Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘કવિતા’ Category

દવાની આડ અસર

 


દવાની આડ અસર

તન્હાઇના માહલોમાં ઉઠેલા દર્દને લીધે 
ભલે હો, ‘‘ નટવર’’ નેે હાથેે જામ,  

તન્હાઇના ડૉક્ટર પાસે માંગી લીધી હતી,
સોનેરી સ્વપ્નાના ભીડ માટેની જ દવા,

દવાના ડોઝ ઉતારતો રહ્યો ઉરના ઉંડાણમાં,
ઉમ્મીદ સેવીને, વાહ, દર્દે દિલનો નિકાલ થયો !!

પણ, અસર એક એવી થઇ, તન્હાઇની તલબ લાગી,
તન્હાઇની ભીડોમાં, ના કોઇ બોઝ, ના કોઇ પરવા !!

બસ, ઉરમાં ઉતરેલી દવા, અસર નિખારતી રહી,
ક્યારેક ગઝલ તો, ક્યારેક નઝમ, છાંદસ અને અછાંદસ !!

દર્દે દિલની દવાની અસરો એવી તો ઉભરી રહી,
મરીઝની પથારી, બસ પથારી જ રહી, બસ, એક દર્દભરી !!

સાલ્લી ક્યાં પ્રસરી હોત !! આ શબ્દોના નશાની અસર ?
હેં ? જો હકીમ સાચ્ચો મળી ગયો હોત મરીઝ ‘‘નટવર’’ ને !!

દવાના ડોઝની કંઇક અસરોના ઉંડાણમાંથી ઉભરતા
આ શબ્દો, અને સાકી, આ લહેજામાંથી ઉઠતી, આહ, આ મઝા !!

હવે મિત્રો કહે સાકી, ..યાર ! ‘નટવર’ શું લબ્ઝ છે !
ભલેને આડ અસર હોય દર્દે દિલની દવાની!

દોષ એમાં ક્યાં ફકત હકીમનો કે દવાનો ?
સાલ્લુ આ દિલની ‘‘મેક’’  જ એવી કે, બસ, દર્દ જ ઉઠે,

ને, ઘરબાયેલા ઉંડાણમાંંથી રહી રહીને દર્દ સ્ફૂરે,
ને, શબદ બની બહાર ઝરે… મિત્રો નટવરની કવિતા કહે..

– પી. યુ. ઠક્કર

આ રચના થવા પાછળની ભૂમિકા…

નટવરભાઇ મહેતા, કલમના કસબી અને મારા પ્રિય કવિ મિત્રની નીચેની

એક રચના વાંચવામાં આવી..

મેં હજુ એટલું ય નથી પીધું ઓ સાકી;
કે સરવાળાને બદલે કરું હું બાદબાકી.

ખાલી જામ મારો એમ જ છલકાય જશે;
જોતી જો રહે સાકી,તું એને તાકી તાકી.

તન્હાઈની આ કેવી આ કેદ મળી મને?
લાખ લાખ લોકમાં રહું હું સાવ એકાકી.

એકલતાનો રંગ એવો લાગ્યો સાયબા;
રંગીન રાતે મને સપના આવે છે ખાકી.

ક્યાં સુધી લખતો રહીશ તારી યાદમાં?
જે લખવાનું છે એ તો હજુ રહ્યું છે બાકી.

નીકળી પડ્યો છું ઇશ્કની મંજિલ તરફ;
રાહ-એ-ઇશ્કમાં ભલે આવે ભારે હાલાકી.

ન કર શક સનમ તું ય નટવર પર હવે;
એની આ જનમોજનમની પ્રીત છે પાકી.

‪- નટવર મહેતા


  વાંચવાથી વિચારધારા કંઇક આમ ચાલી

 • મિત્રો, કહેવાય છે કે, વાંસળીમાંથી સૂર નીકળે છે, કારણ કે, એ વાંસળી વીંધાયેલી હોય છે.

 • તબલામાંથી બોલ નીકળે છે, કારણ કે, તેના પરનું ચામડુ પ્રક્રિયા બાદ, તબલા પર સ્થાન પામ્યુ હોય છે.

