સમય અને ફરજ ના બે પાંખિયામાં
કપાતી જતી જીંદગીની ક્ષણો,
આહ… દિલમાં ચૂભતી આ કશક,
સ્નેહના સાટા કરવામાં જ ગુજરતી ગઇ,
દરેકે દરેક ક્ષણ, દરેક સાંજ સુધી,
બસ, નિરાંત એક રાત્રિની જ !!
જીંદગાનીની એ જ જૂની ફરજો માટે,
તૈયાર ફરી એક પ્રભાત,
બસ, સંધ્યા થવા માટે !!
આવતા રહ્યા અને પસાર થતા રહ્યા બધા એપીસોડ,
ફટાફટ… ‘બિના બ્રેકકે’ ના સમાચારની જેમ,
સતત અને સતત..
શાતા વળતી નથી, જીવન રાહ પર
કોને પુછુ, કેટલે આવી ? સંબંધોની ગાડી,
એ તો ચાલ્યા કરે, સતત અને સતતના બે પાટા પર
ક્યાં પહોંચી જીવનગાડી ??…
બારીમાંથી ડોકીયું થઇ ગયું આતુરતાપૂર્વક !!
ગામના નામનું બોર્ડ તો હતું, પણ ગામનું નામ જ ન્હોતું !!
કોરા બોર્ડ પર ‘‘સૈફ પાલનપુરીֹ ’’ નો શેર હતો –
‘‘જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.’’
- પી. યુ. ઠક્કર
‘‘શાતા વળતી નથી, જીવન રાહ પર
કોને પુછુ, કેટલે આવી ? સંબંધોની ગાડી,
એ તો ચાલ્યા કરે, સતત અને સતતના બે પાટા પર’’
– સ રસ યાદ.
ખાલિપાનો દરિયો ઘૂઘવે આંખોના ઊંડા કોતરમાં
જામ દરદનાં ભરતાં ભરતાં ડૂબીએ થોડું અંગત અંગત
મૃગજળનો વિસ્તાર ભલે ને ‘તું’ ને ‘હું’ની આજુબાજુ
પણ વરસાદી મોસમ જેવું મળીએ થોડું અંગત અંગત
આભાર પ્રજ્ઞાજુબેન.
ખાલીપાથી ભરાયેલા મનની મનોદશાને ઉજાગર કરતી અનુરૂપ પંક્તિઓ આપે મૂકી છે –
સૂક્કા ભંઠ રણમાં રખડતી નિરાશા ઝૂરે છે,
છતાં શંકાસ્પદ ચેતનાનો ઝબકાર જાગી જાય છે,
એક આશા જાગી જાય છે, અને
અગમ્યતાપૂર્ણ આંખો ચમકાવી જાય છે,
જિંદગી એટલી તો વ્યર્થ હોતી નથી,
ઓચિંતી પળે અગમ્ય આનંદ પણ છલકાય છે!
બહુરંગી ને બહુરૂપી આ જિંદગી !!
શૂં, જગન્નિયંતાએ જ એવી રચી છે ?
કે પછી, જન્મીને માનવ થયો ત્યારે પ્રભુએ
એને જોઇ અને જાણી છે,
એથી જ ‘એ’ણે ક્યાં ક્યાંક પૂર્તતા કરી છે,
કોઇ પળે ‘ને સ્થળે કૃપા એની વરસી છે,
અંગત-અંગત દુઃખોમાં ક્યાંક ક્યાંક છે,
બિનસ્વાર્થી સ્નેહ, અહેતુક સૌહાર્દપૂર્ણ વર્તાવ,
પછી શા માટે જામ દરદના ભરવા,
પૂરવા ઉંડી આંખના ખાલી કોતરો ?
આશા ભલેને હોયે મૃગજળ,
શા માટે દરદ સહુ, બસ અંગત અંગત ?
સાથે છે વિશાળતા વિશ્વપતિની,
પછી કેવી નિરાશા, અંગત-અંગત ?
-પી. યુ. ઠક્કર
ક્યારે આ રચના પોસ્ટ તરીકે મૂકાશે..
Really very nice combinations of words.
ક્યાં પહોંચી જીવનગાડી ??…
બારીમાંથી ડોકીયું થઇ ગયું આતુરતાપૂર્વક !!
ગામના નામનું બોર્ડ તો હતું, પણ ગામનું નામ જ ન્હોતું !!
ત્યારે ભાન થયું કે…….
જીવનમાં કાંઈ જ ના કર્યું,
અને, પાછુ વળવું મુશકીલ હતું,
એથી, જરા જાગી, જીવન ગાડી આગળ ચલાવવા નક્કી કર્યું,
હવે, જીવનમાં સારૂ હશે, એવું કાંઈ હૈયે થયું,
જીવનગાડીને સતના માર્ગે વાળી, ભવિષ્યમાં ડોકીયું નથી કરવું !
DR. CHANDRAVADAN MISTRY
શ્રી પ્રવીણભાઇ,
જીવનને સ્પર્શતી હૃદય સ્પર્શી આપની રચના અને સુશ્રી પ્રજ્ઞાનજુબેનની અદભૂત પંક્તિઓથી
કઈંક સરસ જાણવા માણવા મળ્યું.
રમેશ પટેલ(આકાશદીપ)
Thank you very much, Shri Rameshbahi.
પ્રવીણભાઇ, ઘણાં સમય પછી આપના બ્લોગ પર આવ્યોઃ-
‘‘ક્યાં પહોંચી જીવનગાડી ??…
બારીમાંથી ડોકીયું થઇ ગયું આતુરતાપૂર્વક !!
ગામના નામનું બોર્ડ તો હતું, પણ ગામનું નામ જ ન્હોતું !!
કોરા બોર્ડ પર ‘‘સૈફ પાલનપુરીֹ ’’ નો શેર હતો –
‘‘જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.’’ ’’
khub gahan…Befam no pan sher chhe ne..
બેફામ તો યે કેટલું થાકી જવું પડ્યું..
આભાર, દિલીપભાઇ.
[...] http://puthakkar.wordpress.com/2011/04/13/%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AA%A4-%E0%AA%85%E0%AA%82%E0… અગાઉ પોસ્ટ કરી. પછી તે વાંચતા તેમાં અંગત-અંગત દુઃખથી દુઃખી જવાની વાત જણાઇ. અને એકાએક જ વિચાર સ્ફૂર્યોઃ- અંગત-અંગત દુઃખો શા માટે? કારણ કે, જીવનમાં ઘણીવાર ઇશ્વરીય સહાય પણ મળી જતી હોય છે. ઇશ્વરની કૃપા હરપળ અને હરએક પરિસ્થિતિમાં વરસતી જ હોય છે- એવું સમજવાનો બોધ પણ ઘણી જગ્યાએ સાંભળવા મળે છે. દુઃખો શા માટે સહેવા? દુઃખ હોવું અને તેને અનુભવવું શું એ બે એક જ હોય કે અલગ અલગ ? દુઃખ અનુભવાતું હોય ત્યારે પણ ક્યાંક ક્યાંક અગમ્ય ચેતનાનો ઝબકાર જાગી જતો હોય છે !! પછી લાગતું પણ હોય છે કે, નિરાશ થવાની જરૂર નથી હોતી..અંગત-અંગત દુઃખોના બદલે દુઃખો સહન કરવાનો ઇન્કાર કરવો એ જ સુખ છે ? આવા વિચારોની યાત્રા – સ્વરૂપ શબ્દોનું. શ્રી પરમહંસ યોગાનંદજીનું એક ક્વોટેશનઃ- [...]