હતાશા એટલે શું? (ભજન – શા માટેઃ ભાગ- ૧)

હતાશા એટલે શું?

નિરાશા અને હતાશા એટલે શું? ફ્રસ્ટ્રેશન શું છે? પોતાની વાત સાંભળનાર કોઇ ના મળે, કોઇ સાંભળનાર મળી જાય તો પણ, ગમે તે કારણોસર માણસ પોતાની લાગણી વ્યક્ત ના કરી શકે, મનમાં સતત એવી ભીતિ રહ્યા કરતી હોય કે, પોતાની લાગણી વ્યક્ત કરવામાં આવશે તો, તેનો વિરોધ થશે.  પોતાની વાત સાથે બીજા અસંમત થશે તો? એવી આંતરીક લાગણીથી પીડાયા કરે અને છેવટે હતાશા અનુભવે. પોતાની લાગણી બીજાને જણાવવાની તક ના મળે ત્‍યારે, માણસ અંદરથી ખલાસ થઇ જાય અને હતાશ બની જાય.

જ્યારે પોતાની વાતને કોઇ મહત્‍વ આપવામાં ના આવે, અથવા તેની કોઇ નોંધલેવામાં ના આવે તો, નિરાશા વ્‍યાપે અને છેવટે તે વ્યક્તિનો આત્‍મવિશ્વાસ ચાલ્‍યો જાય. ધીમે ધીમે, માણસ પોતે જ પોતાના વિષે એવું વિચારતો થઇ જાય કે, પોતે જરાય ઉપયોગી નથી.  આમ, અનિચ્‍છાએ પણ વ્યક્તિ લઘુતાગ્રંથીમાં ફસાતો જાય અને છેવટે હતાશ થઇ જાય. એવી લાગણી થઇ આવે કે, આ દુનિયા સાથે મારે કોઇ રીતે તાલ-મેલ જામતો જ નથી. આખી દુનિયા નકામી છે, સ્વાર્થી છે, વગેરે ખ્યાલો મનમાં ઉભરી આવે અને માનવી ફ્રસ્ટ્રેટ થઇ જાય. એવો અભિપ્રાય બાંધી લે કે, પોતે કોઇ રીતે ઉપયોગી નથી અને તેથી વિરૂધ્ધનો અભિપ્રાય પણ મનમાં રહ્યા કરતો હોય કે, આ દુનિયા જ સાવ નકામી છે; એવા પરસ્પર વિરોધી વિચારોમાં વ્યક્તિ અટવાઇ જાય અને તેમાં જ રાચ્‍યા કરે. આવા વિચારો કરીને ઉંડી નિરાશામાં ગરકાવ થઇ જાય. દુખી થઇને જીવ્યા કરે. આવી વ્યક્તિઓ અંતર્મુખી થઇ જઇને, પોતાના જેવા બીજા દુખી લોકો જોવા મળે છે કે કેમ; તે શોધ્‍યા કરે. માનવી આવી રીતે હતાશ થઇ જાય.

ખાસ કરીને નોકરીયાત વર્ગ, નિવૃત્તિને કારણે, તેમના અગાઉના રોજ-બ-રોજના રૂટીનથી અલગ થઇ જવાને કારણે રૂટીન લાઇફની તેમની રીધમ ગુમાવી બેસે છે. તેને પરીણામે, નિવૃત્તિ પામેલાઓ પૈકી અમુક કિસ્સામાં, તેઓ આ દુનિયામાં ભૂલા પડી ગયા હોય એવું અનુભવતા હોય છે. પણ તેમની આવી લાગણી ગુપ્‍ત રાખે અને કોઇને કંઇ કહે જ નહી, તેવી વ્યક્તીઓ હતાશા અનુભવે છે. રીટાયરમેન્‍ટ પછી કેટલાક કિસ્સામાં શરૂઆતમાં તો છૂટકારાનો અનુભવ કરીને આનંદીત રહેતા હોય છે. નિવૃત્તિને કારણે મોટી રકમ હાથમાં આવી હોય એટલે પણ પોતાનું મન ભર્યુ ભર્યુ રહેતું હોય. કુટુંબ અને સમાજ પણ પોતાને પૈસાપત્ર વ્યક્તિ હોવાની નજરે નજરે જુએ છે; તેવા ખ્યાલથી નિવૃત્ત વ્યક્તિનો થોડો છુપો ગર્વ પણ પોષાતો હોય છે. એટલે ‘ફીલ ગુડ’ ફેક્ટરને કારણે સારૂ લાગતુ હોય. પરંતુ, છેવટે તો જે રીતે ભૌતિક વસ્‍તુઓ કાયમી અને સાચો આનંદ આપી શકતી નથી; એ જ રીતે, રીટાયરમેન્‍ટ બેનીફીટના ઢગલો રૂપિ‍યા પણ વધારે દિવસો સુધી આનંદ આપી શકતા નથી. બલકે, નિવૃત્ત વ્યક્તિ પાસેથી સગા-વ્હાલા ઉછીના રૂપિ‍યા મેળવવા આવે ત્‍યારે આ દુનિયા માત્ર પૈસાના સ્વાર્થમાં જ પ્રેમ કરે છે; એવી અનુભૂતિ થતા પાછી વ્યક્તિ વધારે પડતો સાવધ થઇ જાય અને બધા સંબંધોમાં શંકાખોર થઇ જવા પામે છે.

