
ભજન – શા માટેઃ (ભાગ- ૧) હતાશા એટલે શું?
તેના વિષે આગળ ચર્ચા કરી. તેનો ટૂંક સાર જોઇ આગળની કડીને જોડીએઃ
(જ્યારે પોતાની વાતને કોઇ મહત્વ આપવામાં ના આવે, અથવા તેની કોઇ નોંધ લેવામાં ના આવે તો, સ્વાભાવિકપણે નિરાશા વ્યાપે અને છેવટે તે વ્યક્તિનો આત્મવિશ્વાસ ચાલ્યો જાય. ધીમે ધીમે માણસ પોતે જ પોતાના વિષે એવું વિચારતો થઇ જાય કે, પોતે જરાય ઉપયોગી નથી અને છેવટે હતાશ થઇ જાય.એવી લાગણી થઇ આવે કે, આ દુનિયા સાથે મારે કોઇ રીતે તાલ-મેલ જામતો જ નથી. આખી દુનિયા નકામી છે, સ્વાર્થી છે, વગેરે ખ્યાલો મનમાં ઉભરી આવે અને માનવી ફ્રસ્ટ્રેટ થઇ જાય.)
ભજન – શા માટેઃ (ભાગ- ર) ભજનથી વ્યાયામ થાય
-
આવી વ્યક્તિઓ ભજનમાં જાય તો, ભજનથી સમૂહ મળે. ભજનમાં પોતાના જેવા બીજા મળે. વાત કરનાર અને વાત સાંભળનાર મળે. માણસ એકલો પડી જઇ હતાશ ના થઇ જાય.
-
નિરાશામાં સપડાઇને અને હતાશ થઇ ગયેલા માણસો શારીરિક વ્યાયામ પણ કરતા હોતા નથી. માત્ર ચિંતા કરતા હોય છે. અથવા આળસ કરીને કશું જ કરતા હોતા નથી. વાંચન પણ કરતાં હોતા નથી.
-
મોટાભાગે વધારે સારૂ આરોગ્ય રાખવા માટે લોકો બહુ પ્રયત્નશીલ હોતા નથી. બહુ ઓછા લોકો હેલ્થ કોન્સીયસ હોય છે. ગૃહિણીઓને કુટુંબની સેવા કરવામાંથી સમય મળતો હોતો નથી એટલે ભણેલી-ગણેલી બેનો પણ વ્યાયામની કિંમત સમજતી હોવા છતાં, કસરત કરી શકતી હોતી નથી. તેમના આરોગ્ય પ્રત્યે જરાય જાગૃત હોતી નથી.
-
ભજનમાં પલાંઠી વાળીને બેસી રહેવાથી, પગમાં વહેતા લોહીમાં રૂકાવટ થાય છે. અને પગમાં લોહીના ભ્રમણમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. પગમાં નહીં વહેતું લોહી પેટ અને તેના અવયવોમાં પરીભ્રમણ કરવાનું શરૂ કરે છે.
-
જેનાથી પેટના અવયવોને વધુ લોહી મળતાં પાચન શક્તિમાં સુધારો થાય છે. નહીં પચેલો ખોરાક પચવા માંડે છે. નબળી પાચન શક્તિમાં સુધારો થાય છે. ભજનમાં પલાંઠી વાળીને બેસવાથી પેટના દર્દોમાં રાહત થાય છે.
-
માત્ર સામાજિક ફરજ નિભાવવા ખાતર ભજનમાં ગયા હોય અથવા કોઇની સાથે સાથે ભજનમાં પહોંચી ગયા હોય ત્યારે મનમાં એમ થતું હોય કે, આ જરા અઘરો સમય પસાર થશે. પણ જ્યારે ભજન પુરૂ થઇ જાય તે પછી ઘણું સારૂ લાગતું હોય છે. શરીરમાં એક પ્રકારની શાતાનો અનુભવ થતો હોય છે. જે પાચન શક્તિને મળેલા લાભને કારણે હોય છે.
-
શરીરે અ-સુખ હોય, થોડું થોડું માથુ દુખતુ હોય, માત્ર પડ્યા રહેવાનું મન થતું હોય, કોઇકની સાથે શરમના માર્યા ભજનમાં જવું પડ્યું હોય તો, ભજનમાં ગયા પછી અનાયાસે જ શરીરનું અ-સુખ અને માથાનો દુખાવો ભૂલાઇ જવાતા હોય છે. ભજનમાં બેઠા પછી કેટલીક વખત ઓડકાર આવતા હોય છે અને સારૂ લાગતું હોય છે. જે પાચનશક્તિને મળેલા લાભને કારણે હોય છે.
-
શરીરને બિલકુલ કસરત પૂરી ના પાડનારા માટે ભજનમાં તાળી પાડવાથી થતી મૂવમેન્ટ ખૂબ જરૂરી છે. ભજનમાં તાલ સાથે તાળી પાડવાથી શરીરની મૂવમેન્ટ થાય. હથેળીમાં આવેલા પોઈન્ટ દબાતા એક્યુપ્રેશરનો લાભ મળે.
-
ભજનના તાલ સાથે, તાલી પાડવાથી એક લયબધ્ધતા આવે છે. તાલ પ્રમાણે આપોઆપ શ્વાસોચ્છવાસમાં પણ એક લયબધ્ધતા સ્થપાતી હોય છે. એ રીતે લયબધ્ધ શ્વસન થતાં આપોઆપ જ પ્રાણાયામ થાય છે.
આગળની કડી…
ભજન શા માટે (ભાગ -૩) ભજનથી મનમાં ભાવ જાગે
http://wp.me/pdMeq-72
ભજન વિષેનું આ ચિંતન ગમ્યું. A good analysis of physical and mental benefits.
ભજન એટલે મનના તાણાવાણા સાથે તનને પણ તાજગી મળે.
જીવનની હતાશાની ક્ષણો પરના વાદળો વિખરાઇ જાય .
સરસ બોધદાયક અને મનનીય વિચારો વાંચી આનંદ થયો.
જીવનની સાથે જોડાય ગયેલી ઉપયોગી વાત માટે અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
સુંદર રજુઆત માટે ધન્યવાદ.
- અમૃતગિરિ ગોસ્વામી
ભજન વિષે આપે ખુબ વિષદ માહિતિ આપી..
એકવાર તાર સંધાઇ જાય તો, અંદર અને બહાર બધેય આનંદ આવે..
ભજન ગાનારને કદી ડિપ્રેશન કે હતાશા ઘેરી શકે નહીં અને તેવી સ્થિતિ આવે તો, ભજન ગાઇને પોતાના ભાવને પ્રેમ સાથે જોડી દે તો ફરી હતાશા ગાયબ..
બહુ ગમ્યુ આપનું લખાણ…અને વિચારો પણ…
cool blog…
do visit my blog http://www.madhav.in
at times even my users would like and read on to your blog..
your comments and suggestions are always welcome..
thnx
ભજન વિષે સુંદર વિશ્લેષણ.
ભજનના ફાયદાઓ વિષે પહેલી વાર સાંભળ્યું જેને ઠક્કરસાહેબે વૈજ્ઞાનિક રીતે પણ સાબિત કરી બતાવ્યુ છે.