જ્ઞાનતંતુઓને થકવી નાંખે એવી અઠવાડીયાની કામગીરીના અંતે ઓફીસીયલ ટુર પૂરી કરીને ગઇકાલે રાત્રે નવ વાગે ઘેર આવ્યો. ઓછા મોઇશ્ચરવાળા સૌરાષ્ટ્રમાંથી પસાર થતી ૧૧૦-૧૨૦ ની સ્પીડે ચાલતી ક્વોલીસમાં વાતો પવન ઠંડી કરતાં ખુશનુમા હવાનો વધુ અહેસાસ કરાવતો હતો. અલબત્ત, સૂર્ય ઢળી ગયા પછી બે એક કલાકે થોડી અંધારી ઠંડક ખરી.
પણ, સરખેજથી અમદાવાદમાં પ્રવેશતા જ પોલ્યુશને બધો ખેલ બગાડી નાંખ્યો.. પોલ્યુટેડ ઠંડકનો સ્પષ્ટ અહેસાસ !! ઇનહેલ થતી હવામાં ઘણી ગરબડ છે – ની ચોક્ખી અનુભૂતિ. તાપમાન ઓછમાં ઓછુ ત્રણ-ચાર ડીગ્રી વધી ગયાનો સ્પષ્ટ અહેસાસ. મુસાફરીના થાક કરતાં પોલ્યુટેડ હવા શ્વસવાનો જ વધારે થાક. ઘેર આવી, ડીનરને ન્યાય આપી સૂઇ ગયો.
આજે, ચોથો શનિવાર, રજાનો દિવસ. શાંતિથી ઉઠ્યો-કોઇ ઉતાવળ નહીં. કંપાઉન્ડમાં પડેલાં આસોપાલવના પાંદડાનું અવલોકન કરીને ખુશનુમા જેવા લાગતા વાતાવરણમાં હીંચકે બેસીને ચ્હા પીતા પીતા સવાર માણી. વિવિધ ક્લાયમેટમાંથી પસાર થતી ક્યાં આજના માનવની જીંદગી અને ક્યાં પહાડો-ગામડાની એ સ્વચ્છ હવા? – નો વિચાર કરતાં કરતાં બહાદુરીપૂર્વકની લાચારી કે પછી લાચારીપૂર્વકની બહાદુરી ગરમ ચ્હાની ચૂસકીઓમાં પીવાઇ ગઇ !! રજાના દિવસની શાંતિપૂર્ણ આળસને જીવંત રાખતો હીંચકે ઝૂલતો રહ્યો !!તંદ્રા વિહારમાં રખડતા વિચારોને રખડવાની રજા.
તંદ્રા વિહાર…
હવે તો પધારમણી થઇ ગઇ હોવી જોઇએ તારી, હે વસંત !!
ભલે ખુલ્લી હવાની ચાહત મનમાં ઝૂરે !!
પણ નવ પલ્લવિત કૂંપળો ફૂટેલી ક્યાંય જણાતી નથી, હે વસંત !!
ક્યારે આવીશ, ક્યાં છે, તું હે સુંદર વસંત !!
વસંત, તું મોંડી પડી છે,
અરે ઓ, બેવફા સનમ, તું તો વસંત !!
– પી. યુ. ઠક્કર
******
‘‘શું એ બગડી ગઇ છે..??’’
‘‘હા, એ બગડી ગઇ છે. પણ, લાખો નિરાશાઓમાં એક આશા છૂપાઇ છે. શોધો તો મળેય ખરી.’’
‘‘શોધવાથી ના મળે, તો શું?’’
‘‘બીજુ તો શું ? ઢૂંઢતે રહ જોઓગે’’
શોધવાથી મને તો મળી ગઇ..આદરણીય ‘આકાશદીપ’ ની ‘વસંત’ માણીને ‘મજો મજો’ પડી ગયો.. આ તે તંદ્રા વિહાર કે નર્યો નક્કર અહેસાસ ?
*******
સ્વપ્ન જગતની નક્કર અનુભૂતિ ..
ધીમા ડગલે, સુંદરતાપૂર્વક આવતી, દૂ..ર દેખાઇ વસંત !!
પહાડોમાંથી ઉતરીને, મલકતી આવતી વસંત!!
હે વસંત, તારી અનુભૂતિની વધતી ચાહત!!
