સુઃખ અને દુઃખના બે પૈડા ઉપર ચાલતી ગાડી એટલે જીવન. નિરાશામાં ના ઘેરાવા માટે દુઃખોનો સામનો કરવા જેટલી બહાદુરી દાખવવી પડતી હોય છે. છતાં કેટલીકવાર નિરાશાઓ ઘેરી વળતી હોય છે. અંગત-અંગત દુઃખો ઉભરી આવતા હોય છે. ‘અંગત-અંગત’ ટાઇટલ હેઠળ એક રચના અગાઉ પોસ્ટ કરી. પછી વાંચી. તેમાં અંગત-અંગત દુઃખથી દુઃખી થઇ જવાની વાત લાગી. અને એક વિચાર સ્ફૂર્યોઃ- અંગત-અંગત દુઃખો શા માટે? જીવનમાં ઘણીવાર ઇશ્વરીય સહાય મળી જતી હોય છે. ઇશ્વરની કૃપા હરપળ અને હરએક પરિસ્થિતિમાં વરસતી હોય છે – એવું સમજવાનો બોધ ઘણી વાર વાંચવા-સાંભળવા મળતો હોય છે. દુઃખો શા માટે સહેવા? દુઃખ હોવું અને તેને અનુભવવું, એ બે એક જ હોય કે, અલગ અલગ ? દુઃખ અનુભવાતું હોય ત્યારે પણ ક્યાંક ક્યાંક અગમ્ય ચેતનાનો ઝબકાર જાગી જતો હોય છે !! પછી લાગતું પણ હોય છે કે, નિરાશ થવાની જરૂર નથી હોતી..અંગત-અંગત દુઃખોના બદલે દુઃખો સહન કરવાનો ઇન્કાર કરવો એ જ સુખ છે ? આવા વિચારોની યાત્રા – સ્વરૂપ શબ્દોનું. આશા અંગત-અંગ..
Practicing the Presence of God
When your mind wanders in the maze of myriad worldly thoughts, patiently lead it back to remembrance of the indwelling Lord. In time you will find Him ever with your–a God who talks with you in your own language, a God whose face peeps at you from every flower and shrub and blade of grass. Then you shall say: “I am free! I am clothed in the gossamer of Spirit; I fly from earth to heaven on wings of light.” And what joy will consume your being!
–Paramahansa Yogananda, “Sayings of Paramahansa
Yogananda”
ઇશ્વરની ઉપસ્થિતીનો અનુભવ
જીવનની ભૂલભૂલામણીના હજારો વિચારોમાં તમારુ મન ભટકી જાય ત્યારે, શાંતિપૂર્વક તેને સદા ઉપસ્થિત પ્રભુની સ્મૃતિઓમાં પાછુ દોરી જાઓ. ખરે વખતે પ્રભુને તમારી સાથે પામશો – પ્રભુ તમારી સાથે તમારી ભાષામાં વાત કરી રહ્યા છે, પ્રભુનો ચહેરો દરેક ફુલ, છોડ, ઘાસના તણખલામાંથી તમારા તરફ જોઇ રહ્યો છે. પછી તમે કહેશોઃ ‘‘હું મુક્ત છુ! આત્માની અદૃશ્ય પાંખો પામ્યો છુ; પ્રકાશરૂપી પાંખો પર સવાર થઇને હું પૃથ્વીથી સ્વર્ગમાં ઉડુ છુ.’’ અને તમારા અસ્તિત્વને શો આનંદ આવશે !
— પરમહંસ યોગાનંદ, ‘‘ સેઇંગ્સ ઓફ પરમહંસ યોગાનંદ ’’
આશા-અંગત અંગત
સૂક્કા ભંઠ રણમાં રખડતી નિરાશા ઝૂરે છે,
છતાં શંકાસ્પદ ચેતનાનો ઝબકાર જાગી જાય છે,
એક આશા જાગી જાય છે, અને
અગમ્યતાપૂર્ણ આંખો ચમકાવી જાય છે,
જિંદગી એટલી તો વ્યર્થ હોતી નથી,
ઓચિંતી પળે અગમ્ય આનંદ પણ છલકાય છે!
બહુરંગી ને બહુરૂપી આ જિંદગી !!
શું, જગન્નિયંતાએ જ એવી રચી છે ?
કે પછી, જન્મીને માનવ થયો ત્યારે પ્રભુએ
એને જોઇ અને જાણી છે?
એથી જ !! ‘એ’ણે ક્યાંક ક્યાંક પૂર્તતા કરી છે,
કોઇ પળે ‘ને સ્થળે કૃપા એની વરસી છે,
અંગત-અંગત દુઃખોમાં ક્યાંક ક્યાંક છે,
બિનસ્વાર્થી સ્નેહ, અહેતુક સૌહાર્દપૂર્ણ વર્તાવ,
પછી શા માટે જામ દરદના ભરવા,
પૂરવા ઉંડી આંખના ખાલી કોતરો ?
