એક ડૂબકી, શાંત અંતરના ઓરડે,
શાંતિની ચીર નિદ્રામાં જાગૃત,
બીજુ કંઇ નહીં, બસ, જાગૃતિ.
ન અંજપાનો અહેસાસ, બસ, શાંતિનો સાથ.
ન આશા, ન ઉર્મિ, ન અપેક્ષાનો કોલાહલ,
ન ઇચ્છા, ન અપેક્ષા ન અજંપાની પ્રત્યાશા.
જાણે અંતરના ઉંડાણથી ઉભરતુ એક ઝરણું,
આનંદ અને સ્નેહની નદીમાં તરતુ અસ્તિત્વ.
ન કોઇ આધાર, પણ નિરાધાર નહીં,
ન વાત કે ચીત, બસ સત્ ચિત અને આનંદ.
ન જીત કે અસ્તિત્વની મથામણ.
કલ્પનાઓના ગગનોનો ક્ષય,
ન શબ્દ, અ-શબ્દ, ગાઢ શાંતિનો પોકાર,
અ-શબ્દ, બસ – સત્ ચિત અને આનંદ.
- પી. યુ. ઠક્કર
અંતરના ઓરડાની વાત..નશબ્દ, અ-શબ્દ અને ન ઇચ્છા, ન અપેક્ષા ન વાત કે ચીત..
આવી અસાધરણ હાલતમાં રહેવા માટે ખુબ ચિંતનની જરુર..
ઘણી સરસ કવિતા.
- સપના
અંતરના ઓરડે સત્ ચિત્ત અને આનંદની દુનિયામાં આપ રાચો છો. મને તો લાગે કે આ કવિની કલ્પના હોઈ શકે.
અતિસુંદર.
-કાંતિલાલ પરમાર
હીચીન
ખૂબ સરસ
કાંઈક આવા ભાવ અનુભવી
મારા બ્લોગનું નામ રાખ્યું
નિરવરવે-સહજ ભાવોના દ્યોતક
સુંદર કવિતા
મારા બ્લોગ પર આગમન કરવા આપને ભાવભીનું આમંત્રણ છે
જરૂરથી પધારજો અને આપનો અમૂલ્ય અભિપ્રાય અવશ્ય જણાવજો.
http://www.aagaman.wordpress.com
મયુર પ્રજાપતિ
ઘણુ સરસ છે મોટાભાઈ, તમે પરમાત્માના ચરણોમાં છો, ગોદમાં છો!!
કેટલા નસીબદાર છો, મને પણ શીખવો, બધાને પણ શીખવો.
અને હા, મોટાભાઈ, તમે જે શાંતિ અને આનંદ અનુભવો છો એ લૌકિક છે કે અલૌકિક; એ તમે ના સમજાવ્યું,
અને તમારી આંખોમાંથી સાનંદાશ્રુ આવ્યા, અલૌકિક સ્વર્ગીય રોમાંચ અનુભવ્યો પરંતુ, પરમાત્માનો સુંદર મીઠો અવાજ સંભળાયો કે નહિ; એ વિષે પણ લખ્યું હોત તો?
અને હા, તમે ખાલી હાથે પાછા કેમ આવ્યા?
તમને પરમેશ્વરે કંઈક તો કહ્યુ હશે? કોઈ પણ વિષે, તમારા, રાજ્યના, દેશના, દુનિયાના, પાપના, પુણ્યના, અથવા કોઈ પણ વિષે. એવુ બની જ ના શકે કે તમે પરમપિતા પાસે બેઠા હો ને એ તમને કશુ પણ કહે નહિ કે, આપે નહિ. મને એવું લાગે છે કે, તમે પરમાત્માના આંગણાંમાં બેસીને પાછા આવી ગયા.
નહિ તો તમે તેમની પૂજા અર્ચના તમે આત્માથી કરી હોત. અને એમની પૂજા-અર્ચના તમારા, દેશના, દુનિયાના પાપો માટે, ગરીબો પર અત્યાચાર, બેસહારો ના સહારા માટે, બિમારોની તંદુરસ્તી માટે, અને આપણા દેશના ટીવી દ્વારા પાપીઓના સામ્રાજ્યના પાપનીની માફી તમારા અશ્રુથી માંગી હોત તો?
ચાલો, કંઈ વાંધો નહિ. ફરીથી એ માંગજો, પરમેશ્વરને કહેશો તો, એ મૂંગો નથી, તમને કંઈક તો કહેશે. માટે મારા માટે, દેશ માટે સારા સમાચાર લાવજો એવી મારી નમ્ર વિનંતી છે.
અને હા, મારાથી ઝાઝુ કહેવાઈ ગયું હોય તો, માફ કરજો કેમ કે, મને પરમાત્માની નજદીકીયા ખુબજ ગમે છે, અને એવી કવિતા પણ જેવી કે યોગેશ્વર્જી, જાની સાહેબ, કાંતિલાલ પરમારજી અને હ્જુ હું નવો છુ માટે જેને નથી વાંચ્યા એમના નામ કે સાઈટ બતાવશો તો ખુબ ખુબ આભાર…..
મોટાભાઇના સંબોધનથી રાજેશભાઇ, તમને ઘણાં બધા અગ્રહક્ક પ્રાપ્ત થઇ ગયા.
