Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘નિબંધ’ Category

હાર્દિક પટેલ હીરો બની ગયો એ પટેલ અનામત આંદોલન આશરે બે વર્ષ પહેલા ચાલ્યુ હતુ. તેના પડઘા શમ્યા પછી પાછા વિધાનસભાના ૨૦૧૭ ના કારણે ફરી એના પડઘા પાછા ઓક્ટોબર ૨૦૧૭ માં પડવા માંડ્યા.

પટેલ આંદોલન કોઇ પણ સંજોગોમાં મૂદ્દા આધારીત ન હતુ અને નથી. બસ, માત્ર રાજકીય રીતે સત્તાધારી પક્ષને હેરાન કરીને સમસ્ત પ્રજાને દાવ ઉપર મૂકી subversion & sabotage ની સ્થિતી પેદા કરી દેવી. બસ, કોઇપણ ભોગે સરકારને બદનામ કરવી – એ સ્પષ્ટ ઇરાદો હતો.

હાર્દિક પટેલે આ જ રીતે પટેલ દંગલ ચાલુ કરેલું ત્યારે એ તોફાનો શરૂઆતમાં સમજી ન શકાય એવા અ-કળ હતા. જો કે, પછી બધુ સ્પષ્‍ટ થતું ગયુ.  અને હાર્દિકે ચાલુ કરેલ આંદોલનને બે વર્ષ થવા આવ્યા પણ હજુ આજે બે વર્ષ પછી પણ એ જ સ્થિતી પ્રવર્તે છે. બસ પહેલાં જે મૂંઝાઇ જવાય હતુ તે હવે સ્પષ્ટ થતું જાય છે.

હવે જે સ્પષ્ટ થવા માંડ્યુ છે – તે આ મુજબ છે.

સમય પસાર થતાં, આજે હવે તો at par હાર્દિક ગણાતા જો કે, બીજા બે નેતાઓ (તત્વો) ઉભરી આવ્યા છે. (૧) જિજ્ઞેશ મેવાણી, અને (૨) અલ્પેશ ઠાકોર.

શ્રીમાન જિજ્ઞેશ મેવાણી આજે દિલ્હીમાં રેલી કરી રહ્યા હતા. મેવાણીને પોતાને પણ અચરજ છે કે, साला मै तो विधायक बन गया…

છેલ્લા થોડા દિવસોના ભાષણમાં એ વારંવાર કહે છે. – ‘‘હું વિધાયક છુ.

દેશ પ્રત્યે અને દેશની સાર્વભૌમિકતા વિષે જેઓ દેશ વિરોધી ગદ્દાર પુરવાર થયેલ છે તેવા અને ભારત તેરે ટુકડે હજાર હોંગે બોલનારાઓને સાથે લઇને જિજ્ઞેશને તેજાબી ભાષણો કરવા છે.

તે વાસ્તવમાં કશું ખાસ કંઇ નથી.

હાર્દિક પટેલ-જિજ્ઞેશ મેવાણી એ બીજુ કશું નથી. બસ subversion & sabotage નું બીજુ નામ છે.
……………………………………………….

subversion નો અર્થ આ મુજબ છે.

Destroying someone’s (or some group’s) honesty or loyalty; undermining moral integrity

અર્થાત…

ભાજપ – હિંદુ – નરેન્દ મોદી – રાષ્ટ્રવાદીતા નું બસ હનન જ કરવું છે. સરકારોને મૂંઝવી નાંખે તેવા બખેડા ઉભા કરવા. સંવિધાનની વાતો કરવી. નૈતિક જુસ્સો તોડવા સિવાય કોઇ જ હેતુ નહી.
……………………………………………….
sabotage નો અર્થ આ મુજબ છે.

A deliberate act of destruction or disruption in which equipment is damaged – Destroy property or hinder normal operations

દેશમાં લોકોને ઉશ્કેરીને સડક ઉપર લઇ આવવા. બસ હવે તો, તોફાનો અને તોડ-ફોડ થી જ પ્રશ્ન ઉકલશે… મહારાષ્ટ્રમાં જિજ્ઞેશના ભાષણો આ જ હતા ને?
……………………………………………….

જિજ્ઞેશે મહારાષ્ટ્રમાં કરેલા ભાષણનો સારઃ-

એવો માહોલ ઉભો કરી દેવામાં આવ્યો છે જાણે કે, આખુ હિન્દુસ્તાન દલિતોનુ વિરોધી થઇ ગયું હોય. બીજી બાજુ, આ દેશ ટોળાઓનો દેશ છે. કેટલાક અ-બુધ અને અણસમજુ દલિતો તોફાને ચઢી પણ શકે, એ શક્યતાનો ભરપૂર રાજકીય (ગેર) ફાયદો મેળવવાનો પ્લાન .

ગેરફાયદો એટલા માટે કે અલબત્ત, સત્તા પ્રાપ્ત કરવા કોઇ પણ મેદાને પડી શકે. તે કંઇ મોદી કે ભાજપનો જ ઇજારો નથી. પણ જ્યારે સત્તા મેળવવા અ-યોગ્ય સાધનો વાપરવામાં આવે તો તે ગેરફાયદો મેળવવાની વાત છે.

છપ્પન ઇંચનો સીનો ચીરી નાંખવાની તો, એવી રીતે વાતો જિજ્ઞેશ મેવાણી એવી રીતે કરે છે જાણે કે, હમણાંજ મોદીએ દલિતો ઉપર અત્યાચાર કરવાના જાહેરમાં પણ લઇ લીધા હોય !! જાણે કે મોદી આ દેશ ૨૦૦-૩૦૦ વર્ષ પાછળ લઇ ગયા છે અને દલિતોને ફરી પાછા અત્યાચારો ભોગવવા માટે મજબૂર કરવામાં આવશે – એવી વિધિસરની કોઇ નીતિ હમણાં જ સરકારે ઘડી કાઢીને તેની જાહેરાત કરી નાંખી હોય અને તેનો અમલ પણ ચાલુ થઇ ગયો હોય. અને આ બધા (કાલ્પનીક અન્યાય) સામે જાણે કે, એક નવો દલિત નેતા કે, જે દલિતોનો રહેનુમા અને ઉધ્ધારક થઇને આવી ગયો છે – અને તે છે જિજ્ઞેશ મેવાણી. અને એ જ રીતે પટેલો માટે હાર્દિક પટેલ અને ઓ.બી.સી. માટે અલ્પેશ ઠાકોરને સમજવા.

આર.એસ.એસ.એ જાણે કે, બે-ચારને પાડી દીધા હોય!! એ રીતે આર.એસ.એસ. અને મોહન ભાગવત સામે મેવાણી દ્વારા ઝેર ઓકવામાં આવે છે. વિરોધ એવી રીતે કરવામાં આવી રહ્યો છે જાણે કે, મોહન ભાગવત અને આર.એસ. એસ. માત્ર મનુવાદી જ હોય અને તેના હિમાયતીઓ હોય !!

આખા દલિત સમાજ સામે બ્રાહ્મણો મેદાને પડ્યા હોય, અને બ્રાહ્મણોએ (જિજ્ઞેશના મતે માત્ર મનુવાદીઓએ ) કોઇક અત્યાચારો કરીને દલિતોને નર્યા હડધૂત કર્યા હોય.

જિજ્ઞેશ મેવાણીના ભાષણોના બે-ત્રણ બીજા વાક્યો….

— વિધાનસભામાં ધોલાઇ કરીશ.

— ૧૫૦ ના અભિમાનમાંથી ૯૯ ઉપર લાવી દીધા. એ વાત પાછો એ પોતે જ અભિમાનથી બોલે છે.

……………………………………………….
હાર્દિકની પણ આવી જ સ્ટાઇલ છે. કન્હૈયાકુમારની પણ આ જ સ્ટાઇલ છે.જેએનયુ માં પણ આવી જ સ્ટાઇલ હતી.
……………………………………………….

આજે પાછા રાહુલ ગાંધી પરદેશમાં જઇને ભારતની ખરાબ પરિસ્થિતીની વાતો કરે છે.
……………………………………………….
તો મોટો પ્રશ્ન એ છે કે, આ મુદ્દા આધારીત નહીં પણ બસ માત્ર રાજકીય પ્રેરીત એક મોડેસ ઓપરેન્ડી છે ને આ? શું સ્પષ્ટ થતું જાય છે, આ ?

