બધુ મળે છે આજે વાત કરનાર મળતા નથી
દોસ્તો વગર, જીંદગી જીંદગી નથી
જોયા છે દેવમંદિરોના ઓટલે
ખામોશ રહીને મિત્રો ખોળતા વૃદ્ધોને
વાત કહેવી છે, કદાચ કોઇ સાંભળનાર મળે
પણ દોસ્તો વગર, જીંદગી જીંદગી નથી,
વાત લઇને ફરે છે, રાહ જૂએ છે સાંભળનારની
ચકોર નજર છેઃ ક્યાં છે મારા જેવા ?
પણ તોય નસીબ થતા નથી કોઇ,
દોસ્તો વગર, જીંદગી જીંદગી નથી,
નસીબ થતા નથી કેટલાકને તો છેક સુધી,
ગણીને માત્ર ચાર, જે પહોંચાડે -
મિત્ર વિનાના, પ્રાણ વિનાના, નાશવંત શરીરને લક્ષ્યે
દોસ્તો વગર, જીંદગી તો શું ? મૃત્યુ મૃત્યુ ય નથી !!!
દોસ્તો વગર, જીંદગી જીંદગી નથી,
Very true.
સાચી વાત છે વડીલ શ્રી…સાચ્ચા દોસ્તો વગર આ જિંદગી નકામી છે. સરસ મજાની રચના
Vah khubaj gami aa geet ne http://www.sugamsangeet.net per sambhali shaksho.
Kantipatel
Oshawa, Ontario, Canada
Kantipatel@sugamsangeet.net