મારી સાથે કોઇ ઝગડ્યું હોય એવું લાગ્યું. સાચુ કહુ તો, આ ઝગડો પ્રેમના પૂર સમો લાગ્યો અને પૂરમાં તણાઇ ના જવું; એ તો શક્ય જ નથી!!
વિધીએ જ નિર્માણ કર્યું છે કે, આ ભાઇ પાસેથી તમારે કેટલાક અગ્રહક્ક પ્રાપ્ત(અલબત્ત કપટયુક્ત નહીં જ પણ પ્રેમાળ મુત્સદ્દીગીરી તો ખરી જ !!) કરી લેવા તો પછી, તેમાં માફ કરવાનો પ્રશ્ન જ ક્યાં છે, છોટે ભાઇ?
સંત પુનિત મહારાજના શબ્દો છે; ‘‘પ્રેમ આગળ તો નેમ તૂટી જતા રે લોલ ’’ (નેમ-નિયમ)
તમારી સ્નેહાળ અપેક્ષાઓ અસ્થાને નથી.
પરંતુ ખાટલે મોટી ખોડ છે કે,
ઇશ્વરના સાકાર સ્વરૂપને ભજીને,
અસીમ પ્રેમ કરીને,
હૃદયતલમાંથી ઉઠતા,
શુધ્ધ લાગણીના, પૂરને વહેવા દઇને,
બસ, બીજુ કંઇ નહી,
માત્ર ઉત્કટ પ્રેમની પરાકાષ્ટા જ !
અડગ નિશ્ચલ શ્રધ્ધા,
લેશમાત્ર શંકા કે કુશંકા નહીં,
બસ ઇશ્વર જ,
અને તેનો પ્રેમમય ઘેઘૂર અવાજ સાંભળવાની લાલસાના તીવ્રતમ્ પોકારો
ક્ષણ બે ક્ષણ નહીં,
યુગો સુધી પોકારીને બોલાવવાની તાલાવેલી,
બીજી કોઇ રીતે નહી, બસ,
હૃદય ચીરીને !
અને ન આવે ત્યાં સુધી,
બસ તેનું જ બસ રટણ,અને
તેનું જ મનન.
મનના તાતારંગ, બે પાંચ લાખ નહીં,
ન સાવધાન કે ન અવધાન,
બસ એક જ લક્ષ્ય,
હે પરમ તત્વ બસ તૂં હી તૂં…
-ની ભૂમિકા જાગશે તો છોટે ભૈયા હર કોઇ તે માંગી શકશે.
હે ઇશ્વર તારી આ દુનિયામાંથી દુઃખો દૂર કર.
હે વ્હાલા છોટે ભૈયા,
તમારા સ્નેહના પૂરથી ભીંજાઇને સ્ફૂરેલી આ પ્રાર્થના આપને અર્પણ…
ઓહ બાપ રે !!
આવા અતિ સુંદર, ગુલાબની કોમળ અને પંખુડી જેવા સુંદર અને કોંમળ,
સદાને માટે વખાણવા લાયક,
સદાને માટે સાચવવા યોગ્ય કવિતામય શબ્દોની ભેટ મુજ પાપી માટે !!
સાનંદાશ્ચર્ય, પણ હું ક્યાં એના યોગ્ય છુ ?
એ તો આપણા અતિ દયાળુ, ક્રુપાળુ, શક્તિશાળી, મહિમામય પરમ પિતા પરમેશ્વર પ્રભુ યીશુની જ મહેરબાની છે જે તમારા હ્રદયમાં મુજ પાપી માટે આવો અક્લ્પ્ય પ્રેમ પ્રગટાવે છે. હે પ્રભુ આ પ્રેમ સદા ભરપૂર રહે એ જ પ્રાર્થના…
અદભૂત, અદભૂત…
ધન્યવાદ પરમાત્મા…
ભાઈનો બધી રીતે ખ્યાલ રાખજો બાપા,
ભાઈ શ્રી પ્રવીણભાઈ,
સરકારી ફરજોની સાથે સાથે, અંતરના ઓરડામાં ડોકિયું કરવાનું પણ કોઈ વિચારી પણ ના શકે, ત્યારે તમે ત્યાં ડૂબકી મારી ચીર આનંદ પામી શકો છો; એ ખૂબ મજાની વાત છે. ઈશ્વર કૃપા જ ગણાય.
ખૂબ સુંદર રચના છે. અભિનંદન
બહુ ગમી ગઈ. હાલોકનના ભાવની ઘણી નજીક. એ ઝણઝણાટી, એ હોવાપણાની પ્રતીતિ, નળીઓમાં ધસમસતા લોહીનો એ ઉન્મેશ …એને શબ્દ દેહ સરસ આપી દીધો.
પણ એ અવસ્થા ચોવીસ કલાક રહે એમ થાય , એવી અપેક્ષા હવે રહ્યા કરે છે.
એક સરસ વાત આર્ટ ઓફ લિવિંગનો કોર્સ અમદાવાદમાં કર્યો ત્યારે જાણવા મળી ..
એ અવસ્થા પ્રાપ્ત કરવા માટે ત્રણ ચીજ જરૂરી
સતત…
સાધના
સત્સંગ
સેવા
સાથે એ દિશામાં ચાલીએ – ભલે આપણા રસ્તા અલગ હોય. એ સમાંતર છે જ.