નોકરી ચાલુ હતી ત્યારે જીવનશૈલીની જે રીધમ હતી તે ગુમાવી બેસતા નિરાધાર અવસ્‍થા લાગતી હોય અને સાથે સાથે, આ દુનિયાના સ્વાર્થીપણાના થતા કડવા અનુભવોથી વ્‍યક્તિ એક પ્રકારની ગ્રંથી ઘડી કાઢે અને અસલામતીની ભાવનાથી પીડાયા કરે. હતાશાની અને અસલામમતીનીની આવી અવસ્‍થામાં પોતાના જેવી બીજી વ્‍યક્તિઓને શોધ્‍યા કરે. તે શોધ્‍યા કરે છે કે, એવા બીજા કોઇ પણ છે કે જેમના પણ મન આ જગતની કઠોરતાથી ખિન્ન થઇ ગયેલા હોય. નિરાશામાં પણ ક્યાંક દૂર દૂર એવી આશા હોય છે કે, જેમણે આ જગતની કઠોરતા અને અ-પ્રેમ જોયા હોય, તેવાઓને મળવું. અને એ રીતે પોતાની એકલતાને અને અસલામતીને દૂર કરવા તેનું વૃંદ ક્યાંક હોય તો, તેને શોધવા આવી વ્યક્તિ આંતરીક રીતે પ્રયત્‍નશીલ રહેતી હોય છે. તેમનો આશય એટલો જ હોય કે, જેથી પોતાના વિચારોને ક્યાંક તો સમર્થન મળે. આવી મનોભૂમિકાએ નિવૃત્ત અને વૃધ્ધ વ્યક્તિઓ મંદિર, મહાદેવ કે બગીચામાં જઇને બેસે અને એમના જેવા વયોવૃધ્ધ અને નિવૃત્ત લોકોને ખોળી કાઢે.

વડીલવૃંદોમાં એક બીજાની વાતો સાંભળીને પોતાની વાતો બીજાને કહેવાતી હોય છે. એક રીતે જોતાં આમાં કશું ય ખોટુ નથી. આ એક સારી વાત છે. પોતાની વાત બીજાને કહેતા કહેતા દુનિયાના બીજા દુખી લોકો તેમની પોતાની વાતો આવી વ્યક્તિને અચૂક સંભળાવશે. કહેવા-સાંભળવાની આ રમતમાં ક્યારેક મનોમંથન થતા સાચી પરિસ્થિતી સમજાવાની સંભાવના જીવંત રહે છે.  આવા મનોમંથનથી કેટલાક માની લીધેલા દુઃખ અને ખરેખર પરિસ્થિતીગત વાસ્તવિક દુઃખોનો ભેદ કદાચ વ્યક્તિ પામી પણ શકે. બીજા લોકોના દુઃખોની સરખામણીમાં પોતાના દુઃખોની માત્રા ઘણી ઓછી છે; એવો ખ્યાલ પણ આવી શકે. પોતાના જેવા બીજાઓને શોધીને પોતાના દૃષ્ટિકોણ માટે સમર્થન મેળવવાના આ મનોમંથનમાંથી પ્રવર્તમાન પરિસ્થિતીનો સામનો કરવાની સમજણ પણ કદાચ કેળવાઇ શકે.

પરંતુ, કેટલાક લોકો તો ઘરની બહાર જાય જ નહીં અને કોઇની સાથે ભળી પણ ના શકે. નિવૃત્ત થઇ ગયા હોય, હવે કોઇ હોદ્દો પણ ના રહ્યો હોય તો પણ નિવૃત્ત થયેલાઓમાં પણ અમુક હોદ્દાથી નીચેના હોય તેવા લોકોને વાત કરવાયોગ્‍ય કે મળવાયોગ્ય ના ગણે. પોતાને ચાલવાની તકલીફ છે, અથવા બધા ડોસલાઓ ભેગા થઇને નક્કામી વાતો કરે છે; એવો અભિપ્રાય બાંધીને કેટલાક તો એકલા અટૂલા જ રહે. ઘરના ખૂણે ભરાઇ રહે. ખાસ કરીને આવી વ્યક્તિઓ એકલા રહેવાને કારણે વધુ નિરાશ થઇને હતાશ થઇ જતા હોય છે. ઇશ્વર અલ્લા તેરે નામ, સબકો સન્મતિ દે ભગવાન..વાળા ગીતની સ્પિ‍રીટ જ આવી વ્યક્તિઓ ગુમાવી બેસતી હોય છે. એ ભજનની સ્પીરીટ બહુ સરસ છે.

‘‘…ઇસ ધરતી પર બસને વાલે,

સબ હૈ તેરી ગોદકે પાલે,

કોઇ નીચ ન કોઇ મહાન,

સબકો સન્મતી દે ભગવાન,

જાતો નસલોકે બટવારે,

જૂઠ કહા યે તેરે દ્વારે,

તેરે લિયે સબ એક સમાન,

સબકો સન્મતિ દે ભગવાન.’’


હતાશ વ્યક્તિઓ આ ગીતની મૂળભૂત વિચારધારાથી એટલા બધા દૂર જતા રહ્યા હોય કે જીંદગીની ગમે તેટલી ભીડમાં ય આવી વ્‍યક્તિઓ એકલાતામાં રાચીને હતાશ થઇ જતા હોય છે.


દોસ્તો વગર, જીંદગી જીંદગી નથી

બધુ મળે છે આજે વાત કરનાર મળતા નથી

દોસ્તો વગર, જીંદગી જીંદગી નથી


જોયા છે દેવમંદિરોના ઓટલે

ખામોશ રહીને મિત્રો ખોળતા વૃદ્ધોને

વાત કહેવી છે, કદાચ કોઇ સાંભળનાર મળે

પણ દોસ્તો વગર, જીંદગી જીંદગી નથી,


વાત લઇને ફરે છે, રાહ જૂએ છે સાંભળનારની

ચકોર નજર છેઃ ક્યાં છે મારા જેવા ?

પણ તોય નસીબ થતા નથી કોઇ,

દોસ્તો વગર, જીંદગી જીંદગી નથી,


નસીબ થતા નથી કેટલાકને તો છેક સુધી,

ગણીને માત્ર ચાર, જે પહોંચાડે -

મિત્ર વિનાના, પ્રાણ વિનાના, નાશવંત શરીરને લક્ષ્‍યે

દોસ્તો વગર, જીંદગી તો શું ? મૃત્યુ મૃત્યુ ય નથી !!!