દેશે હવે કદાચ નવા કાયદા બનાવવા પડશે. આવા સેટ કરેલા અને સ્ક્રીપ્ટેડ ભાષણો અને તોફાનો બંધ કરવા…

આ દેશે અપ્રમાણસર ભેગી કરેલી સંપત્તિના કેસો બહુ ઝડપથી ચલાવવા પડશે. અને જેઓએ વર્ષો સુધી સત્તા ભોગવીને અ-પ્રમાણસર સંપત્તિ ભેગી કરી છે – જેમના સગાઓ માલા-માલ થઇ ગયા છે, તેમની સાથે ઝડપથી પેન્ડીંગ કેસો ચલાવવા પડશે.
……………………………………………….
પોસ્ટના વાંચક મિત્રોને વિનંતી કે, કૃપયા તમારો અભિપ્રાય કમસે કમ બે-ત્રણ વાક્યો કે શબ્દોમાં દર્શાવો કે આપણો દેશ જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ મોદીની રાહબરી હેઠળ સારુ કરી રહ્યો છે ત્યારે આવા તત્વો ને ગદ્દાર કહીશું કે કેમ?
……………………………………………….
સ્પષ્ટતા– આવા સમજ વગરના મહત્વકાંક્ષી તત્વોનો (subversion & sabotage) આ દેશની વિરૂધ્ધમાં ઉપયોગ થઇ રહ્યો છે. પોતાન ભૂતકાળના દુષ્કૃત્યોથી બચવા અને સત્તા હાંસલ કરવ માટે.

હાર્દિકે જે કોઇ બે-ફામ વાણી વિલાસ કરેલો તે કંઇક ડરને કારણે જ. તેની પ્રગટેલી તાકાત પણ લાગેલા ડરને કારણે જ. એ જ કારણે કોંગ્રેસના ખોળામાં જઇને બેઠો. કારણ કે જો, કોંગ્રેસની સત્તા આવશે તો જ બચી શકાશે. અને આ ફીયર ફેક્ટરે હાર્દિકમાં એક તાકાત પ્રગટાવી. એ તાકાતનો ઉપયોગ કંકઇ એવા લોકોએ જ કર્યો. દુશ્મનકા દુશ્મન અપના દોસ્ત. હાર્દીક આમ તો, અત્યાર સુધી એવી છાપ ઉપસાવી શક્યો છે કે, તેણે નરી વિકૃતી પ્રગટાવી છે, એવું સમસ્ત પ્રજા (મોટાભાગના પટેલો સહીત) પ્રજાને લાગતું હોય એવી જ ચર્ચાઓ ચ્હાની કીટલીઓએ અને કચેરીઓમાં થતી હોય છે.

વિચારધારાનો જ્યાં સુધી પ્રશ્ન છે ત્યાં સુધી મતભેદ હોઇ શકે. દલિતો ઉપર થતાં અત્યાચારો સાંખી લેવામા આવે એવી માનસિકતા આજે સમાજની રહી નથી. જે રીતે બ્રાહ્મણો સામે જિજ્ઞેશે જેમ ફાવે એમ વાણી વિલાસ કર્યો છે, તો ખાસ કરીને સવર્ણો કે બ્રાહ્મણો ક્યારેય એવી વિચારધારા ધરાવતા હોતા નથી.

એવી શરમજનક અને અપમાનજનક ઘટનાઓ પરત્વે તો આજના સુધરેલા સમાજે ઘણાં વર્ષો પહેલાં હરીજનો માટે રખાતો પ્રણાલિકાગત (નહીં કે, એક સોચી સમજી નીતિના ભાગરૂપે) આભડછેટ વગેેરે ક્યારના ય ત્યજી દીધેલા છે. એ વિષે આવેલી એક ગુજરાતી ફિલ્મ કોઇ ચોક્કસ એક વર્ગના લોકોએ નહોતી બનાવી. બલકે એના સર્જનમાં એવા બધાનો ફાળો રહેલો છે કે જેઓને ગાળો દેવામાં આવે છે.

આમ છતાં, દલિતો પર અ-માનુષી અત્યાચાર થયા હોય એવી અસાધારણ અતીશયોક્તિની વાત એટલા માટે મેવાણી દ્વારા કરવામાં આવે છે કે, બસ નેતા બની જવું છે. એ ચાહતમાં અને એ માનસિક ભૂમિકાએ જઇએ તેજાબી ભાષા દ્વારા બસ, બધાના દિલો દિમાગ ઉપર છવાઇ જવાની તમન્ના અને તીવ્રતા એટલી હદે પ્રવર્તતી લાગે છે કે, દલિતો પર બસ નર્યા અત્યાચાર જ થાય છે – સભાનપણે એવો માનસિક ભ્રમ ઉભો કરીને – બસ બોલ્યા કર્યે છે.

હકીકતમાં તો, હરીજનો પ્રત્યે ભૂલાયેલ એવી અયોગ્ય બાબતોની યાદ જિજ્ઞેશે જ તાજી કરાવીને દલિતોને આખા સમાજથી અલગ કરવાની વાત કરી છે. જે રીતે તમને ગુમડુ થયું હોય, મટી જવા જ આવ્યું હોય, અને ખબર કાઢવા આવનાર તમારી ખબર પૂછીને ગુમડા ઉપર હાથ ફેરવીને પંપાળવાના બહાને ભીંગડું ઉખાડી લોહી કાઢે એમ જિજ્ઞેશે સમાજના ભાગલા પાડવાની વાત કરીને દલિતોને ઉશ્કેર્યા છે.

કારણઃ– આવા તત્વોનો દુરૂપયોગ રાજકીય રીતે કરવામાં આવી રહ્યો છે. મહત્વકાંક્ષાઓનો અપચો આસમાને ચઢતો જાય છે. જાતિવાદને ઉશ્કેરીને ટોળા ભેગા કરવા છે. બે વર્ષ પહેલાં જે કંઇ મૂંઝાઇ જવાય એવું લાગતું હતુ, તે હવે સ્પષ્ટ થતું જાય છે. પટેલો, દલિતો, ઓ.બી.સી. વગેરેને એક કરીને સત્તા પ્રાપ્ત કરો. નહીં, તો મોદી ….

હા.. કહી દેવાય એવુ જ છે. મોદીઓનું મૂળ કામ બળદ દ્વારા ઘાણીમાંથી તેલ કાઢવાનું. અને આ મોદી તો, તેલ કાઢશે જ…કેટલાય ને જેલમાં જવું પડશે… એની દહેશત અને કરેલા કાળા કારનામાઓ સતાવે છે. રાહુલ ગાંધી આજે તો પરેદશમાં જઇને આ દેશની વાતો કરે છે. કારણ કે, … સમજી શકાય એવુ છે ને કે, મોદી… મોદી… ના નાારાઓ સતાવે
……………………………………………….

Advertisements

Read Full Post »

Congress & PAAS :- ILU-ILU

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસનું ગજુ નથી, એ તો કોંગ્રેસે ય સ્વીકારવું પડે. તેમનો કોઇ નેતા નથી. એક (કહેવાતા જાંબાઝ) શંકરસિંહ વાઘેલા તેમની વર્ષો પુરાની આદત મુજબ ડખા-પંચા કરી ચૂક્યા છે. માત્ર બાપુની પોતાની જ નહીં, કોંગ્રેસની પોતાની ય રાજકીય ખરાબ ઇમેજમાં વધારો કરી ચૂક્યા છે. ગોધરાની હોસ્પિટલમાંથી ISIS વિચારધારાવાળો આતંકવાદી પકડાવાની ઘટના તો બળતામાં ઘી જેવું કામ કરી જાય ને !?

વિશ્વને ગજાવનાર અને પોતાના દમ ઉપર મેરીટ સાબિત કરી ચૂકેલા લાયન મોદી (એટલે ભાજપ) આગળ કોંગ્રેસ બિલાડી તો શું, કીડીમાં પણ ના આવે, એ સત્યનો કોણ ઇન્કાર કરી શકે?

