધી વિચારધારાઓ વહાવનારી ચેનલ તરીકે ગણાય છે.
-
જ્યારે રોહિત સરદાના પ્રખર હિંદુ અને રાષ્ટ્રવાદી છે. ત્યારે જો રોહિત સરદાના આજતક સાથે જોડાય તો, (૧) રોહિત સરદાના પાપી પેટકે લીયે બદલાઇ જશે ? કે (ર) આજતક તેની હિંદુ વિરોધી વિચારધારામાંથી મુક્તિ મેળવવા (પી.એમ.ની નજરથી બચવા !! ) રોહિત સરદાનાને હાયર કરશે.
-
વિનોદ દુઆ (જન મનકી બાત – વાયર ટાઇટલ હેઠળ આ સંવાદદાતા ન્યુઝ પ્રસારીત કરે છે)
-
રજત શર્મા (India TV) આપકી અદાલત નામનો વર્ષોથી પ્રસારીત થતા કાર્યક્રમમાં આ સંવાદદાતા તેમની પ્રતિભા પાથરે છે.
-
દિપક ચોરસીયા (India News)
-
રૂબિકા લીયાકત ((Z News) મુસ્લિમ ધર્મી હોવા છતાં, મોડરેટ વિચારસરણી, રાષ્ટ્રવાદી સાચા અર્થમાં દેશદાઝ વાળી મહિલા. તેના પતિ નાવેદ અને રૂબિકા લિયાકત બંને આજતક માં સાથે નોકરી કરતા હતા.
-
કિશોર અજબાની
-
આવા છે ન્યુઝ એન્કરો, જેઓએ દર્શકોના દિલ-ઓ- દિમાગમાં પોતાનું એક સ્થાન બનાવેલું છે.
Posted in માહિતી | 2 ટિપ્પણીઓ
હેંડો, આપડી બ્લોગ કળા એમને બતાવી તગડા પગાર વાળી નોકરી લૈ લૈએ !!
ખયાલ બુરા નહીં હૈ, જી…