આશા ભલેને હોયે મૃગજળ,
શા માટે દરદ સહુ, બસ અંગત અંગત ?
સાથે છે વિશાળતા વિશ્વપતિની,
પછી કેવી નિરાશા, અંગત-અંગત ?
-પી. યુ. ઠક્કર
આશા , નિરાશા તો આવવાના જ.
મોટા માંધાતા અને મુફલિસ બન્નેને.
એક બહુ સરળ રસ્તો છે – એની ઉપર નિયમન મેળવવાનો.
એક ચોપડી ઈમેલથી મોકલું છું. જરૂર વાંચજો.
Nobody is exception from the effect of the frustration..this can be helpful to come out of if. One has to consciously know own unhappiness and sorrows..one does not have to escape from it. Dear Shri when a highly intellectual person confirms: આશા , નિરાશા તો આવવાના જ.
મોટા માંધાતા અને મુફલિસ બન્નેને.
of course this is one of the parts and aspects of the life. Thanks for sending material, how to meet and control it..
આશા એટલે શું?
કોઈ એક ઈચ્છા અને તેની પૂર્તિ ભવિષ્યમાં થશે તેવી અપેક્ષા.
નિરાશા એટલે શું?
કોઈ એક ઈચ્છા અને હવે તે પુરી નહીં થાય તેવો વિચાર.
આ બંને મનના ભાવ છે – મન પર જેનો કાબુ હોય તેનો ઈચ્છા પર કાબુ આવે – અને તો આશા કે નિરાશા બંનેથી અલિપ્ત રહી શકાય અને તેવે વખતે જે કાર્ય થાય તે પુરે પુરું ૧૦૦% મન દઈને થાય અને પરીણામ વધુ ઉત્તમ મળે – આ જ તો કર્મયોગ છે ને?
કર્મણ્યે વાધિકારસ્તે – મા ફલેષુ કદાચન !
ફળ ઉત્પન્ન થશે – વધારે સારું થશે – ફળ પર ધ્યાન નહીં હોય તો કાર્ય પર ધ્યાન રહેશે – અને કાર્ય દ્વારા જ ફળ ઉત્પન્ન થાય છે માટે સુફળ પ્રાપ્ત થશે.
પણ જો આશા અને નિરાશામાં જ મન રોકાઈ રહે તો યોગ્ય કર્મ થાય નહીં અને તો ફળ પણ પ્રાપ્ત ન જ થાય.
જીવન એટલે આરોહ અવરોહ. ઘટનાઓ ઘટે લાભાલાભની
અને મન પર અસર થાય, તેમાંથી ઉપર ઉઠવાનો સુંદર સંદેશ આપની રચનામાં છે.
રમેશ પટેલ(આકાશદીપ)
નકારાત્મકતા પ્રસર્યા પછી તેમાંથી બહાર આવવાના સંઘર્ષની આ મથામણને આપ જેવા સહૃદયી અને સંવેદનશીલ વડીલ મિત્રો પામે છે.. એ જ એક આશા અંગત-અંગત છે. આભાર, માન.શ્રી રમેશભાઇ-બ્લોગમાં પધારીને પ્રતિભાવ દર્શાવવા બદલ..
Really appreciable poem, last 4 lines are the best and positive. Keep it up.
શ્રી અતુલભાઇ, આશા-નિરાશાના આરોહ અવરોહમાં મન રોકાઇ રહે તો, કર્મફળ ઉપર વિપરીત અસર થવાની – આપે સચોટ વાત કહી છે. આ બેથી પર જવા એ બેયનો આસ્વાદ અનુભવવાની જીવનની આંટીઘૂંટીની વાતને આપે સરસ રીતે કહી છે.
‘વેણુનાદ’, આભાર. બ્લોગમાં પધારવા બદલ..
આશા ભલેને હોયે મૃગજળ,
શા માટે દરદ સહુ, બસ અંગત અંગત ?
સાથે છે વિશાળતા વિશ્વપતિની,
પછી કેવી નિરાશા, અંગત-અંગત ?
-પી. યુ. ઠક્કર
Enjoyed the Post & your thoughts.
Enjoyed the Comments & your input post comments.
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
See you on Chandrapukar.
આશા ભલેને હોયે મૃગજળ,
શા માટે દરદ સહુ, બસ અંગત અંગત ?
સાથે છે વિશાળતા વિશ્વપતિની,
પછી કેવી નિરાશા, અંગત-અંગત ?
-પી. યુ. ઠક્કર
Asha & Nirasha….2 sides of a Coin !
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
See you on Chandrapukar !