કોર્પોરેટ જગતની બોલબાલા,

મોજૂદ છે હોસ્પિટલો પણ કોર્પોરેટ

દાખલ કરવા તત્પર છે,

ફોનની ઘંટડી ખખડતા જ

એમ્બ્યુલન્‍સ કરે છે સ્ટાર્ટ

દોડીને એક દોસ્તને લેવા,

પણ દોસ્તો વગર, જીંદગી જીંદગી નથી,

-પી. યુ. ઠક્કર.

સતત અને સતત

રસ્તો અચલ ‘ને ચાલ્યા કરુ છુ,

સતત ‘ને સતત.

Read the rest of this entry »

મનની પવિત્રતા…

Purity of Mind

Sant Soordas was a common man named Bilvamangal who lived a life of eating, drinking and making marry. A Nrityangana named Chintamani, having God alone in her mind and heart full of devotion, came into life of Bilvamangal.

Chintamani used to perform dances just for her livelihood. She sang and danced keeping only God in her mind. She expressed pure love by singing in the name of God. But Bilvamangal due to his own thinking misunderstood that Chintamani did all these in his love. Bilvamangal had become mad after Chintamani. Bilvamangal reached Chintamani’s place using a dead man as if that was a boat and climbed Chintamani’s house with the help of a dead snake as if that was a rope. Chintamani advised Bilvamangal to concentrate on God instead of herself. Chintamani guided Bilvamangal to start loving God instead of herself. “How to love God?” Bilvamangal asked Chintamani. She explained “just in the same manner you love me, you have to start loving God instead of me”.

Since it was told by Chintamani, he was touched and his heart moved. A turning point comes in his life. He tries to see God everywhere instead of lust. But Bilvamangal finds much difficult to see God. Bilvamagal, who had trained his mind by thinking just for Chintamani so far, diverted to Chintamani on and off. Incidents happened that while searching God his mind ran after lust. But Bilvamangal was sincerer and he did not leave his efforts for cultivating love for God. He continued searching God within and ultimately, this world got BHAKTA SOORDAS.

* મોહાંધ વ્યક્તિને તે પોતે સામે શું જોઇ રહ્યો છે; એનું ભાન રહેતું નથી. સાપને દોરડું સમજી લેનાર બિલ્‍વમંગલની વાત આપણે બધા જાણીએ છીએ.

* બિલ્‍વમંગલની દૃષ્ટિમાં રહેલા કામરૂપી સ્‍વાર્થને લઇને લોલુપતામાં પરિણમેલા પોતાના શરીરને અને મનને સખ્ત શિક્ષા કરવા માટે બિલ્‍વમંગલે આંખો ફોડી નાંખી હતી.

* બિલ્વમંગલે તેના મનને ઠીક કરીને આ જગતને કામરૂપી દૃષ્ટિથી ન જોવાનો નિર્ધાર કરેલો.

* પણ વર્ષો સુધી ખોટી વિચારધારાઓથી ટેવાઇ ગયેલું તેનું મન તેના આવા પવિત્ર નિર્ધારને પાર પાડવામાં સાથ આપતું ન હતુ.

* મનથી જાગી ગયેલા બિલ્વમંગલને અંતર્મુખી થઇ, આંખો બંધ કરને ઇશ્વરને જોવામાં તેના પોતાના ચર્મ ચક્ષુ અંતરાયરૂપ થતાં જણાયા હતા.

* તેથી પાપની સામે લઢી લેવાના દૃઢ નિર્ધારને લઇને છેવટે બિલ્વમંગલ હઠાગ્રહી બની ગયો અને છેવટે મન કાબુમાં ના આવતાં પોતાને શિક્ષા કરવાનો નિર્ધાર કરી નાંખ્યો.

* છેવટે, બિલ્વમંગલે ગરમ સળીયાથી પોતાના હાથે જ પોતાની આંખોને કાયમ માટે દૃષ્ટિહીન કરી નાંખી.

* દૃશ્ય જગતને સદા નીરખી નીરખીને મનને દુષતિ કરતી આંખોથી આ જગતને જોવાને બદલે કેવળ એક ઇશ્વરને જ મનમાં ધારણ કરવાની બિલ્વમંગલની અસાધારણ ભૂખે એને આવું સખત કામ કરવા માટે પ્રેર્યો.

* બિલ્વમંગલના મનમાં ઇશ્વર માટે કેવું અદ્વિતિય સ્‍થાન હશે?

* ભગવાન માટેની માત્ર અપ્રતિમ તાલાવેલી જ આવું કામ કરાવી શકે.

* અને તે તાલાવેલી કંઇ જેવી તેવી હોય નહીં !!

* જગન્નિયંતા પરમેશ્વર સિવાયનું કંઇ પણ મન સહન ન કરી શકે, એવી બિલ્વમંગલના મનની સ્થિતી થઇ હશે.

* એક વખતના લોલુપ બિલ્વમંગલ ઇશ્વરને પામવા વિહ્વળ બની જાય છે. ઇશ્વર સિવાય તેઓ કંઇ સહન જ કરી શકતા નથી. ત્યારે, આ જગતને બિલ્વમંગળમાંથી રૂપાંતરીત થયેલા ભક્ત સૂરદાસ પ્રાપ્‍ત થયા.

* બિલ્વમંગળના મનમાંથી પાપ ગયું ત્‍યારે આ જગતને સૂરદાસરૂપી પવિત્ર માનવી અને એક સાચા ભક્ત મળ્યા.

* સૂરદાસના નામે એક સાચા ભક્તરાજ એ જ વ્યક્તિ હતી કે જે, પહેલાં એક લોલુપ બિલ્વમંગળ હતો.

* અલબત્ત, જગતમાં એવી કોઇ વ્યક્તિ નહીં હોય જેણે જન્મીને કોઇ ને કોઇ ભૂલ ના કરી હોય.