 • નટવરભાઇના જીગરમાંથી શબ્દો નીકળીને કવિતારૂપે ગોઠવાઇ જાય છે.

આ શબ્દો કેવા સરસ !!

‘‘..સાકી જોયા કરે તો, જામ એમ જ છલકાઇ જાય…

તન્હાઇની કેદ કેવી ?
તો, લાખો લોકો વચ્ચે પણ એકલતા

રંગીન રાત હોય પણ સપના તો ખાકીના આવે…’’

વગેરે વગેરે…

 • મિત્ર, નટવરભાઇની કવિતા વાંચતા વાંચતા, મને ય સમજાવા માંડે છે, દશા એમની,

 • ભાઇ, કહેવાય છે ને કે, પરણ્યા ન હોઇએ, પણ કોઇકની જાનમાં તો ગયા હોઇયે ને?

ચાલે છે, વિચારોની યાત્રા – અને – સ્ફૂરે છે શબ્દો ,

 • નટવરભાઇની એવી દશામાં તો, પીવાઇ ગયું ‘‘નટવર’’ થી …જાણે કે, એ દવા હતી કોઇક દર્દની …

 • શ્રી નટવરભાઇની કવિતાના પ્રતિભાવ સ્વરૂપે વ્યક્ત થયેલો ભાવ..

Advertisements

Read Full Post »

ખુવારીની ખુમારી

 • એક અતિધનાઢય માણસ હતો- મિલિયોનરમાં તેની ગણતરી થતી..

 • તે લાસવેગાસ ગયો..જુગાર રમવા..

 • તેની બધી જ સંપત્તિ તેણે દાવ પર લાગવી દીધી-

 • જો એ હારી જાય તો, કડકો બાલુસ થઇ જાય,

 • અને જીતી જાય તો, તેની સંપત્તિ બે ગણી થઇ જાય.

 • એનો દાવ ખુલે ‘ને પરીણામ આવવાનું હતું ..

 • એનો દાવ ઓપન કરવા પત્તા એણે જ ખોલવાના હતા !!

 • ખોલતા પહેલાં થોડો વિચાર કર્યો..એકાદ મિનિટ વિચાર કરતો બેસી રહ્યો..

 • સ્વસ્થ થઇ ગયો અને દાવ ઓપન કર્યો..

 • તો, તે હારી ગયો હતો .. !!!

 • પછી તે બે – એક મિનિટ શૂન્યમનસ્ક થઇ ગયો..!!

 • પછી ઉભો થયો.. અને ચહેરા પર સ્મિત સાથે ચાલવા માંડયો.

 • બીજા દિવસે પ્રેસ રીપોર્ટરોએ તેના ઘેર જઇને તેનો ઇન્ટર્વ્યુ લીધો.. ત્યારે પણ તે સ્વસ્થ હતો.

 • પ્રેસ રીપોર્ટરોએ તેને પુછ્યુઃ-

 • ‘‘દાવ ઓપન કર્યા પછી તમને કેવા વિચાર આવ્યા હતા ? અને આજે પણ તમે તદ્દન સ્વસ્થ છો !! હારી જવાનો રંજ તમને નથી થતો ? તમે તમારી અબજોની બધી જ સંપત્તિ ગુમાવી દીધી છે..તમે એક જ ક્ષણમાં સાવ ખુવાર થઇ ગયા … તમે કેવી રીતે સ્વસ્થ રહી શક્યા છો ?…બીજો હોય તો ગાંડો થઇ જાય… હારી ગયા પછી તમને કેવા વિચારો આવ્યા હતા…? ’’

 • જવાબ આપ્યોઃ- ‘‘કે હારી ગયા પછી, બે – એક મિનીટ હું મૌન થઇ ગયો હતો અને એ ક્ષણોમાં મને જીવનનું નક્કર સત્ય હાથ લાગ્યું, તે જ ક્ષણે ગજબની સમજણ શક્તિનો અહેસાસ મને થયો.’’

 • ‘‘અમને તેના વિષે કહેશો ?’’ પ્રેસ રીપોર્ટરોએ કહ્યું.