કોંગ્રેસે આચરેલા ભ્રષ્ટ્રાચારના તેમની વિરૂધ્ધના મૂદ્દા ઢાંકી દેવાના ભરપૂર પ્રયાસોમાં કોંગ્રેસે (૧) નોટબંધી, અને (ર) GST ના બે શસ્ત્રો કોંગ્રેસે ગજવવા માંડ્યા. જેની ખરેખર પ્રજા ઉપર કેટલી પારિણામિક અસરો ઉપજશે, એ સવાલ લાખ રૂપિયાનો છે.

અલબત્ત રાહુલ ગાંધીની સભાઓમાં જંગી મેદની આવે છે, જે નોંધપાત્ર બાબત છે. તેનું એક કારણ જિજ્ઞાષાવૃત્તિ પણ હોઇ શકે. પપ્પુ તરીકે ફેમસ થયેલા રાહુલ ગાંધીનું નેગેટીવ પાસુ ટોળાં ભેગા કરવા માટે હકારાત્મકતામાં આટલા પુરતું તો પરિણમ્યુ છે. શું લોકોને જિજ્ઞાષા હશે કે, ટીવી ઉપર જોયેલા રાહુલ ગાંધી (પપ્પુ) ખરેખર કેવા લાગે છે? રાહુલ ગાંધી કેવા ‘‘પપ્પુવેડા’’ કરે છે, તે રૂબરૂ જોવા-સાંભળવા મળશે ! આવી જિજ્ઞાષા ઉપરાંત, કદાચ (??) કોંગ્રેસ આપણું ભલું કરે તો સારી વાત છે, એવી માનસિકતાએ રાહુલ ગાંધીની સભામાં પ્રજા ઉમટી પડી હોય. ટોળા ભેગા કરવા આજના યુગમાં થતાં મેનેજમેન્ટના ભાગરૂપે ટોળા થતા હોય છે.

ભાજપ સામે ઉગામવામાં આવતા (૧) નોટબંધી, અને (૨) GST ના કોંગ્રેસના બે મજબૂત શસ્ત્રોને બુઠ્ઠા કરવા માટે (૧) કાળુ નાણું, (૨) બિન-હિસાબી નાણું, (૩) કોંગ્રેસી બીજા પક્ષોના નેતોઓના ભ્રષ્ટ્રાચાર, વગેરે મુદ્દાઓનો નવેસરથી ઢોળ ચઢાવવા માંડ્યો છે. અભિષેક મનુ સીંધવી સામે કરોડોની બિન હિસાબી નાણાંનો કેસ પાછો અત્યારે ઉભરી આવ્યો છે.

(થોડું વિષયાંતર:- કોંગ્રેસમાં વકીલોની ફોજ છે. જેઓ હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને ઘણી અપીલોમાં ઉભા રહેવા માટે એક એક મુદતની ફી રૂપિય ૬ લાખ થી ૧૫ લાખ લે છે. જે નામો આ મુજબ છે. (૧) કપિલ સિબ્બલ, (૨) પી. ચિદમ્બરમ, (૩) હરીશ સાલવે, (૪) સલમાન ખુરશીદ અને (૫) રામ જેઠમલાણીને ભાજપ અને મોદીની ટીકા કરવા બદલ કોંગ્રેસી વકીલોની યાદીમાં મૂકવામાં વાંધો નહીં, બિન હિસાબી નાણું એકઠુ કરનારાઓની યાદી બનાવવા. (૬) શાંતિ ભૂષણ (આપ પાર્ટી વાળા) ને ય આ યાદીમાં સામેલ કરી દેવાય !!   સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે ત્યારે, બે-ત્રણ મિનિટ જ આ વકીલોને બોલવાનો સમય મળતો હોય છે. બે-ત્રણ મિનિટ બોલવાની ફી લાખોમાં હોય છે.)

ભાજપે નોટબંધી અને GST ના કોંગ્રેસના બે શસ્ત્રોને બિનહિસાબી નાણાંને સ્વચ્છ કરવાના અભિયાનમાં પરાવર્તિત કરવા માંડ્યા છે. એ બહાને, ભાજપની ભૂલો, ભૂલ પણ નહીં દેખાય !! ભાજપની સામે (૧) નોટબંધી, અને (૨) GST ના બે શસ્ત્રો વાપરીને કોંગ્રેસ નસીબ ચમકાવવા કોશીષ કરે છે ત્યારે, તે જ શસ્ત્રો ભાજપ પાછા ફેંકીને કોંગ્રેસની ભ્રષ્ટ્ર છાપમાં ઉમેરો કરી રહી છે. કોંગ્રેસના બે શસ્ત્રો બૂમરેંગ પૂરવાર થઇ રહ્યા છે.

(Boomerang = ફેંકનાર પાસે પાછું આવતું કોરેલા લાકડાનું અર્ધચક્ર જેવું ઑસ્ટ્રે.ના આદિવાસીઓનું એક અસ્ત્ર, (યોજના અંગે) મૂળ કરનાર ઉપર ઊલટવું, મૂળ ઘા કરનાર ઉપર વળતું પાછું આવવું)

દિલફેંક પ્રજા તરીકેના ઉન્માદમાં આ બાબતને મોદીની હોંશિયારી કહેવી કે, વિધાતા દ્વારા નિર્માણ થતી ઘટના કહેવી, એ પણ એક મુદ્દો છે.. આ મૂદ્દાને ય વિષયાંતર તરીકે ગણીને પડતો મૂકીએ-જવા દઇએ !!

GST માં ૨૮ ટકા (અ-સાધારણ ઉંચા કરવેરા) થી ઘટાડીને ૧૮ ટકા થઇ ચૂક્યો છે. બીજી વખત પણ ફરી ઘટાડો કરીને હોટલમાં જમવાનો જીએસટી પાંચ ટકા કરવામાં આવ્યો છે. કરમાળખા સુધારી ખરેખર ભાજપ (ભાજપ એટલે આપણે મોદીજ સમજવાનું) દેશનું ભલુ કરવા માંગે છે, એ પ્રતીતિ કરાવવા માંડી છે. હવે, GST નું શસ્ત્ર, પણ કોંગ્રેસ માટે બુઠ્ઠુ થતું જાય છે અને સામે પક્ષે ભાજપ માટે તે જ શસ્ત્ર ફાયદાકારક પુરવાર થવા જઇ રહ્યુ છે.

કેટલાય વેપારીઓ એવું કહેતા સાંભળવા મળે છે કે, અમે તો, પહેલેથી જ વ્હાઇટનો ધંધો કરીએ છીએ, અમને GST નો વાંધો છે જ નહીં.

પ્રજા તરીકે જુઓ તો, વેપારીઓને GST નો વાંધો ય ક્યાં હોય ? GST નો ટેક્સ તો વેપારી ગ્રાહક પાસેથી વસૂલીને સરકારને આપે છે. વેપારીને ક્યાં કશો વાંધો હતો ? આ તો, બૂમો મારતા જવાનું અને લાભ મળે તે બટોરતા રહેવાનું! ભારતીય તરીકે પ્રજાની આ તો સર્વસામાન્ય લાક્ષણિકતા છે!! 

એમાં જ્ઞાતિ, જાતિ, રંગ વગેરેના કોઇ પ્રશ્નો વગર બધામાં સમાનતા પ્રવર્તે છે. આ લાક્ષણિકતાને દેશદાઝનો અભાવ, સ્વાર્થી પ્રજા, ભ્રષ્ટ પ્રજા, સ્વાર્થમાં ગુલતાન એવી એકતાના અભાવવાળી પ્રજા, વગેરે વગેરે જે અર્થઘટનો કરવા હોય તેનો પૂરો અવકાશ છે. એ મૂદ્દાને બાજુએ રાખીએ !! વિષયાંતર ન કરીએ!!  ભાજપ-કોંગ્રેસ ઉપર પાછા આવીએ. ટૂકમાં કોંગ્રેસના બે શસ્ત્રો બુઠ્ઠા થવા ઉપરાંત તેનાથી ભાજપને ફાયદો થાય, એવો સીનારીયો રચાતો જાય છે.