* પણ તે ભૂલોની લઘુતામાં – દીનતામાં ફસાયા વિના હિંમતથી તેવી નબળી માનસિકતામાંથી બહાર આવી જઇ ઉચ્ચ જીવન જીવવાનો બિલ્વમંગળે પ્રયાસ કર્યો તો, સફળતા મળી.

* બિલ્વમંગળ લોલુપતામાં ગળાડૂબ હતા પણ જાગી જઇને સતર્કતાથી સાવધાનીથી લોલુપતામાં વપરાતી શક્તિને ઇશ્વર ખોજમાં પરાવર્તિત કરી. બસ, સહજ્ સાવધાન સ્થિતી કેળવીને.

* મનને વિવેક શીખવવાની રીતે છેઃ મનને નિષ્‍ઠાપૂર્વક પૂછવું જોઇએ કે, હે મન, તું મને ખરેખર કહે કે તું શું ઇચ્છે છે? એમ પૂછીને સત્ય જાણીને પછી ઇચ્છાશક્તિને વિવેક શીખવી શકાય.

* મનને ધીરે ધીરે વિચારપૂર્વક કેળવવામાં આવે તો, મનને ઓળખીને કાબુમાં લેવાનું શીખી શકાય.

* અને એ રીતે ઇશ્વર માટેનો સાચો પ્રેમ કેળવી શકાય.

* અલબત્ત, મન અને હૃદયમાં ભક્તિના બીજ રોપીને તેને ઉછેરવામાં ઘણી ધીરજ અને ખંત જોઇએ. ધીરજથી શ્રધ્ધા અને ભક્તિ કેળવાય જ.

* વફાદારી અને નિષ્‍ઠા જોઇએ. બિલ્વમંગળની જેમ આંખ ફોડી નાંખવાની જરૂર નથી, પણ વફાદારીથી મનને કેળવવું જોઇએ.

* સાચો અને નેક ઇરાદો હોય અને ભજન સત્સંગનો સાથ હોય તો, ઇશ્વરને પ્‍યારા બની શકાય.

* સાથે સાથે, ભગવાન પણ એટલા જ દયાળુ છે.

* સાચા હૃદયથી માત્ર ઇશ્વરને જ પ્રાધાન્‍ય આપવામાં આવે તો, ભગવાન તે માટેની ખાતરી મેળવવા આકરી કસોટીઓ જરૂર કરે.

* અને તેવી કસોટીમાં બિલ્વમંગળ જેવી સાચી નિષ્‍ઠા અને વફાદારી જણાય તો, ભગવાન પણ મક્કમ ઇરાદા અને સાચી નિષ્‍ઠા હોય ત્‍યાં અચૂકપણે તેમની દયા દર્શાવે. વફાદાર વ્યક્તિ બિલ્વમંગળની જેમ કસોટીઓમાં અચૂકપણે પાસ થાય.

* શરત છેઃ ઇશ્વર ઉપરના બિનશરતી ઉંડા અને સાચા પ્રેમની.

* પરમકૃપાળુ પરમેશ્વરની પરીક્ષામાં પાસ થતાં જ કૃપા નિધાન તેમની કૃપા અને સ્‍નેહના બધા જ દરવાજા આવા સાચા ભક્ત માટે અચૂકપણે ખુલ્લા મૂકી દે.

* નરસિંહ મહેતા જેવા ભક્તો માટે ભગવાને અનેકવાર તેમના કુબેર-ભંડારો ખુલ્લા મૂકી દીધેલા હતા.

* નરસિંહ મહેતાના મનમાં દુન્યવી આટાપાટાની કોઇ વાત જ ન હતી. તેમના મનમાં તો એક માત્ર ઇશ્વરના માધ્‍યમ થકી સર્વ માટે પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ હતો.

* દયાળુ ભગવાન રીઝે તો, આપણને ભૌતિક સુખો પણ આપે.

* અલબત્ત, સાચા ઇશ્વરના શોધકોને મન તેવા સુખોની કંઇ પરવા હોતી નથી. પણ આધ્‍યાત્મિક અને ભૌતિક એમ બધી ય રીતે ઇશ્વર પોતાના સાચા ભક્તો ઉપર કૃપા ઉતારતા હોય છે.

* આવી જ રીતે, મનની ખોટી અને અવળી સ્થિતીને લીધે પતઇના રાજાને મહાકાળી માતામાં ‘મા’ દેખાતી ન હતી.

* જગત ખરેખર જેવું હોય છે તેવું વ્‍યક્તિને ભાસતુ નથી પણ વ્યક્તિ જેવી રીતે જગતને જુએ છે; એવું જગત તેને દેખાય છે.

* પતઇના મોહાંધ રાજાને તેના મનની લોલુપતાને લીધે તેની સામે જ ઉભેલી અને જેમને તે નીરખી રહ્યો હતો તે સાક્ષાત ‘મા’ જ હતી છતાં, પતઇના રાજાને તેમાં ‘મા’ના દર્શન થતા નથી.

* પતઇના રાજાએ તેના મનમાં કામને સેવી સેવીને મનને એટલું દૂષતિ કરી નાંખ્‍યું છે કે, સામે રહેલ વ્‍હાલના દરીયારૂપી ‘મા’ માં તેને મા દેખાતી નથી. કેવી માનસિક ઋગ્ણતા? કેવી બિમાર મનોદશા?

* માટે જ મહાકાળી માતા છેવટે પતઇના રાજાના અંતરચક્ષુ ખોલી નાંખે છે.

* સ્ત્રી એ એક શક્તિ છે, સ્ત્રી એ પરાશક્તિ છે.

* ઇશ્વરે તેમના સર્જનની શક્તિને સ્ત્રી મારફત પ્રગટ કરી છે.

* પૂર્વની સંસ્કૃતિ, એટલે કે, ભારતની સંસ્કૃતિએ સ્ત્રીને પૂજનીય અને આદરણીય ગણી છે.

