ભજન – શા માટેઃ (ભાગ- ૧) હતાશા એટલે શું?
ભજન – શા માટેઃ (ભાગ- ર) ભજનથી વ્યાયામ થાય.
તેના વિષે આગળ ચર્ચા કરી. તેનો ટૂંક સાર જોઇ આગળની કડીને જોડીએઃ
(આખી દુનિયા નકામી છે, સ્વાર્થી છે, અને વગેરે ખ્યાલો મનમાં ઉભરી આવે. અને તેથી વિરૂધ્ધ આ દુનિયા જ સાવ નકામી છે; એવા બે પ્રકારના એકબીજાથી વિરૂધ્ધ વિચારોમાં રાચ્યા કરે. અને ફ્રસ્ટ્રેટ થઇ જાય. આવી વ્યક્તિ ભજનમાં જઇને બેસે તો, પલાંઠી વાળીને બેસવાથી પગમાં લોહીનું ભ્રમણ અટકે. પગમાં નહીં વહેતું લોહી પેટના અવયવોમાં ફરે અને તેના લાભ પાચન શક્તિને મળે. ભજનમાં તાળી પાડવાથી એક્યુપ્રેશરના લાભ મળે.)
ભજન શા માટે (ભાગ -૩) ભજનથી મનમાં ભાવ જાગે
નવરાત્રિમાં માતાજીને સંબોધીને આરતી ગાઇએ છીએ ‘ભાવ ના જાણુ, ભક્તિ ન જાણુ, મા નવ જાણુ સેવા…’ તે શું છે?
આપણે માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે; ‘હે મા મારામાં કોઇ ભાવ નથી’. આપણે માતાને કહીએ છીએ કે; ‘હે મા, મારામાં કશી ભક્તિ નથી.. હે મા, મારા પર કૃપા કર’. તો તે ભાવ અને ભક્તિ કેળવાય કેવી રીતે ?
-
ભજનના શબ્દોના મનમાં ભાવ જાગવા દઇને, તાલ અને લય સાથે, તાળી પાડીને, સમૂહમાં બેઠેલા લોકો સાથે એકસૂર થઇને બધાની સાથે સાથે ભાવપૂર્ણ રીતે આપણે ભજન ગાઇએ ત્યારે શનૈઃ શનૈઃ આપોઆપ એ ભાવ જાગે, મન તેનાથી પ્રભાવિત થાય.
ભજનના શબ્દો સાથે તદ્રુપ થવાથી, તે પ્રમાણેના મનમાં ભાવ જાગે અને ઇશ્વર માટે તે પ્રમાણેના ભાવ કેળવાય. દા.ત. ભજન ગવાતું હોય,
‘મારા લાલાને કોઇયે ના કપટી કહેશો,
એને કદીયે તો સુખનો ના વારો આવ્યો,
એણે જન્મ લીધો દેવકી કુખે,
જન્મતાની સાથે, એને જેલ મળી,
રાજાઓનો મહારાજ, એ તો વિશ્વ સરતાજ,
તો યે ગાયોનો એ તો ગોવાળો બન્યો, - ગોવાળો બન્યો
ઓ.. મારા લાલાને કોઇયે ના કપટી કહેશો..
— પી. યુ. ઠક્કર
સાથે સાથે તાળી પડતી હોય, ભજનની લય સાથે શ્વસનમાં લયબધ્ધતા આવી ગઇ હોય, અને પ્રાણાયામ આપોઆપ થઇ ગયા હોય. તેથી મનની એકાગ્રતાની શક્તિ આપોઆપ અને સહજ્ પણે કામે લાગી ગઇ હોય.
-
આપણી એકાગ્રતાની ક્ષમતાને ઇશ્વર નામમાં એકાગ્ર કરવા સિવાય બીજો કયો તેનો ઉપાય હોઇ શકે? ઇશ્વરની ભક્તિ મારફત મનને ચોક્કસ દિશામાં એકાગ્રતા કેળવવી તે જ આપણી શક્તિનો શ્રેષ્ઠતમ્ ઉપયોગ છે.
મનની એવી એકાગ્ર થયેલી ભૂમિકાએ ‘લાલા’ ને કોઇ કપટી કહે, એ કેટલે અંશે યોગ્ય કહેવાય; તે માટે લાલા માટે એક ભાવ જાગે, આપણે વિચારતા થઇ કે, આ દુનિયા તેને કપટી કહે તે કેવી રીતે બરાબર કહેવાય ?
-
લાલા માટે કોમળ લાગણીઓ જન્મે. વિચારો પ્રવૃત્ત થાય અને ભાવ જાગે કે લાલાના જન્મ સમયે તેના માતા-પિતાએ કેટ-કેટલા દૂઃખ વેઠવા પડ્યા હતા !! હૃદયમાં લાગણી જન્મે કે લાલો તો પરમ જ્ઞાની હતો. છતાં સીધો સાદો બનીને ગોપ-ગોપીઓનો થઇ ગયો હતો. અબુધ ગોપ-ગોપીઓના વ્હાલને વશ થયેલો. લાલો તો માત્ર પ્રેમસ્વરૂપ જ હતો તેવું સમજાવા માંડે. અને લાલા માટે પ્રેમભાવ જાગવાની શરૂઆત થઇ શકે. લાલાએ શાંતિની ચાહના કરી અને તોય છેવટે કોઇ ઉપાય જ ના રહેતા યુધ્ધ ભૂમિમાં ન્યાય આપવો પડ્યો
- આગળની કડી…
- ભજન – શા માટેઃ (ભાગ-૪) ભજનથી રાગદ્વેષ છૂટવાની શરૂઆત થાય.
- થોડા સમય પછી.. (under construction)

Nice analysis. Enjoyed.