આ સંજોગોમાં, હવે કોંગ્રેસ માટે એક માત્ર હાર્દિક પટેલ જ હથિયાર તરીકે દેખાવા માંડ્યો છે. પણ કોંગ્રેસ હજુ ફૂંકી ફૂંકીને આગળ વધે છે. આમેય હાર્દિકને રાજકારણમાં પ્રવેશી તો જવું જ છે. પટેલ સમાજનો ઉપયોગ કરી એની ખીચડી રાંધવી છે. ૨૧ વર્ષની ઉંમરે પટેલ અનામત આંદોલન જગાવ્યું, અને ૨૩ વર્ષની ઉંમરે, કોંગ્રેસ પાસેથી બેગો લેવા માંડી. એ કોંગ્રેસ કે જેનો બીજો પર્યાય ભ્રષ્ટ્રાચાર છે એ કોંગ્રેસ હાર્દિકને લાંચ આપે છે, એવા વીડીયો વાયરલ થયા હતા !! હાર્દિક કોઇ રાજકીય હોદ્દો ધરાવતો નથી. બસ, આડુ-અવળુ બોલી ટોળા ભેગા કરી શકે છે. જ્ઞાતિવાદને બહેકાવી શકે છે !

આપણાં દેશમાં હાર્દિક મોટો કે કોંગ્રેસ મોટી ?

આ હાર્દિકની યશગાથા છે?

આ દેશની દુર્દશાનો પુરાવો છે હાર્દિક ?

હાર્દિકના અપકૃત્યોના ડીજીટલ પુરાવા બહાર પડ્યા. અશ્વીન સાંકડાસરીયા, જે પાસ સાથે સંકળાયેલ પટેલ છે, તે અશ્વીન સાંકડાસરીયાએ હાર્દિકના સેક્સકાંડનો પર્દાફાશ કર્યો છે. બીજા પણ ઘણાં પટેલો હાર્દિકની વિરૂધ્ધમાં મેદાને પડ્યા છે. એ બધામાં ક્યાંય ભાજપ ચિત્રમાં નથી. હાર્દિક આણિ કંપની અને કોંગ્રેસ સી.ડી. કાંડમાં હાર્દિકના બચાવમાં એવું કહીને કૂદી પડ્યા કે, આ તો ભાજપે નકલી સી.ડી. બનાવી છે. પણ એ પછી, ફાંફે ચઢી ગયેલી કોંગ્રેસના હાઇકમાન્ડથી એક દિવસ તો એવા પણ સમાચાર આવી ગયા કે, હાર્દિકના પાસ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટી ગયું છે.

પણ કોંગ્રેસ પાસે મોદીત્વને તોડવા માટે આત્મવિશ્વાસનો અભાવ કે વિચારસરણીનો અભાવ હોય પણ હાર્દિક સિવાય કોંગ્રેસ પાસે હવે કોઇ વિકલ્પ રહ્યો નથી. માટે પાછુ કોંગ્રેસ અને હાર્દિક-પટેલોનું ઇલુ ઇલુ ચાલ્યુ છે. પણ પાછો પ્રશ્ન એ પણ આવે કે, પાસ પટેલોનું સંગઠન કરી તેના નેતાઓ રાજકારણમાં પ્રવેશી પૈસા પેદા કરવા માંગે છે, એ છતું થઇ જવું ન જોઇએ એ પણ મૂદ્દો છે. કોંગ્રેસની હાઇકમાન્ડ પાસે કોઇ બીજો મૂદ્દો તો છે જ નહીં, ત્યારે ગુજરાતનો લોકલ હાર્દિક પટેલ અનામત ઉપર કામ લાગે તો, ડૂબતો તરણું પકડે એમ કોંગ્રેસે હાર્દિકનો હાથ ઝાલી લીધો છે. અથવા હાર્દિકે કોંગ્રેસનો હાથ ઝાલી લીધો છે.

પણ એક વાત નક્કી છે કે, રાજકારણમાં આજની યુવા પેઢીને જોડાઇ જવું છે. અને ખાસ કરીને એનો પ્રણેતા હાર્દિક છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. કારણ કે, રાજકારણમાં જઇ ઇઝી મની બટોરવાની જ વાત છે ! કોઇને સેવા તો કરવી નથી. ઓબીસી ના અલ્પેશ ઠાકોર અને દલિતોના જિજ્ઞેશ મેવાણી પણ આ બાબતના જ પ્રતિબિંબો છે. જ્ઞાતિવાદને વકરાવી પોતાની અંગત મહેચ્છા સંતોષવી છે.

ગુજરાતનું રાજકારણ અત્યંત નિમ્ન સ્તરે પહોંચ્યુ છે એમ કહી શકાય? રાજકારણને જ દોષ દેવો કે, આખો સમાજ એવા સ્તરે પહોંચ્યો છે એમ કહી શકાય ?

એકંદર પરિસ્થિતી એવી છે કે, કોંગ્રેસ ખરેખર ફાંફે ચઢી ગઇ છે કે, ભાજપનો (એટલે કે, મોદીનો)  સામનો કેવી રીતે કરવો ? માટે કોંગ્રેસને હાર્દિકમાં અને હાર્દિકને કોંગ્રેસમાં લાભ દેખાય છે. પટેલો પૈકી મોટો પટેલ વર્ગ સમજી ચૂક્યો છે કે, હાર્દિક સમાજના નામે પોતાનો સ્વાર્થ સાધે છે.  આવા સંખ્યાબંધ વીડીયો યુ ટ્યુબ ઉપર છે. તે પૈકી ત્રણની લીન્ક નીચે છે. 

(અશ્વીન સાંકડાસરીયાએ હાર્દિકના સેક્સકાંડનો કરેલો પર્દાફાશ)

(અશ્વીન પટેલ પાસના રાષ્ટ્રીય સંયોજક છે – તેમનો ઇન્ડિયા ટી.વી.ને ઇન્ટરવ્યુ.)

(હાર્દિકને ફાઇનલ પડકાર)

(આવી સંખ્યાબંધ વીડીયો જોવા અહી ક્લીક કરો)

આ જ થીયરી ઠાકોર અને દલિત સમાજને પણ લાગુ પડે છે.

કોંગ્રેસ એનું અસ્તિત્વ ટકાવવા માટે ફાંફા મારે છે એ પુરવાર થશે કે, ભાજપને GST અને નોટબંધીના માઠા ફળ ચાખવા પડશે ? એ તો, આવનારા સમયમાં પુરવાર થશે..

Read Full Post »

 • બચપણમાં શાળામાં હોઇએ ત્યારથી બાદબાકીની પ્રક્રિયા યંત્રવત્ કરાવવામાં આવે છે.
 • નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ ન થાય એટલે આપણે બધા યંત્રવત બાજુના અંક ઉપરથી વદ્દી ૧૦ લઇએ છીએ.
 • આપણને પ્રશ્ન થવો જોઇએ કે, દરેક વખતે વદ્દી ૧૦ જ કેમ લેવામાં આવે છે ?
 • વદ્દી ૧૦ નું શું રહસ્ય છે?
 • 723456 માંથી 589657 બાદ કરવાનો એક દાખલો ગણીને તેના આધારે ૧૦ ની વદ્દીનું રહસ્ય સમજવા પ્રયત્ન કરીએ.

 

વદ્દી

 

10

10

10

10

 

6

1

2

3

4

10

minus

7

2

3

4

5

6

5

8

9

6

5

7

Ans.

1

3

3

7

9

9

 

 • એકમના અંક ૬(છ) માંથી ૭(સાત) ન જાય

 • માટે તરત ડાબી બાજુના દશકમાં આવેલા ૫ (પાંચ) ઉપરથી ૧૦ ઉછીના લઇ એકમના અંક ૬ ઉપર મૂક્યા.

 • દશકમાં આવેલા પ (પાંચ) ચેકીને તેની ઉપર ૪ (ચાર)લખ્યા.

 • હવે, એકમના ૧૬ (૧૦+૬) માંથી ૭ બાદ કરી નીચે ૯ લખ્યા.

  હવે, દશકમાંના ૪ માંથી પ (પાંચ) બાદ ન થાય.

 • માટે તરત ડાબી બાજુના શતકમાં આવેલા ૪ ઉપરથી ૧૦ ઉછીના લઇ દશકના અંક ૪ ઉપર મૂક્યા.