* જ્યારે તેથી વિરુધ્ધ, પશ્ચિમની સંસ્કૃતિએ સ્ત્રીને માનની નજરે જોવાના બદલે ઉપભોગનું સાધાન ગણ્યુ છે.

* આ અંગે કોઇ સંસ્કૃતિનો વિવાદ કરે તો પણ એનો ઇન્‍કાર થઇ શકે તેમ નથી કે, ભારતીય સંસ્કૃતિએ દેવી અને માતાના સ્‍વરુપે સ્ત્રીની પૂજા કરી છે. જ્યારે પશ્ચિમે એવું નથી કર્યુ.

* પશ્ચિમની પ્રજા એટલે કે, યુરોપ અને અમેરીકા ખંડ. યુરોપ અને અમેરીકાની ગોરી ચામડીવાળી પ્રજા. તે પ્રજા માત્ર બુધ્ધિથી વિચારે. જ્ઞાનરૂપી તલવાર વડે પશ્ચિમનું જગત બધા ભૌતિક પાસાને સ્પષ્‍ટ કરે છે. માટે જ માનવીય લાગણીઓથી તે પ્રજા ક્યારેક પર જણાય છે. તેની આગવી શૈલી છે. લાક્ષણિકતા છે.

* પશ્ચિમની આખી સંસ્કૃતિ જ ભૌતિક સંસ્‍કૃતિ છે. એ તેમની લાક્ષણિકતા છે.

* જગતની કોઇ પ્રજાને આપણે ઉતરતી ન ગણવી. તેમની લાક્ષણિકણાને આપણે નકારાત્‍મક રીતે ન જોવી જોઇએ.

* અલબત્ત, અમુક બાબતમાં આપણા દેશમાં, આપણી સંસ્કૃતિમાં કેવું હોય છે; અને એ જ બાબતમાં બીજી સંસ્‍કૃતિમાં કે બીજા દેશોમાં કેવું હોય છે; તેની વિચારણા થઇ શકે.

* અને જે જે તફાવત દેખાય તે અલગ અલગ સંસ્‍કૃતિની લાક્ષણિકતાઓ માત્ર છે. વિવિધતાન સર્જક ઇશ્વરે જ એમ થવા દીધુ છે, એમ જ ગણવું. બંને સંસ્‍કૃતિઓની બધી બાબતોમાંથી માત્ર કોઇ એકાદ કે, મર્યાદીત બાબતને લઇને બંને સંસ્કૃતિ વચ્ચે સરખામણી કરીને એકને ચઢીયાતી અને બીજાને ઉતરતી ગણવી જોઇએ નહી.

* પરંતુ જે તે સંસ્‍કૃતિમાંના દોષ પ્રત્‍યે તે પ્રજા કેવા અને કયા કયા ફેરફાર કરી શકે, તેની વિચારણા કરવા માટે માર્ગદર્શનાત્‍મક સિધ્ધાંત તરીકે બીજી સંસ્કૃતિને વિચારી શકાય.

* સુધારણા માટેની આ એક જ પ્રક્રિયા હોઇ શકે. દરેક ચીજ-વસ્‍તુ પોત-પોતાના સ્‍થાને બરાબર જ ગણવી રહી. કારણ કે, ઇશ્વરે તેવી ઘટના ઘટવા દીધી છે. માટે તે જ સત્‍ય છે. હવે તેમાં આગળ વધીને માનવીએ પોતાની ઇચ્છાશક્તિ અને વિવેકશક્તિને કામે લગાડીને સુધારો કરવો જોઇએ. જે પ્રજા નિષ્‍ઠાપૂર્વક સુધારો કરી લે, તે આગળ વધી જાય છે.

* ભારતની સંસ્કૃતિ સંસ્કારનું સીંચન કરે છે કે, પુરુષ જ્યારે સ્ત્રીને જુએ ત્‍યારે તેનામાં માતા અને ભગિનીનુ દર્શન અને ભાવ થવા જોઇએ. એ જ રીતે સ્ત્રી પુરુષને જુએ ત્‍યારે ભ્રાતા અને પિતાનું દર્શન થવું જોઇએ.

* મન આ રીતે કેળવાય તો, લોલુપતાને અવકાશ રહે નહીં.

* મનની દૃષ્ટિથી આ જગતને મલીનતા અને મોહરૂપી સ્‍વાર્થ વગર જગતને જોવામાં આવતાં જગત એકસરખું લાગે. ભેદભાવ વિનાનું લાગે. મન હલકુ થઇ જાય. હૃદયતલમાંથી ઉભરીને બહાર આવતો અને કદી પણ ન ખૂટવાવાળો આનંદ પણ કદાચ સ્‍ફૂરવા માંડે.

– પી. યુ. ઠક્કર

મનને કેવી રીતે કેળવી શકાય ??

એ શક્ય છે ?

Following will lead you to one of writings which is somewhat lengthy. With an intention of reducing the same whenever it was read, I failed to shorten it. On the contrary, something new had been added at every effort. I have felt: LIFE IS NOTHING BUT A TALE TOLD BY AN IDIOT. May I request you to spare some of your time to read this one ? It includes:

ભજન : મોટા સમૂહમાં ય થઇ શકે અને એકલા બેસીને ય થાય.

એકલા બેસીને તે માટેની ઇચ્‍છા કરીને ઇશ્વર પ્રેમમાં મસ્ત થઇ જનારા કેટલા?

ભજન એટલેઃ સમૂહમાં બેસી ગયા. કોઇ ગંભીર કે જટીલ ચર્ચા વિચારણા નહીં. ચાલવાનું આવ્યું તો, ચાલવા માંડ્યા અને, તરવાનું આવ્યું તો તરવા માંડ્યા !!