 • ‘‘સાચુ વર્તમાન તો અત્યારની જે પળ છે તે જ છે. તે જ સત્ય છે. જે ગયું છે તે ભૂતકાળ છે..વીતી ગયેલું છે. અને જે આવવાનું છે તે ભવિષ્ય પણ કાલ્પનિક છે..

 • એક રીતે તો ભવિષ્યકાળ જેટલું કાલ્પનિક છે, તેટલું જ કાલ્પનિક ભૂતકાળ પણ છે. ભવિષ્યકાળમાં કલ્પનાઓની શક્યતાઓ અ-માપ છે, અને

 • ભૂતકાળની કલ્પનાઓ માત્ર એક અને એક જ છે જે મર્યાદિત છે, છતાં ય સ્વાર્થી મન ભૂતકાળની હકીકતને જુદી જુદી ફૂટપટ્ટીથી માપી પૃથ્થકરણ કરે કે, આમ થયું હોત તો આમ થયું હોત.. નહીં તો આમ તો થયું જ હોત..બસ, એક જ વાત નડી ગઇ..ભૂતકાળ પણ કાલ્પનાઓના ગગનમાં લઇ જાય છે..આમ તે પણ ભ્રમમાં જ પરીણમે છે.

 • ભૂતકાળ અને ભવિષ્યકાળ બંને કાલ્પનિક જ છે – ભ્રમ છે. તે અસ્તિત્વ ધરાવતા નથી. બસ, સત્ય છે, તો કેવળ આ જ એક પળ !!’’ સત્ય કેવળ વર્તમાન જ છે. જે પળ અત્યારે જ છે..

 • ‘‘સત્ય તો આ વર્તમાનની પળ જ છે. અને આ પળ જતી રહે, પછી તે પણ ભૂતકાળ બની જાય છે જે સત્ય નથી. વર્તમાન કે જે સત્ય છે.

 • વર્તમાનની આ પળોમાં ફરી પાછી ભૂતકાળની પળોને શા માટે જીવવી અને પુનરાવર્તન કરવું ? ભૂત-ભવિષ્ય સાથે બાબતોને સાંકળીને નાહકનો દુઃખી શા માટે થઉં..

 • એ દુઃખ પણ કાલ્પનિક જ છે. દુઃખનો અહેસાસ એ ભ્રમ માત્ર છે. શા માટે હું ભ્રમમાં જીવું ?

 • બસ, આ સત્યનો મને બોધ હારી ગયો એ પછીની ક્ષણોમાં મને થઇ ગયો હતો..જે ગયું તે ગયું તેની પાછળ રડવાનો કોઇ અર્થ નથી… સંપત્તિ ગુમાવ્યા પછી મુડ ના ગુમાવવો, (અંડરલાઇન ઉપર ભાર મુકવામાં આવે)એ મહત્વનું છે…’’

 • બસ, મોજમાં જ રહેવું..

 • તે પછી વિચાર આવ્યોકે, તે માણસે બે મિનિટમાં કેવું કેવું વિચારી નાંખ્યુ? કલ્પનાના ગગનોમાં વિહાર કરી આવ્યો, જુગાર પણ રમી લીધુ અને હારી પણ ગયો..

 • બસ, બીજુ શું, વિચારોની યાત્રા – સ્વરૂપ શબ્દોનું

 • ને એક રચના થઇખુવારીની ખુમારી

ખુવારીની ખુમારી

લૂંટાઇ ગયો, તો ય કમાઇ ગયો,

એક ભાર ઝળુંબતો હતો,
હૃદયેથી હઠી ગયો,
ને, હૃદય હળવું ફૂલ થઇ ગયું !!

પરવા કોને હવે, અમીરોની ગરીબીની ?

માલામાલ થઇ ગયો– હું તો બે હિસાબ થઇ ગયો !!

તિમિર ને ઓજસ એક થઇ ગયાં,
ગણતરીના કાટલા બદલાઇ ગયાં !!
આઝાદ, આ દિલ ‘ને દિમાગ,

હું બે ફીકર થઇ ગયો– કોઇ ભાર જ ના રહ્યો !!
હું અમીર થઇ ગયો, દિલની અમીરીથી !!
પરવા કોને હવે, ખિસ્સામાં કોઇ ભાર જ ના રહ્યો !!