 • શતકમાં આવેલા ૪ ચેકીને તેની ઉપર ૩ લખ્યા.

 • હવે, દશકના ૧૪ (૧૦+૪) માંથી ૫ બાદ કરી નીચે ૯ લખ્યા.

 • હવે, શતકના અંક ૩ માંથી ૬ ન જાય

 • માટે તરત ડાબી બાજુના હજારમાં આવેલા ૩ ઉપરથી ૧૦ ઉછીના લઇ શતકના અંક ૩ ઉપર મૂક્યા.

 • હજારમાં આવેલા ૩ ચેકીને તેની ઉપર ૨ (બે) લખ્યા.

 • હવે, શતકના ૧૩ (૧૦

  +૩) માંથી ૬ બાદ કરી નીચે ૭ લખ્યા.

 • હવે, હજારના અંક ૨ માંથી ૯ ન જાય માટે

 • તરત ડાબી બાજુના લાખમાં આવેલા દશ હજારના ૨ ઉપરથી ૧૦ ઉછીના લઇ હજારના અંક ૨ ઉપર મૂક્યા.


  આ રીતે આપણે દશહજાર, લાખ, દશલાખ બધા અંકો વિષે બાદબાકી કરીએ છીઅે.

  વદ્દી ૧૦ નું શું રહસ્ય છે?


  શતકમાં આવેલા ૪ ની સ્થાન કિંમત ૪૦૦ થાય.વદ્દી તરીકે ૧૦ ની પાછળનો આ રહ્યો તાર્કીક અને ગાણિતીક ખુલાસો.

  એકમના અંક ૬(છ) માંથી ૭(સાત) ન જાય

 • માટે તરત ડાબી બાજુના દશકમાં આવેલા ૫ (પાંચ) ઉપરથી ૧૦ ઉછીના લઇ એકમના અંક ૬ ઉપર મૂક્યા.

 • દશકમાં આવેલા પ (પાંચ) ચેકીને તેની ઉપર ૪ (ચાર)લખ્યા.

 • દશકમાં આવેલા પ (પાંચ) ની સ્થાન કિંમત ૫૦ થાય.

 • દશકમાં આવેલા આ ૫૦ ના પ્રથામ આપણે બે ભાગ પાડીએ
  (૧) ૪૦, અને (ર) ૧૦.

 • આ બે ભાગમાંથી એક ભાગ ૧૦ ને એકમ ઉપર વદ્દી તરીકે મૂક્યા.

 • બીજો ભાગ ૪૦ બાકી રહ્યો. જેને દશકમાં આવેલા ૫ (પાંચ) ચેકીને, બીજા શબ્દોમાં એક ઘટાડીને, ૪ તરીકે મૂક્યા છે.

 • દશકમાં મૂકેલા તે ૪ ની સ્થાન કિંમત ૪૦ થઇ.

 • આમ, વદ્દી લીધા પછી પણ આપણે દશકમાં આવેલા ૫ (પાંચ) (જેની સ્થાનકિંમત ૫૦ થાય) તેના બે ભાગ પાડ્યા હતા. (૧)૪૦, અને (૨) ૧૦ જળવાઇ રહ્યા છે.

 • હવે, દશકના સ્થાનમાંંઆવેલા ૪ માંથી પ (પાંચ) બાદ ન થાય.

 • માટે તરત ડાબી બાજુના શતકમાં આવેલા ૪ ઉપરથી ૧૦ ઉછીના લઇ દશકના અંક ૪ની ઉપર લખ્યા – મૂક્યા.

 • શતકમાં આવેલા ૪ ચેકીને તેની ઉપર ૩ લખ્યા.

 • હવે, દશકના ૧૪ (૧૦+૪) માંથી ૫ બાદ કરી નીચે ૯ લખ્યા.

 • આપણે શતકમાં આવેલા આ ૪૦૦ ના બે ભાગ પાડીએ
  (૧) ૩૦૦, અને (ર) ૧૦૦.

 • દશકમાં જે કોઇ સંખ્યા હોય તેની સ્થાન કિંમત મેળવવા તે અંક ઉપર એક મીંડુ ચઢાવીએ છીએ.

 • (૧) ૩૦૦, અને (ર) ૧૦૦ આ બે ભાગમાંથી એક ભાગ ૧૦૦ ને દશક ઉપર વદ્દી ૧૦ તરીકે મૂક્યા.  કારણ કેેે, દશકમાં વદ્દી તરીકે આવેલા ૧૦ ની સ્થાન કિંમત મેળવવા ૧૦ ઉપર એક શૂન્ય ચઢાવીએ એટલે સ્થાનકિંમત ૧૦૦ મળે.  

 • બીજો ભાગ ૩૦૦ બાકી રહ્યો. જેને શતકમાં માં આવેલા ૪ ચેકીને, બીજા શબ્દોમાં એક ઘટાડીને, ૩ તરીકે મૂક્યા છે. 

 • શતકમાં મૂકેલા તે ૩ ની સ્થાન કિંમત ૩૦૦ થઇ.

 • આમ, શતકનો અંક ૪ હતો એટલે તેની સ્થાન કિંમત ૪૦૦ હતી.  

 • વદ્દી તરીકે ૧૦ને દશક ઉપર લઇ ગયા, તેની સ્થાન કિંમત ૧૦૦. વદ્દી લેતાં શતકના ૪ ચેકીને ૩ લખ્યા, એ ૩ ની સ્થાન કિંમત ૩૦૦.

 • આમ, વદ્દી ૧૦ ને દશકના અંક ઉપર મૂકી છે. માટે તેની સ્થાન કિંમત (જે આંકડો (૧૦) હોય તેની ઉપર એક મીંડુ ચઢાવતા) ૧૦૦ થાય.

 • એ જ રીતે વદ્દી ૧૦ ને શતકના અંક ઉપર મૂકીશું તો તેની સ્થાન કિંમત (જે આંકડો (૧૦)હોય તેની ઉપર બે મીંડા ચઢાવતા)૧૦૦૦ થાય. 

 • એ જ રીતે વદ્દી ૧૦ ને હજારના અંક ઉપર મૂકીશું તો તેની સ્થાન કિંમત (જે આંકડો (૧૦) હોય તેની ઉપર ૩ મીંડા ચઢાવતા)૧૦૦૦૦ થાય.

 • એ જ રીતે વદ્દી ૧૦ ને દશ હજારના અંક ઉપર મૂકીશું તો તેની સ્થાન કિંમત (જે આંકડો (૧૦) હોય તેની ઉપર ૪ મીંડા ચઢાવતા)૧૦૦૦૦૦ થાય.

 • એટલે હંમેશા વદ્દી ૧૦ આવે. સ્થાન કિંમત જોતાં મૂળ રકમ પણ જળવાઇ રહે છે.

 • દરેક કિસ્સામાં જે અંક ઉપરથી વદ્દી લેવામાં આવે તે અંકમાંથી એક ઓછો કરીને મૂળ અંકને ચેકીને તેની ઉપર એક ઘટાડીને અંક લખીએ.

 • ચેકીને લેખેલા જે તે અંકની સ્થાન કિંમત અને તરત જમણી બાજુના અંક ઉપર વદ્દી ૧૦ તરીકે  મૂકેલા ૧૦ ની સ્થાન કિંમત એ બેનો સરવાળો કરીએ એટલે જે તે અંકની મૂળ કિંમત જળવાઇ રહે.  

 • આ જ રીતે પછીની બાદબાકીની પ્રક્રિયા ચાલ્યા કરે છે. અને જ્યાંથી વદ્દી લેવામાં આવે તેમાં એક ઓછો કરીને તેની ઉપર લખીએ અને તરત જમણી બાજુના અંક ઉપર વદ્દી તરીકે ૧૦ મૂકીએ છીએ.

 • વિચારો….

 • બાદબાકી કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે જેણે સૌ પ્રથમ વખત વિચાર કર્યો હશે, તેની વિચારસરણીને ધન્યવાદ આપવા પડે એવી આ બાબત છે. 

Read Full Post »

Purity of Mind

Sant Soordas was a common man named Bilvamangal who lived a life of eating, drinking and making marry. A Nrityangana named Chintamani, having God alone in her mind and heart full of devotion, came into life of Bilvamangal.