ભજન એટલેઃ મનરૂપી ચરખો ચાલ્યા કરે ‘ને ભજનના સૂતરે સ્મૃતિરૂપી કાપડ વણાયા કરે – ઇશ્વર પ્રત્યેનો સ્નેહ એ કાપડ ઉપર કોતરીને ઉપસાવવા માટે.

એક ચિંતન

ભજન – શા માટે

http://puthakkar.wordpress.com/2009/02/22/ભજન-શા-માટે/

તુમ આશા વિશ્વાસ હમારે..

        એ તો આશાનો જ તંતુ છે જે, આપણને આવતીકાલના ઉજળા ભવિષ્‍ય માટે જીવનમાં રસ પડવા દે છે. આપણામાં કોઇ આશા જીવતી ના હોય તો કલ્પના તો કરી જુઓ કે શું થાય? એવી કલ્પના માત્રથી જ ધ્રુજી જવાય !!. આપણે ભગવવાનનો આભાર માનવો જોઇએ કે, આપણને પરમકૃપાળુ ભગવાને વિચારવાની શક્તિ આપી છે. ક્યાંકથી કોઇક ની પાસેથી આપણને સારા સમાચાર મળશે, કોઇક સારા માણસો મળશે જ. આમ, આપણાં રખડતાં ભટકતાં વિચારોમાં ક્યાંક ને ક્યાંક તો પાછો પેલો આશાનો તંતુ તો છૂપાયેલો હોય જ છે; જે જીવનને જકડી અને સાંકળી રાખે છે. આશા ગુમાવી ન દેવા માટેની શક્તિ આપણામાં છે જ; જે બદલ આપણે ઇશ્વરના આભારી જ છીએ. ગમે તેવા સંજોગો કેમ ના હોય, નવેસરથી શરૂઆત થઇ જ શકે. ભલે ને પછી તે ધંધાકીય વર્તુળ હોય, નોકરીનું સ્થળ હોય, સગા-વ્હાલાનો અને જ્ઞાતિજનોનો સમૂહ હોય, અડોશ-પડોશ હોય કે પછી અંગત મિત્રો હોય.

       એક આધ્યાત્મિક લેખક Neale Donald Walsch કહે છે,

 

“It is not God’s function to create and uncreate circumstances in your life. God created you, in the image and likeness of God. You created the rest.”

 

‘‘આપણા જીવનમાં સંજોગોનું સર્જન કરવું અને સંજોગોને દૂર કરવા, તે ઇશ્વરનું કાર્ય નથી. ઇશ્વરે તો માત્ર આપણને સર્જ્યા છે; તેમની પોતાની પ્રતિકૃતિરૂપે અને ઘણાં ઇશ્વરીય ગુણો સાથે; ઇશ્વરની પોતાની જેમ જ !! બાકીનું બધું તો આપણે પોતે જ સર્જન કરેલું છે.’’

 

        તેથી ગમે તે કારણોસર નિરાશા અને નકારાત્મકતામાં ફસાઇ ગયા હોઇએ તો, ચોક્કસપણે હકારાત્મકતા અને સારા કૃત્યો દ્વારા તેના ઉપર વિજય પ્રાપ્‍ત કરી જ શકાય, નવેસરથી શરૂઆત કરીને. નવેસરથી શરૂઆત કરવામાં કદી પણ મોંડુ નથી હોતુ. જાગ્યા ત્યાંથી સવાર.

 

        આવો, નવી શુભેચ્છાઓ, આપણે આપણને પોતાને જ અર્પણ કરીએ… હે પ્રભુ, અમને સમગ્ર વિશ્વમાંથી સારા વિચારો પ્રાપ્‍ત થાઓ. અમને નવી આશા અને નવી ચેતના પ્રદાન કરો.

સુબહ હિન્‍દી ફિલ્મના એક ગીતના શબ્‍દો…


નામ ના જાને, કામ ના જાને,

જાને ન સેવા પુજા,

જાને બસ ઇતના, અજાન હમ,

એક નામ, નહીં દુજા,

નહીં દુજા, તુમ આશા વિશ્વાસ હમારે,

 

        એટલી જ ખબર છે કે, અમે અજાણ અને અજ્ઞાની છીએ. કેટલી સરળતા ! ‘અમે બધુ જ જાણીએ છીએ’ – નો કોઇ દંભ નહીં. પ્રભાવ પાડવાનો કોઇ પ્રયત્‍ન નહી. નરી નમ્રતા. નામ કે કામની કોઇ જ ખબર નથી. સેવા પૂજા શું છે તેની પણ ખબર નથી. માત્ર એક જ ખબર છે, બસ હરીનામ. બીજુ કંઇ જ નહીં. જ્યારે હરીનામ જ લેવાતું હોય તો, મન વિચારોની જાદુઇ કાપડરૂપી ગૂંથણી કરે જ નહીં. કોઇ પ્રપંચ કે કાવાદાવા પણ નહીં. જાને તો બસ ઇતના, અજાન હમ, એક નામ નહીં દૂજા.

તુમ ધરતી, આકાશ હમારે,

તુમ ધરતી, આકાશ હમારે રામા..

તુમ આશા વિશ્વાસ હમારે

 

        હે પ્રભુ, અમે ગ્રાઉન્‍ડ રીયાલીટીમાં રહીએ કે, આકાશમાં ઉંચે ઉડીએ, પણ હે પ્રભુ, અમારા માટે ધરતી અને આકાશ એ બંને આપ જ છો. જ્યારે પ્રભુ જ સર્વસ્વ હોય તો, માનવી હવાઇ કિલ્લા બાંધીને પછી પડવા માટે ઉંચે આકાશમાં ચઢે જ શી રીતે ? હે પ્રભુ અમારા માટે તો આપ જ સર્વસ્વ છો.

ભાત ભાત તુમ, બંધુ ભ્રાત હો..

દિવસ રાત્રી, સંધ્‍યા પ્રકાશ હો.