નીરખીને તારા અલપ-ઝલપ સૌંદર્યને,
પામવાની પણ એક ચાહત, હે વસંત !!
અલબત્ત, નીરખી અને માણી શકુ છુ તને હવે,
થોડી સમીપે સરકતી, હે વસંત!!
તારી ચાહતની તૃપ્તિનો અહેસાસ,
ચોમેર વ્યાપ્ત તારા સૌંદર્યમાં,
ઓગળતા મારા અસ્તિત્વનો ક્ષય, હે વસંત !!
હર-એક શબ્દરૂપી શ્વાસોચ્છવાસથી,
નીખરતા તારા સૌંદર્યની પૂર્ણ પ્રતીતિ, હે વસંત !!
અતૃપ્ત મારી એ ચાહત પોષાઇ, હે વસંત !!
આ તો એક ‘પ્લેટોનીક લવ’ !! હે વસંત !
– પી. યુ. ઠક્કર
******
ર૧ મી સદીના ગલોબલ વોર્મીંગના ૨૦૧૦ ના આ યુગમાં અમદાવાદમાં તો શું, આખા (ઇન્ટરનેટ) જગતમાં શબ્દરૂપી અને વાસ્તવિક આ ‘વસંત’ ખીલી ઉઠે એવી અપેક્ષા..
થોડીક ક્ષણોના વાસ્તવિક સુખને અનુભૂત કર્યા પછી સાચો આનંદ અને સુખ તો વિચારોમાં જ વસતા હોય છે ને !! કલ્પનાના ગગનોને વિસ્તારીને વસંતનો આ ‘પ્લેટોનીક લવ’ સારો લાગે છે.
સાદર સલામ ‘આકાશદીપ’ ને-
-પી. યુ. ઠક્કર
ભલામણઃ-માણો ‘વસંત’
રચયિતાઃ‘આકાશદીપ’
http://nabhakashdeep.wordpress.com/2010/01/20/વસંત-–-રમેશ-પટેલ-‘આકાશદીપ/
* Platonic /pl@”tQnIk/ · adj. (of love or friendship) intimate and affectionate but not sexual.
બહુ સુન્દર. વસંતની કલ્પના અને વસંતને વાંચ્યા પછી તેનું સુંદર અવલોક્ન કરેલ છે, પ્રવીણભાઇ.
– જયેશ
મઝા આવી.
સરસ અવલોકન વસંતનુ
– સપના
Very nice.
મોંડી કે વહેલી, વસંત ખીલે ત્યારે તો સૌના મન મોહી લે છે.
ઠંડા પ્રદેશમાં ખીલતા અને લાંબા સમય સુધી રહેતા ફૂલો
અને તેની વિવિધતા અજાયબીભરી હોય છે. ઈન્ટરનેટ દ્વારા
પણ વિવિધ દેશોમાં ખીલતું પુષ્પ-જગત જોઇ પરમ પિતાના
આ ઉપકારી રૂપ પર હરખ ઘેલા થઈ જવાય – મન મોહી જાય.
આપની વસંતની વિચાર યાત્રા ખૂબ જ ગમી.
રમેશ પટેલ(આકાશદીપ)
A welcome..વસંત – પ્લેટોનીક લવ..P U Thakkar
pl visit,,
Pl find time to visit and comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit
With regards
Ramesh Patel(Aakashdeep)
khub j saras blog
visit my blog & amp; leave your comment
http://www.aagaman.wordpress.com
Mayur Prajapati
તમારા હ્રદયની વસંતમાં ગમે તેવુ પ્રદુષણ દુર થઈ જાય છે, સુંદર…..
આપના ભાવનો સાદર સત્કાર. આભાર કોમેન્ટ બદલ રાજેશભાઇ. – P U Thakkar
************************* https://puthakkar.wordpress.com http://minaben.wordpress.com
વ્હાલા પ્રવીણભાઈ,
વાહ્હ, મજા આવી ગઈ, દોડ-ધામ ભરી જીંદગીમાં થકવી નાખતી ગરમીમાં તમારા શબ્દો વાંચી તન અને મનમાં ટાઢક મહેસૂસ થઇ..
આપના શબ્દો ખરેખર સાર્થક છે..
હર્ષદ રવેશિયા
તમારો વસંત વિહાર મેં પણ માણ્યો.