Chintamani used to perform dances just for her livelihood. She sang and danced keeping only God in her mind. She expressed pure love by singing in the name of God. But Bilvamangal due to his own thinking misunderstood that Chintamani did all these in his love. Bilvamangal had become mad after Chintamani. Bilvamangal reached Chintamani’s place using a dead man as if that was a boat and climbed Chintamani’s house with the help of a dead snake as if that was a rope. Chintamani advised Bilvamangal to concentrate on God instead of herself. Chintamani guided Bilvamangal to start loving God instead of herself. “How to love God?” Bilvamangal asked Chintamani. She explained “just in the same manner you love me, you have to start loving God instead of me”.

Since it was told by Chintamani, he was touched and his heart moved. A turning point comes in his life. He tries to see God everywhere instead of lust. But Bilvamangal finds much difficult to see God. Bilvamagal, who had trained his mind by thinking just for Chintamani so far, diverted to Chintamani on and off. Incidents happened that while searching God his mind ran after lust. But Bilvamangal was sincerer and he did not leave his efforts for cultivating love for God. He continued searching God within and ultimately, this world got BHAKTA SOORDAS.

* મોહાંધ વ્યક્તિને તે પોતે સામે શું જોઇ રહ્યો છે; એનું ભાન રહેતું નથી. સાપને દોરડું સમજી લેનાર બિલ્‍વમંગલની વાત આપણે બધા જાણીએ છીએ.

* બિલ્‍વમંગલની દૃષ્ટિમાં રહેલા કામરૂપી સ્‍વાર્થને લઇને લોલુપતામાં પરિણમેલા પોતાના શરીરને અને મનને સખ્ત શિક્ષા કરવા માટે બિલ્‍વમંગલે આંખો ફોડી નાંખી હતી.

* બિલ્વમંગલે તેના મનને ઠીક કરીને આ જગતને કામરૂપી દૃષ્ટિથી ન જોવાનો નિર્ધાર કરેલો.

* પણ વર્ષો સુધી ખોટી વિચારધારાઓથી ટેવાઇ ગયેલું તેનું મન તેના આવા પવિત્ર નિર્ધારને પાર પાડવામાં સાથ આપતું ન હતુ.

* મનથી જાગી ગયેલા બિલ્વમંગલને અંતર્મુખી થઇ, આંખો બંધ કરને ઇશ્વરને જોવામાં તેના પોતાના ચર્મ ચક્ષુ અંતરાયરૂપ થતાં જણાયા હતા.

* તેથી પાપની સામે લઢી લેવાના દૃઢ નિર્ધારને લઇને છેવટે બિલ્વમંગલ હઠાગ્રહી બની ગયો અને છેવટે મન કાબુમાં ના આવતાં પોતાને શિક્ષા કરવાનો નિર્ધાર કરી નાંખ્યો.

* છેવટે, બિલ્વમંગલે ગરમ સળીયાથી પોતાના હાથે જ પોતાની આંખોને કાયમ માટે દૃષ્ટિહીન કરી નાંખી.

* દૃશ્ય જગતને સદા નીરખી નીરખીને મનને દુષતિ કરતી આંખોથી આ જગતને જોવાને બદલે કેવળ એક ઇશ્વરને જ મનમાં ધારણ કરવાની બિલ્વમંગલની અસાધારણ ભૂખે એને આવું સખત કામ કરવા માટે પ્રેર્યો.

* બિલ્વમંગલના મનમાં ઇશ્વર માટે કેવું અદ્વિતિય સ્‍થાન હશે?

* ભગવાન માટેની માત્ર અપ્રતિમ તાલાવેલી જ આવું કામ કરાવી શકે.

* અને તે તાલાવેલી કંઇ જેવી તેવી હોય નહીં !!

* જગન્નિયંતા પરમેશ્વર સિવાયનું કંઇ પણ મન સહન ન કરી શકે, એવી બિલ્વમંગલના મનની સ્થિતી થઇ હશે.

* એક વખતના લોલુપ બિલ્વમંગલ ઇશ્વરને પામવા વિહ્વળ બની જાય છે. ઇશ્વર સિવાય તેઓ કંઇ સહન જ કરી શકતા નથી. ત્યારે, આ જગતને બિલ્વમંગળમાંથી રૂપાંતરીત થયેલા ભક્ત સૂરદાસ પ્રાપ્‍ત થયા.

* બિલ્વમંગળના મનમાંથી પાપ ગયું ત્‍યારે આ જગતને સૂરદાસરૂપી પવિત્ર માનવી અને એક સાચા ભક્ત મળ્યા.

* સૂરદાસના નામે એક સાચા ભક્તરાજ એ જ વ્યક્તિ હતી કે જે, પહેલાં એક લોલુપ બિલ્વમંગળ હતો.

* અલબત્ત, જગતમાં એવી કોઇ વ્યક્તિ નહીં હોય જેણે જન્મીને કોઇ ને કોઇ ભૂલ ના કરી હોય.

* પણ તે ભૂલોની લઘુતામાં – દીનતામાં ફસાયા વિના હિંમતથી તેવી નબળી માનસિકતામાંથી બહાર આવી જઇ ઉચ્ચ જીવન જીવવાનો બિલ્વમંગળે પ્રયાસ કર્યો તો, સફળતા મળી.

* બિલ્વમંગળ લોલુપતામાં ગળાડૂબ હતા પણ જાગી જઇને સતર્કતાથી સાવધાનીથી લોલુપતામાં વપરાતી શક્તિને ઇશ્વર ખોજમાં પરાવર્તિત કરી. બસ, સહજ્ સાવધાન સ્થિતી કેળવીને.

* મનને વિવેક શીખવવાની રીતે છેઃ મનને નિષ્‍ઠાપૂર્વક પૂછવું જોઇએ કે, હે મન, તું મને ખરેખર કહે કે તું શું ઇચ્છે છે? એમ પૂછીને સત્ય જાણીને પછી ઇચ્છાશક્તિને વિવેક શીખવી શકાય.

* મનને ધીરે ધીરે વિચારપૂર્વક કેળવવામાં આવે તો, મનને ઓળખીને કાબુમાં લેવાનું શીખી શકાય.

* અને એ રીતે ઇશ્વર માટેનો સાચો પ્રેમ કેળવી શકાય.

* અલબત્ત, મન અને હૃદયમાં ભક્તિના બીજ રોપીને તેને ઉછેરવામાં ઘણી ધીરજ અને ખંત જોઇએ. ધીરજથી શ્રધ્ધા અને ભક્તિ કેળવાય જ.

* વફાદારી અને નિષ્‍ઠા જોઇએ. બિલ્વમંગળની જેમ આંખ ફોડી નાંખવાની જરૂર નથી, પણ વફાદારીથી મનને કેળવવું જોઇએ.

* સાચો અને નેક ઇરાદો હોય અને ભજન સત્સંગનો સાથ હોય તો, ઇશ્વરને પ્‍યારા બની શકાય.

* સાથે સાથે, ભગવાન પણ એટલા જ દયાળુ છે.

* સાચા હૃદયથી માત્ર ઇશ્વરને જ પ્રાધાન્‍ય આપવામાં આવે તો, ભગવાન તે માટેની ખાતરી મેળવવા આકરી કસોટીઓ જરૂર કરે.

* અને તેવી કસોટીમાં બિલ્વમંગળ જેવી સાચી નિષ્‍ઠા અને વફાદારી જણાય તો, ભગવાન પણ મક્કમ ઇરાદા અને સાચી નિષ્‍ઠા હોય ત્‍યાં અચૂકપણે તેમની દયા દર્શાવે. વફાદાર વ્યક્તિ બિલ્વમંગળની જેમ કસોટીઓમાં અચૂકપણે પાસ થાય.

* શરત છેઃ ઇશ્વર ઉપરના બિનશરતી ઉંડા અને સાચા પ્રેમની.

* પરમકૃપાળુ પરમેશ્વરની પરીક્ષામાં પાસ થતાં જ કૃપા નિધાન તેમની કૃપા અને સ્‍નેહના બધા જ દરવાજા આવા સાચા ભક્ત માટે અચૂકપણે ખુલ્લા મૂકી દે.