દીપક, સૂર્ય, ચંદ્ર, તારકમેં રામા

તુમ હી જ્યોતિ, પ્રકાશ હમારે રામા

તુમ આશા વિશ્વાસ હમારે

 

        હે પ્રભુ, તમે જ અમારા માટે રાત્રિ, સંધ્યા, પ્રકાશ બધુ છો. પ્રજ્વલિત જ્યોતમાં, સૂર્યમાં, ચંદ્રમાની શીતળ ચાંદનીમાં, અને ટીમ ટીમ થતાં તારાઓમાં વ્યાપક હે પ્રકાશ તત્વ પ્રભુ, એ આપ જ છો. હે પ્રભુ, આપ ભાત ભાતના અને જાત જાતનો લાગો છો. અમારા ભાઇ સમાન હૂંફ અને રક્ષણ આપનાર પણ આપ જ છો.

 

સાઁસોમેં તૂમ આતે જાતે,

એક તૂમ હી સે હૈ સબ નાતે,

જીવનવનકે હર પતઝડમેં…રામા

એક હી તૂમ્હી, મધુમાસ હમારે રામા

તુમ આશા વિશ્વાસ હમારે

 

        હે પ્રભુ, જીવનમાં એક માત્ર તમારો જ નાતો છે. શ્વાસ-ઉચ્‍છવાસમાં અવર-જવર કરતો પ્રાણ પણ પ્રભુ આપ જ છો. જીવનના કપરા સમયમાં હે પ્રભુ આપ જ એક અમારા ઉધ્‍ધારક છો જે અમને મધુમાસ સમાન લાગો છો.

 

તૂમ હી સબમેં, હૈ તૂમમેં સબ…

તૂમ હી સબ હો, હો તૂમ હી રબ

અશ્રુ હમારી, આંખોમેં તૂમ… રામા

તૂમ હોઠો પર, આશ હમારી રામા

તૂમ આશા વિશ્વાસ હમારે (ર)

રામા હમારે, દાતા હમારે…

તૂમ આશા, વિશ્વાસ હમારે

 

        અમારી આંખોમાં આંસુ હોય ત્‍યારે પણ અમારા હોઠ ઉપર આશારૂપી તમારૂ જ ગાન હશે. કારણ કે, આ સમગ્ર જગત આપનામાં જ સમાવિષ્‍ટ છે. અરે આ જગત અને સઘળુ હે પ્રભુ, આપ જ છો. હે પ્રભુ, અમારી આશા અને વિશ્વાસ આપ જ છો. અમને એવી પાકી આશા છે કે, હે પ્રભુ જે કંઇ બને છે તે આપની ઇચ્છા મુજબ જ થાય છે.

 

કૃષ્‍ણ નામક તત્વનો જય હો.

– પી. યુ. ઠક્કર

મારો ‘લાલો’ એવો છે…

મારો લાલો એવો છે, એ સૌનો વ્‍હાલો છે,

મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્‍હાલો છે

 

એના ગાલોમાં ખંજન, એની આંખોમાં અંજન.

એની આંખોમાં મસ્‍તી, એના હાસ્‍યમાં છે તોફાન.

એનું નામ જ કૃષ્‍ણ છે, એ કર્તા હર્તા છે,

રંગે એ શામળીયો, તો પણ એ રૂપાળો છે,

મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્‍હાલો છે.

 

માટી એ ખાતો ’તો, બળદાઉએ પકડ્યો ’તો.

પકડાઇ ન જાનારો, પકડાઇ ગયો ત્‍યારે,

માતાને કહી દીધું, માટી નથી ખાધી મેં,

કાંડુ એનું પકડી’ મુખ માતાએ દીઠું,

ચાલાક ચતુર એવો, બ્રહ્માંડ બતાવ્‍યું ’તું,

મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્‍હાલો છે.

 

 

મામાને માર્યા ’તા, માસીને પણ મારી.

નાગ કાળીને તાર્યો, દૈત્યોને સંહાર્યા ’તા.

ગોપી સુધાના સ્‍નેહે, ઉપનંદનું રુપ લીધું,

મારા લાલાને પૂજી, ગોપીએ હોળી પૂજી,

મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્‍હાલો છે.

 

જે કોઇ મને ભજશે, તેને હું શોધી લઇશ.

વચને એ બંધાયો, મારો લાલો બેલી છે.

ક્યારે કેવા સ્‍વરુપે મળશે, એ એની માયા છે,

પણ જરુર જરુર મળશે, મારો લાલો એવો છે,

મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્‍હાલો છે.

 

એ જગન્નીયંતા છે, હરી ભક્તોનો એ દાસ.

આંધી પવનમાં એ, જ્વાળાઓમાં પણ એ.

કણ કણમાં એનો વાસ, સૌના હૃદયમાં એ,

ગોપી મંડળના ભજને, ‘મીના’ ના હૃદયમાં એ,

મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્‍હાલો છે.

 

મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્‍હાલો છે.

મારો લાલો એવો છે, એ સૌનો વ્‍હાલો છે.

– પી. યુ. ઠક્કર
 

 

લાલાની ભક્તિમાં ડૂબીને, દ્વેષ અને રાગ તો છૂટવાના

(એક ગઝલ)

 

લાલાની ભક્તિમાં ડૂબીને,

લાલાની ભક્તિમાં ડૂબીને,

દ્વેષ અને રાગ તો છૂટવાના

લાલાની ભક્તિમાં ડૂબીને,

દ્વેષ અને રાગ તો છૂટવાના.

 

ખુમારી એવી આવશે,

ખુમારી એવી આવશે,

દ્વેષ અને રાગ તો છૂટવાના,

લાલાની ભક્તિમાં ડૂબીને,

દ્વેષ અને રાગ તો છૂટવાના.

 

દરગુજર કરવા લાગશો અને,

પ્રેમ પણ ફેલાવશો,

માફ બધાને કરી દેશો,

દ્વેષ અને રાગ તો છૂટવાના.