સ્વસ્થ હતો, સ્વસ્થ છુ – મારી ખુમારીથી !!

ગઇ ગુજરી પળ, એક ખ્યાલ માત્ર,

ભવિષ્યની કલ્પનાઓ પણ કપોળકલ્પિત,

સત્ય તો બસ આ એક જ પળ..
ન ભૂત ના ભવિષ્ય,
બસ સત્ ચિત અને આનંદની આ દરેક પળ

— પી. યુ. ઠક્કર

Read Full Post »

P U Thakkar

માંગ્યો ન્હોતો ઘુઘવતો સાગર, પરવા એની ક્યાં છે ?

પરવા બસ, એ જ શા માટે યાદોનું ધણ સમરાંગણ બને ? 

ચાહી ન્હોતી નવલકથા રોમાંચક, પરવા એની ક્યાં છે ?

પરવા બસ, એ જ શા માટે, દઝાડતા શબ્દ કવિતા બને ?

માંગ્યો ન્હોતો ઉગતા સૂર્યનો પ્રકાશ, પરવા એની ક્યાં છે ?

પરવા બસ, એ જ શા માટે, ચારેકોર ઘેરાતું તિમિર બને ?

માંગી ન્હોતી મોભાદાર સંબધોની ભીડ, પરવા એની ક્યાં છે ?

પરવા બસ, એ શા માટે, કોરી આંખના કોતરો એકલતા બને ?

માંગી ન્હોતી રોમાંચક ક્ષણોની યાદો, પરવા એની ક્યાં છે ?

પરવા બસ, એ શા માટે, ઝૂરતી યાદોમાં દિલ બેચેન બને ?

માંગ્યો ન્હોતો આયનો જોવા મુજને, પરવા એની ક્યાં છે ?

પરવા બસ, એ જ શા માટે, પ્રવીણ દર્પણમાં ઓઝલ બને ?

માંગી હંમેશ સ્વમાનની ભાવના, પરવા એની અલબત્ત રહી.,

પરવા બસ, એ જ હવે, માણસ ચડિયાતો, પ્રેમમાં હારી ગયો,

દુનિયા સ્વાર્થનો જ જમેલો, પામવા એક નાદાન, જાગી ગયો.

-પી. યુ. ઠક્કર

 

Read Full Post »

શા માટે

Why
નથી કોઇ રણ કે સમરાંગણ,

શા માટે દોડવું, ઉઘાડા પગે કાંટાળા વનમાં?

નથી કોઇ યાચના કે પ્રાર્થના,
શા માટે સ્તુતી કરૂ, જાપ જપવા એ નામોના?

નથી કોઇ ચણવા મહેલ કે મંદર,
શા માટે પથ્થરો ફોડુ, નક્કર કે ખોખલા?

નથી કોઇ રચવા ચલચિત્ર કે નાટક,
શા માટે શબ્દચિત્રો ગાઢા ઉપસે આ મનસપટલમાં?

નથી કોઇ ઉકેલાવાની આ ગૂંચો ને ગાંઠો,
શા માટે મથામણ કરવી, એ ચાદરને સૂતર કરવા?

નથી કોઇ ઉકેલાવાના પાઘડીના આંટા કે પાટા,
શા માટે ઉધામા કરવા, કોઇને સંડોવવા ને મૂંઝવવા?

નથી કોઇ છૂપાવાના ચહેરા પરના કોઢ ને ડાઘા,
શા માટે ઢાંકવા કાંડાના કોઢ પહેરણની બાંયથી છૂપાવવા?

નથી કોઇ રૂઝાવાના ભીતરના દૂઝતા ડામ અને ઘા,
શા માટે કળાવા દેવી દુનિયાને, મળેલી અંતરની આ વેદના?

નથી મટી જવાના પોતાના અંતના સ્નેહના સગા,
શા માટે દુભવવા પોતાનાને,
બસ, ઝેર ના ઓકવું, ભલે પડી જાય કાળુ ગળુ..

શા માટે ? 

