પાર વગરના તારા રૂપ જીંદગી !!
પામી ન શકાય એવા તારા રૂપ જીંદગી !!
પ્રાપ્તિની ચાહના જીંદગી,
પ્રાપ્યનો હર્ષ જીંદગી,
લોભે લખ્ખણ જાય, અસહ્ય જીંદગી,
છેવટે થકવી જ દેતી જીંદગી !!
શું કરે કોઇ, નદી કિનારે ય તરસ્યા ??
નદી કિનારે તરસ્યા, એ તો લાચાર જિંદગાની,
અક્કરમીનો પડીયો કાણો, એવી ય જિંદગાની,
રણમાં તરસ્યા રહ્યા એ જ જીંદગી,
રણમાં પાણી મળે મઝાની જીંદગી.
સંસાર ખારો, વિરક્તભાવ એ જ જીંદગી,
સાધુતા તો ય એકલતા સાલે ? ખરી જિંદગાની !!
સંસારીને સાધુતા ય લલચાવે, મોહ જિંદગાની,
સાધુને સંસાર લલચાવે, અરે !!
સાધુ સંસારને લલચાવે, આ તો –
આ તો – ઇડીયટ જીંદગાની !!
પાર વગરના તારા રૂપ જીંદગી !!
પામી ના શકાય એવા તારા રૂપ જીંદગી !!
-પી. યુ. ઠક્કર
Advertisement
આદરણીય શ્રી ઠક્કર સાહેબ,
જિંદગી એટલે અનેક રુપ સાથેનું જગત .શક્તિ હોય ત્યારે ઉપર અને બાજી પલટાય ત્યારે
વિપરિત અવસ્થા . આ આપનું કાવ્ય એક ભાવ સાથે સ્પર્શી ગયું.
રમેશ પટેલ(આકાશદીપ)
આભાર રમેશભાઇ (આકાશદીપ) .
ખૂબ સત્યથી ભરેલી રચના..જિંદગી રૂપ અવનવા છે..
સપના
પાર વગરના તારા રૂપ જીંદગી !!
પામી ના શકાય એવા તારા રૂપ જીંદગી !!
પ્રવીણભાઈ,
આ પોસ્ટરૂપી રચનામાં ઉપરના શબ્દો હતા.
ખરેખર, સંસારમાં આ એક માનવી…..પ્રભુએ એને સ્વત્રંતા આપી….સાથે આપી સંસારી મોહમાયા.
હવે એ માયા અપનાવી એની જીદગી બનાવે કે પ્રભુ તરફ જઈ એની જીદંગી બનાવે.
એક જ શરત….પ્રભુ તરફ જવા નિર્ણય કરે તો એને “મોહમાયા”નો ત્યાગ કરવો પડે.
જીદંગીના રૂપો અનેક પણ….એક જ જન્મ-મરણના ચક્કરોમાંથી મુક્તિ આપે છે !>>>>>ચંદ્રવદન
Liked your Post !
DR. CHANDRAVADAN MISTRY