 

આનંદ અને મસ્‍તીથી ઝૂમવાના,

ડંખ જૂના સૌ ભૂલીને,

મૃત્‍યુથી નહીં તમે ડરવાના, 

દ્વેષ અને રાગ તો છુટવાના,

લાલાની ભક્તિમાં ડૂબીને,

દ્વેષ અને રાગ તો છુટવાના.

 

શાંતિરૂપી ગંગા પામીને,

ડૂબકીઓ એમાં લગાવજો,

મસ્‍તીમાં એની ડૂબીને,

દ્વેષ અને રાગ તો છૂટવાના.

 

રાગ અને દ્વેષો અકળાવે,

ને દુઃખના દરીયે ડૂબી જાવ,

લાલાના ભજનો ગાઇને,

દ્વેષ અને રાગ તો છૂટવાના,

લાલાની ભક્તિમાં ડૂબીને,

દ્વેષ અને રાગ તો છૂટવાના,

લાલાની ભક્તિમા ડૂબીને,

પાવન તમે તો થઇ જાશો.

– પી. યુ. ઠક્કર

કે’ડ રે કસી મેં તો લાલા તારે કાજે…

(રાગઃ નૈયા ઝુકાવી મે તો જોજે ડુબી જાય ના…)

કે’ડ રે કસી મેં તો લાલા તારે કાજે,

હૈયામાં ભક્તિના ફૂલો મેં ખીલવ્‍યા

હૈયામાં ફૂલોના ઝૂલો મેં બનાવ્‍યો,

એ રે ઝૂલામાં તને હેતે રે ઝૂલાવું.

ઝૂલામાં બેસતા વાર જોજે થાય ના,

ભક્તિના મા’રા એ ફૂલો કરમાય ના.

ભક્તિની જ્યોત મા’રા હૃદયે પ્રગટાવજે,

એના પ્રકાશે હું જગતને જોઉં,

રાગ ’ને દ્વેષ તો પ્રેમમાં પલટાયે,

દુઃખોના દરીયે હું કદીયે ના ડૂબું.

હૃદયસિંહાસન પર લાલાની સવારી,

હૈયે છે હેત ને મનમાં છે આનંદ.

મનમાં છે આનંદ ને હૈયે છે હેત,

મીના-પ્રવીણ તને હેતે રે ઝુલાવે,

ગોપી મંડળ તને હેતે રે ઝુલાવે

ઝુલામાં ઝુલે છે નંદનો દુલારો,

લાગે છે કેવો એ રૂડો ’ને રૂપાળો.

જશોદાનો જાયો કેવો સૌનો એ પ્‍યારો,

ગોપીઓનો પ્‍યારો એ તો ભક્તોનો વ્‍હાલો.

હૈયામાં ભક્તિના ફૂલો મેં ખીલવ્‍યા,

કે’ડ રે કસી મેં તો લાલા તારે કાજે.

- પી. યુ. ઠક્કર

મૃત્‍યુને જીવનમાં ફેરવી દઉં…

જીંદગીએ કરી નરી બેવફાઇ,

હે મૃત્યુ, સાચી સમજ તું તો દેજે !

નફરત ને ધિક્કારને

પ્રેમમાં પલટાવવાની રીત તો દેજે !

 

કંઇક શબ્‍દોના ખોટા અર્થઘટને

જીવનના સંબંધો બગાડ્યા,

હે મૃત્‍યુ, તું તો સુધારી દે,

આપી અભય વરદાન એ શાશ્વત સ્નેહનું !

 

પરીક્ષાની આગલી રાત્રિએ જ

ગણિતના અઘરા કોયડા ઉકલ્‍યા,

તેમ, મૃત્યુએ તેના છેલ્લા પ્રકરણમાં

સ્‍નેહના પગરણ માંડ્યા !

 

જીંદગી ફરી મળે તો,

પ્‍યાર વહાવી દઉં, અફાટ અવકાશમાં,

ધિક્કારના અવકાશને સ્‍નેહથી ભરી દઉં,

આપ ઘડી બે-ઘડી, હે મૃત્‍યુ !

 

હે મૃત્‍યુ, થોડું તો થોભી જા,

તું તો ના કર બેવફાઇ,

તું ક્યા જીંદગી છે ? હે મૃત્‍યુ,

તને વ્‍હાલ કરી લઉં,

નફરતને પ્‍યારમાં ફેરવી દઉં,

મૃત્‍યુને જીવનમાં ફેરવી દઉં !!

- પી. યુ. ઠક્કર

ઇશ્વર પ્રવેશે છે. . .

સ્નેહના આ સાગરમાં,

ઇશ્વર પ્રત્‍યેની શ્રધ્‍ધાના,

અમારાં દીપ પ્રગટી ઉઠ્યા.

શ્રધ્‍ધાના અમારાં દીવડાઓમાંથી

નીકળતા કિરણોમાં જોયું તો,

અહમ્ ના વજનથી મુક્ત એવા અમે,

આયાસ વિના જ તરી રહ્યા હતા,

એક આનંદ સાગરમાં…

આનંદ સાગરના આ નવા અનુભવથી

રોમાંચિત થયું રોમે-રોમ,

ને, હૃદયતલમાંથી ઉભરી રહેલા આનંદ સાથે,

વૃક્ષો, રસ્‍તાઓ, ગગન, સાગર અને સર્વે

મંદ મંદ મુસ્‍કરાતા લાગ્‍યા,

એ સઘળામાંથી પ્રાપ્‍ત શાંતિના ઇશ્વરમાં,

અભિન્‍ન લાગ્‍યા,

દીપક, કિરણો, શ્રધ્‍ધા, સ્‍નેહ, સાગર અને સઘળા.

કદાચ આ એ જ દ્વાર છે,

જ્યાંથી ઇશ્વર પ્રવેશે છે

- પી. યુ. ઠક્કર