* નરસિંહ મહેતા જેવા ભક્તો માટે ભગવાને અનેકવાર તેમના કુબેર-ભંડારો ખુલ્લા મૂકી દીધેલા હતા.

* નરસિંહ મહેતાના મનમાં દુન્યવી આટાપાટાની કોઇ વાત જ ન હતી. તેમના મનમાં તો એક માત્ર ઇશ્વરના માધ્‍યમ થકી સર્વ માટે પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ હતો.

* દયાળુ ભગવાન રીઝે તો, આપણને ભૌતિક સુખો પણ આપે.

* અલબત્ત, સાચા ઇશ્વરના શોધકોને મન તેવા સુખોની કંઇ પરવા હોતી નથી. પણ આધ્‍યાત્મિક અને ભૌતિક એમ બધી ય રીતે ઇશ્વર પોતાના સાચા ભક્તો ઉપર કૃપા ઉતારતા હોય છે.

* આવી જ રીતે, મનની ખોટી અને અવળી સ્થિતીને લીધે પતઇના રાજાને મહાકાળી માતામાં ‘મા’ દેખાતી ન હતી.

* જગત ખરેખર જેવું હોય છે તેવું વ્‍યક્તિને ભાસતુ નથી પણ વ્યક્તિ જેવી રીતે જગતને જુએ છે; એવું જગત તેને દેખાય છે.

* પતઇના મોહાંધ રાજાને તેના મનની લોલુપતાને લીધે તેની સામે જ ઉભેલી અને જેમને તે નીરખી રહ્યો હતો તે સાક્ષાત ‘મા’ જ હતી છતાં, પતઇના રાજાને તેમાં ‘મા’ના દર્શન થતા નથી.

* પતઇના રાજાએ તેના મનમાં કામને સેવી સેવીને મનને એટલું દૂષતિ કરી નાંખ્‍યું છે કે, સામે રહેલ વ્‍હાલના દરીયારૂપી ‘મા’ માં તેને મા દેખાતી નથી. કેવી માનસિક ઋગ્ણતા? કેવી બિમાર મનોદશા?

* માટે જ મહાકાળી માતા છેવટે પતઇના રાજાના અંતરચક્ષુ ખોલી નાંખે છે.

* સ્ત્રી એ એક શક્તિ છે, સ્ત્રી એ પરાશક્તિ છે.

* ઇશ્વરે તેમના સર્જનની શક્તિને સ્ત્રી મારફત પ્રગટ કરી છે.

* પૂર્વની સંસ્કૃતિ, એટલે કે, ભારતની સંસ્કૃતિએ સ્ત્રીને પૂજનીય અને આદરણીય ગણી છે.

* જ્યારે તેથી વિરુધ્ધ, પશ્ચિમની સંસ્કૃતિએ સ્ત્રીને માનની નજરે જોવાના બદલે ઉપભોગનું સાધાન ગણ્યુ છે.

* આ અંગે કોઇ સંસ્કૃતિનો વિવાદ કરે તો પણ એનો ઇન્‍કાર થઇ શકે તેમ નથી કે, ભારતીય સંસ્કૃતિએ દેવી અને માતાના સ્‍વરુપે સ્ત્રીની પૂજા કરી છે. જ્યારે પશ્ચિમે એવું નથી કર્યુ.

* પશ્ચિમની પ્રજા એટલે કે, યુરોપ અને અમેરીકા ખંડ. યુરોપ અને અમેરીકાની ગોરી ચામડીવાળી પ્રજા. તે પ્રજા માત્ર બુધ્ધિથી વિચારે. જ્ઞાનરૂપી તલવાર વડે પશ્ચિમનું જગત બધા ભૌતિક પાસાને સ્પષ્‍ટ કરે છે. માટે જ માનવીય લાગણીઓથી તે પ્રજા ક્યારેક પર જણાય છે. તેની આગવી શૈલી છે. લાક્ષણિકતા છે.

* પશ્ચિમની આખી સંસ્કૃતિ જ ભૌતિક સંસ્‍કૃતિ છે. એ તેમની લાક્ષણિકતા છે.

* જગતની કોઇ પ્રજાને આપણે ઉતરતી ન ગણવી. તેમની લાક્ષણિકણાને આપણે નકારાત્‍મક રીતે ન જોવી જોઇએ.

* અલબત્ત, અમુક બાબતમાં આપણા દેશમાં, આપણી સંસ્કૃતિમાં કેવું હોય છે; અને એ જ બાબતમાં બીજી સંસ્‍કૃતિમાં કે બીજા દેશોમાં કેવું હોય છે; તેની વિચારણા થઇ શકે.

* અને જે જે તફાવત દેખાય તે અલગ અલગ સંસ્‍કૃતિની લાક્ષણિકતાઓ માત્ર છે. વિવિધતાન સર્જક ઇશ્વરે જ એમ થવા દીધુ છે, એમ જ ગણવું. બંને સંસ્‍કૃતિઓની બધી બાબતોમાંથી માત્ર કોઇ એકાદ કે, મર્યાદીત બાબતને લઇને બંને સંસ્કૃતિ વચ્ચે સરખામણી કરીને એકને ચઢીયાતી અને બીજાને ઉતરતી ગણવી જોઇએ નહી.

* પરંતુ જે તે સંસ્‍કૃતિમાંના દોષ પ્રત્‍યે તે પ્રજા કેવા અને કયા કયા ફેરફાર કરી શકે, તેની વિચારણા કરવા માટે માર્ગદર્શનાત્‍મક સિધ્ધાંત તરીકે બીજી સંસ્કૃતિને વિચારી શકાય.

* સુધારણા માટેની આ એક જ પ્રક્રિયા હોઇ શકે. દરેક ચીજ-વસ્‍તુ પોત-પોતાના સ્‍થાને બરાબર જ ગણવી રહી. કારણ કે, ઇશ્વરે તેવી ઘટના ઘટવા દીધી છે. માટે તે જ સત્‍ય છે. હવે તેમાં આગળ વધીને માનવીએ પોતાની ઇચ્છાશક્તિ અને વિવેકશક્તિને કામે લગાડીને સુધારો કરવો જોઇએ. જે પ્રજા નિષ્‍ઠાપૂર્વક સુધારો કરી લે, તે આગળ વધી જાય છે.

* ભારતની સંસ્કૃતિ સંસ્કારનું સીંચન કરે છે કે, પુરુષ જ્યારે સ્ત્રીને જુએ ત્‍યારે તેનામાં માતા અને ભગિનીનુ દર્શન અને ભાવ થવા જોઇએ. એ જ રીતે સ્ત્રી પુરુષને જુએ ત્‍યારે ભ્રાતા અને પિતાનું દર્શન થવું જોઇએ.

* મન આ રીતે કેળવાય તો, લોલુપતાને અવકાશ રહે નહીં.

* મનની દૃષ્ટિથી આ જગતને મલીનતા અને મોહરૂપી સ્‍વાર્થ વગર જગતને જોવામાં આવતાં જગત એકસરખું લાગે. ભેદભાવ વિનાનું લાગે. મન હલકુ થઇ જાય. હૃદયતલમાંથી ઉભરીને બહાર આવતો અને કદી પણ ન ખૂટવાવાળો આનંદ પણ કદાચ સ્‍ફૂરવા માંડે.

— પી. યુ. ઠક્કર

મનને કેવી રીતે કેળવી શકાય ??

એ શક્ય છે ?

ભજન : મોટા સમૂહમાં ય થઇ શકે અને એકલા બેસીને ય થાય.

એકલા બેસીને તે માટેની ઇચ્‍છા કરીને ઇશ્વર પ્રેમમાં મસ્ત થઇ જનારા કેટલા?

ભજન એટલેઃ સમૂહમાં બેસી ગયા. કોઇ ગંભીર કે જટીલ ચર્ચા વિચારણા નહીં. ચાલવાનું આવ્યું તો, ચાલવા માંડ્યા અને, તરવાનું આવ્યું તો તરવા માંડ્યા !!

ભજન એટલેઃ મનરૂપી ચરખો ચાલ્યા કરે ‘ને ભજનના સૂતરે સ્મૃતિરૂપી કાપડ વણાયા કરે – ઇશ્વર પ્રત્યેનો સ્નેહ એ કાપડ ઉપર કોતરીને ઉપસાવવા માટે.