– પી. યુ. ઠક્કર

Read Full Post »

ન્યાય-અન્યાય…

કંઇક ઘટનાઓ, બનાવો, ઉઠે છે રમસ્તાન થઇ,

રમમાણ કરે છે, કંઇક શક્તિઓ, કો હેતુ લઇ,

 

છૂટકો થતો નથી બરબાદ થયા વિના કંઇક આજીજીઓ છતાં,

ચૂંથાય છે ભયથી થરથર કાંપી, ક્રૂરતાપૂર્વક કંઇક નિર્ભયા

 

કથિત સાધુને સંસાર લલચાવે, ને સાધુ અબળાને ફસાવે,
ખુલ્લા પડતા કંઇક હોંકારા ને દેકારા બસ, ડરાવવાના,

 

શું, સૂર-અસૂરનું આ યુધ્ધ ચાલ્યા જ કરશે ?

શું, દુનિયા ‘એણે’ એવી જ બનાવી છે ?

ન્યાયની મોનોપોલીનો મનસૂબો તો,

બસ ‘એણે’ જ ઘડેલો છે ને, એના મનમાં ?

 

બધા મનોનો સરવાળો,બસ, એ જ ‘એ’નું મન !!

ન્યાય તો એ જ તોળે છે, આ ન્યાયે,

યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત..

– પી. યુ. ઠક્કર.

Read Full Post »

ચિલિકા…શ્રી ભોળાભાઇ પટેલ રચિત પ્રવાસ વર્ણનોના નિબંધની પુસ્તિકા  વિદિશાનું એક પ્રકરણ છે.. એ પ્રકરણમાં ઓરિસ્સાના ચિલિકાસરોવારને કેન્દ્રમાં રાખીને વર્ણન છે.. 

ચિલિકા સરોવર વિષે ઉડીયા કવિ શ્રી રાધાનાથ રાય અને બંગાળી કવિશ્રી બુધ્ધદેવ બસુ ની પંક્તિઓ પણ શ્રી ભોળાભાઇએ સમાવિષ્ઠ કરી છે.

        શ્રી ભોળાભાઇ પટેલ લિખિત ‘ચિલિકા’ વાંચીને અને અવલોકીને (વાંચતા વાંચતા જ ચિલિકા દેખાવા માંડે) કંઇક આવું સમજાયું. શ્રી ભોળાભાઇ પટેલ, લેખકશ્રીના શબ્દો માત્ર વાંચવાના નથી – વાંચીને, અવલોકીને, વાગોળીને એને માણવાના હોય છે!! લેખકશ્રી કહે છે…તે નીચે મારા શબ્દોમાં રજુ કરુ છે.

        કવિતા વાંચીએ કે અન્ય કોઇ કલાને નીરખીએ  તો તેનું જે વિષયવસ્તુ હોય, તે આપણી કલ્પનાનું પણ વિષય વસ્તુ બને. અને પછી જ્યારે એ કલ્પના વાળી જ બાબત આપણી આંખોથી પ્રત્યક્ષ જોવાનું બને ત્યારે કલ્પનાની આંખો વડે જોવાયેલું હોય એનાથી કંઇક જુદા જ પ્રકારની સૌંદર્યાનુભૂતિ થાય. 

        બીજા શબ્દોમાં, શબ્દોના માધ્યમથી મનોભૂમિની પૃષ્ઠભૂમિ પર જે કલ્પના સ્ફૂરીત કે અંકીત થઇ હોય તેને પ્રત્યક્ષ નજરે જોતાં કંઇક જુદી જ સૌંદર્યાનુભૂતિ થવાની.

        તેમ છતાં પણ કલ્પના જગતનો જે આસ્વાદ હોય તે કલાગત અને અનન્ય હોવાનો. એવો પૂર્વાખ્યાલ ભલેને પ્રત્યક્ષદર્શનની પ્રથમ અનુભૂતિ વખતે થતાં રોમાંચથી સભર ના પણ હોય, તો ય, કલ્પનાગત ખ્યાલ ભાવના સમન્વિત હોવાથી અનેરો બની રહે છે. – ભોળાભાઇ ચિલિકાના વર્ણન પહેલાં આવી વાત રજુ કરે છે.