Read Full Post »

એ તો આશાનો જ તંતુ છે જે, આપણને આવતીકાલના ઉજળા ભવિષ્‍ય માટે જીવનમાં રસ પડવા દે છે. આપણામાં કોઇ આશા જીવતી ના હોય તો કલ્પના તો કરી જુઓ કે શું થાય? એવી કલ્પના માત્રથી જ ધ્રુજી જવાય !!. આપણે ભગવવાનનો આભાર માનવો જોઇએ કે, આપણને પરમકૃપાળુ ભગવાને વિચારવાની શક્તિ આપી છે. ક્યાંકથી કોઇક ની પાસેથી આપણને સારા સમાચાર મળશે, કોઇક સારા માણસો મળશે જ. આમ, આપણાં રખડતાં ભટકતાં વિચારોમાં ક્યાંક ને ક્યાંક તો પાછો પેલો આશાનો તંતુ તો છૂપાયેલો હોય જ છે; જે જીવનને જકડી અને સાંકળી રાખે છે. આશા ગુમાવી ન દેવા માટેની શક્તિ આપણામાં છે જ; જે બદલ આપણે ઇશ્વરના આભારી જ છીએ. ગમે તેવા સંજોગો કેમ ના હોય, નવેસરથી શરૂઆત થઇ જ શકે. ભલે ને પછી તે ધંધાકીય વર્તુળ હોય, નોકરીનું સ્થળ હોય, સગા-વ્હાલાનો અને જ્ઞાતિજનોનો સમૂહ હોય, અડોશ-પડોશ હોય કે પછી અંગત મિત્રો હોય.

એક આધ્યાત્મિક લેખક Neale Donald Walsch કહે છે,

“It is not God’s function to create and uncreate circumstances in your life. God created you, in the image and likeness of God. You created the rest.”

‘‘આપણા જીવનમાં સંજોગોનું સર્જન કરવું અને સંજોગોને દૂર કરવા, તે ઇશ્વરનું કાર્ય નથી. ઇશ્વરે તો માત્ર આપણને સર્જ્યા છે; તેમની પોતાની પ્રતિકૃતિરૂપે અને ઘણાં ઇશ્વરીય ગુણો સાથે; ઇશ્વરની પોતાની જેમ જ !! બાકીનું બધું તો આપણે પોતે જ સર્જન કરેલું છે.’’

તેથી ગમે તે કારણોસર નિરાશા અને નકારાત્મકતામાં ફસાઇ ગયા હોઇએ તો, ચોક્કસપણે હકારાત્મકતા અને સારા કૃત્યો દ્વારા તેના ઉપર વિજય પ્રાપ્‍ત કરી જ શકાય, નવેસરથી શરૂઆત કરીને. નવેસરથી શરૂઆત કરવામાં કદી પણ મોંડુ નથી હોતુ. જાગ્યા ત્યાંથી સવાર.

આવો, નવી શુભેચ્છાઓ, આપણે આપણને પોતાને જ અર્પણ કરીએ… હે પ્રભુ, અમને સમગ્ર વિશ્વમાંથી સારા વિચારો પ્રાપ્‍ત થાઓ. અમને નવી આશા અને નવી ચેતના પ્રદાન કરો.

સુબહ હિન્‍દી ફિલ્મના એક ગીતના શબ્‍દો…


નામ ના જાને, કામ ના જાને,

જાને ન સેવા પુજા,

જાને બસ ઇતના, અજાન હમ,

એક નામ, નહીં દુજા,

નહીં દુજા, તુમ આશા વિશ્વાસ હમારે,

એટલી જ ખબર છે કે, અમે અજાણ અને અજ્ઞાની છીએ. કેટલી સરળતા ! ‘અમે બધુ જ જાણીએ છીએ’ – નો કોઇ દંભ નહીં. પ્રભાવ પાડવાનો કોઇ પ્રયત્‍ન નહી. નરી નમ્રતા. નામ કે કામની કોઇ જ ખબર નથી. સેવા પૂજા શું છે તેની પણ ખબર નથી. માત્ર એક જ ખબર છે, બસ હરીનામ. બીજુ કંઇ જ નહીં. જ્યારે હરીનામ જ લેવાતું હોય તો, મન વિચારોની જાદુઇ કાપડરૂપી ગૂંથણી કરે જ નહીં. કોઇ પ્રપંચ કે કાવાદાવા પણ નહીં. જાને તો બસ ઇતના, અજાન હમ, એક નામ નહીં દૂજા.

તુમ ધરતી, આકાશ હમારે,

તુમ ધરતી, આકાશ હમારે રામા..

તુમ આશા વિશ્વાસ હમારે

હે પ્રભુ, અમે ગ્રાઉન્‍ડ રીયાલીટીમાં રહીએ કે, આકાશમાં ઉંચે ઉડીએ, પણ હે પ્રભુ, અમારા માટે ધરતી અને આકાશ એ બંને આપ જ છો. જ્યારે પ્રભુ જ સર્વસ્વ હોય તો, માનવી હવાઇ કિલ્લા બાંધીને પછી પડવા માટે ઉંચે આકાશમાં ચઢે જ શી રીતે ? હે પ્રભુ અમારા માટે તો આપ જ સર્વસ્વ છો.

ભાત ભાત તુમ, બંધુ ભ્રાત હો..

દિવસ રાત્રી, સંધ્‍યા પ્રકાશ હો.

દીપક, સૂર્ય, ચંદ્ર, તારકમેં રામા

તુમ હી જ્યોતિ, પ્રકાશ હમારે રામા

તુમ આશા વિશ્વાસ હમારે

હે પ્રભુ, તમે જ અમારા માટે રાત્રિ, સંધ્યા, પ્રકાશ બધુ છો. પ્રજ્વલિત જ્યોતમાં, સૂર્યમાં, ચંદ્રમાની શીતળ ચાંદનીમાં, અને ટીમ ટીમ થતાં તારાઓમાં વ્યાપક હે પ્રકાશ તત્વ પ્રભુ, એ આપ જ છો. હે પ્રભુ, આપ ભાત ભાતના અને જાત જાતનો લાગો છો. અમારા ભાઇ સમાન હૂંફ અને રક્ષણ આપનાર પણ આપ જ છો.

સાઁસોમેં તૂમ આતે જાતે,

એક તૂમ હી સે હૈ સબ નાતે,

જીવનવનકે હર પતઝડમેં…રામા

એક હી તૂમ્હી, મધુમાસ હમારે રામા

તુમ આશા વિશ્વાસ હમારે

હે પ્રભુ, જીવનમાં એક માત્ર તમારો જ નાતો છે. શ્વાસ-ઉચ્‍છવાસમાં અવર-જવર કરતો પ્રાણ પણ પ્રભુ આપ જ છો. જીવનના કપરા સમયમાં હે પ્રભુ આપ જ એક અમારા ઉધ્‍ધારક છો જે અમને મધુમાસ સમાન લાગો છો.

તૂમ હી સબમેં, હૈ તૂમમેં સબ…

તૂમ હી સબ હો, હો તૂમ હી રબ

અશ્રુ હમારી, આંખોમેં તૂમ… રામા

તૂમ હોઠો પર, આશ હમારી રામા

તૂમ આશા વિશ્વાસ હમારે (ર)

રામા હમારે, દાતા હમારે…

તૂમ આશા, વિશ્વાસ હમારે

અમારી આંખોમાં આંસુ હોય ત્‍યારે પણ અમારા હોઠ ઉપર આશારૂપી તમારૂ જ ગાન હશે. કારણ કે, આ સમગ્ર જગત આપનામાં જ સમાવિષ્‍ટ છે. અરે આ જગત અને સઘળુ હે પ્રભુ, આપ જ છો. હે પ્રભુ, અમારી આશા અને વિશ્વાસ આપ જ છો. અમને એવી પાકી આશા છે કે, હે પ્રભુ જે કંઇ બને છે તે આપની ઇચ્છા મુજબ જ થાય છે.

કૃષ્‍ણ નામક તત્વનો જય હો.

— પી. યુ. ઠક્કર

Read Full Post »