        ટૂંકમાં, શબ્દો જ્યારે ભાવ જગતને ઝંકૃત કરી જાય તો, કલ્પનાઓના ગગનોમાં પણ એક ભાવના સમન્વિત હોવાથી સૌંદર્યાનુભૂતિ સાકાર થઇને અનુભૂત થઇ શકે.. !! ?? એ માટે તો ભોળાભાઇ લિખિત ‘ચિલિકા’ને વાંચીને, અવલોકીને, વાગોળીને એને માણવું પડે.

        મૂળ વાત તો એટલી જ છે કે, પ્રત્યક્ષ નજરે જોયા પછી તો છેવટે મનોભૂમિની પૃષ્ઠભૂમિ પર તે દર્શનની છાપ જ અંકીત રહેવાની ને ? અને પછી જ્યારે એની વાત કરીએ તો, એ શબ્દોથી પણ સજીવન થાય.. એ જ રીતે જો પહેલાં શબ્દોથી નિહાળીએ અને અવલોકીએ તો પછી પ્રત્યક્ષનું શું મહત્વ છે…?

કલ્પના દ્વારા પણ ચિલિકા જોઇ અને માણી શકાય છે… 

ચિલિકા, ઓ ચિલિકા !

કવિશ્રી રઘુરાયની સતત સાહચર્યપૂર્ણ સખી, ચિલિકા !!

નીલ વર્ણ સુંદર મનોહર સોહાય,

સુપ્રભાતે ને સમી સાંજે,

 અપ્રતિમ સૌંદર્યથી તારા,

કો વિધ વિધ રંગો સમ વર્ષા વિખેરાય,

ઉંચા-નીચા પહાડોની મધ્યે,

તરુવરના ઝુંડોથી આચ્છાદિત,

જડત્વમાં પણ એક ચૈતન્ય પ્રસરે !!

આભૂષણોની રમણીયતા ને શોભાનો ભંડાર,

મનોહર મનરંજક ઝાંખી તારી !

માનવસહ પશુ પંખીને ય ચાહત તારી,

હંસ વિહંગોને ય તું સેવ્યમાન, ઓ ચિલિકા,

ગાઢ રાગાનુભુતિપૂર્ણ તારુ અપ્રતિમ સૌંદર્ય તારુ,

મનોહર ને એક કલાગત આસ્વાદ,

ભાવપૂર્ણ દર્શન તારુ, અનન્ય ને અનેરું,

કવિશ્રી ભોળાભાઇ પટેલને મન દર્શન તારુ

– પંચેન્દ્રિયોની ઇન્દ્રિયાતીત આહલાદ્ક અનુભૂતિ !!

ઓ ચિલિકા ! મનમાં એક આશ ઝૂરે,

તડપન જાગે, પામવા એ આસ્વાદ,

આહલાદ્ક આંખોની એવી કોઇ તૃપ્તિ કાજે,

નીલવર્ણ જળરાશિથી છલોછલ ઓ સરોવર… ચિલિકા !!

-પી. યુ. ઠક્કર

Read Full Post »

સુઃખ અને દુઃખના બે પૈડા ઉપર ચાલતી ગાડી એટલે જીવન. નિરાશામાં ના ઘેરાવા માટે દુઃખોનો સામનો કરવા જેટલી બહાદુરી દાખવવી પડતી હોય છે. છતાં કેટલીકવાર નિરાશાઓ ઘેરી વળતી હોય છે. અંગત-અંગત દુઃખો ઉભરી આવતા હોય છે. ‘અંગત-અંગત’ ટાઇટલ હેઠળ એક રચના અગાઉ પોસ્ટ કરી. પછી વાંચી. તેમાં અંગત-અંગત દુઃખથી દુઃખી થઇ જવાની વાત લાગી.  અને એક વિચાર સ્ફૂર્યોઃ- અંગત-અંગત દુઃખો શા માટે? જીવનમાં ઘણીવાર  ઇશ્વરીય સહાય મળી જતી હોય છે. ઇશ્વરની કૃપા હરપળ અને હરએક પરિસ્થિતિમાં વરસતી હોય છે – એવું સમજવાનો બોધ ઘણી વાર વાંચવા-સાંભળવા મળતો હોય છે. દુઃખો શા માટે સહેવા? દુઃખ હોવું અને તેને અનુભવવું,  એ બે એક જ હોય કે, અલગ અલગ ? દુઃખ અનુભવાતું હોય ત્યારે પણ ક્યાંક ક્યાંક અગમ્ય ચેતનાનો ઝબકાર જાગી જતો હોય છે !! પછી લાગતું પણ હોય છે કે, નિરાશ થવાની જરૂર નથી હોતી..અંગત-અંગત દુઃખોના બદલે દુઃખો સહન કરવાનો ઇન્કાર કરવો એ જ સુખ છે ? આવા વિચારોની યાત્રા – સ્વરૂપ શબ્દોનું. આશા અંગત-અંગ.. 

શ્રી પરમહંસ યોગાનંદજીનું એક ક્વોટેશનઃ- 

Practicing the Presence of God

When your mind wanders in the maze of myriad worldly thoughts, patiently lead it back to remembrance of the indwelling Lord. In time you will find Him ever with your–a God who talks with you in your own language, a God whose face peeps at you from every flower and shrub and blade of grass. Then you shall say: “I am free! I am clothed in the gossamer of Spirit; I fly from earth to heaven on wings of light.” And what joy will consume your being!
–Paramahansa Yogananda, “Sayings of Paramahansa
Yogananda”

ઇશ્વરની ઉપસ્થિતીનો અનુભવ
જીવનની ભૂલભૂલામણીના હજારો વિચારોમાં તમારુ મન ભટકી જાય ત્યારે, શાંતિપૂર્વક તેને સદા ઉપસ્થિત પ્રભુની સ્મૃતિઓમાં પાછુ દોરી જાઓ. ખરે વખતે પ્રભુને તમારી સાથે પામશો – પ્રભુ તમારી સાથે તમારી ભાષામાં વાત કરી રહ્યા છે, પ્રભુનો ચહેરો દરેક ફુલ, છોડ, ઘાસના તણખલામાંથી તમારા તરફ જોઇ રહ્યો છે. પછી તમે કહેશોઃ ‘‘હું મુક્ત છુ! આત્માની અદૃશ્ય પાંખો પામ્યો છુ; પ્રકાશરૂપી પાંખો પર સવાર થઇને હું પૃથ્વીથી સ્વર્ગમાં ઉડુ છુ.’’ અને તમારા અસ્તિત્વને શો આનંદ આવશે !
— પરમહંસ યોગાનંદ, ‘‘ સેઇંગ્સ ઓફ પરમહંસ યોગાનંદ ’’

આશા-અંગત અંગત

સૂક્કા ભંઠ રણમાં રખડતી નિરાશા ઝૂરે છે,
છતાં શંકાસ્પદ ચેતનાનો ઝબકાર જાગી જાય છે,
એક આશા જાગી જાય છે, અને
અગમ્યતાપૂર્ણ આંખો ચમકાવી જાય છે,
જિંદગી એટલી તો વ્યર્થ હોતી નથી,
ઓચિંતી પળે અગમ્ય આનંદ પણ છલકાય છે!

બહુરંગી ને બહુરૂપી આ જિંદગી !!
શું, જગન્નિયંતાએ જ એવી રચી છે ?
કે પછી, જન્મીને માનવ થયો ત્યારે પ્રભુએ
એને જોઇ અને જાણી છે?

એથી જ !! ‘એ’ણે ક્યાંક ક્યાંક પૂર્તતા કરી છે,
કોઇ પળે ‘ને સ્થળે કૃપા એની વરસી છે,
અંગત-અંગત દુઃખોમાં ક્યાંક ક્યાંક છે,
બિનસ્વાર્થી સ્નેહ, અહેતુક સૌહાર્દપૂર્ણ વર્તાવ,
પછી શા માટે જામ દરદના ભરવા,
પૂરવા ઉંડી આંખના ખાલી કોતરો ?

આશા ભલેને હોયે મૃગજળ,

શા માટે દરદ સહુ, બસ અંગત અંગત ?

સાથે છે વિશાળતા વિશ્વપતિની,

પછી કેવી નિરાશા, અંગત-અંગત ?

-પી. યુ. ઠક્કર

Read Full Post »

Older Posts »