સતત અને સતત
December 11, 2009 by puthakkar
રસ્તો અચલ ‘ને ચાલ્યા કરુ છુ,
સતત ‘ને સતત.
જીવનરાહ પર શાતા વળતી નથી
હાંસલ કર્યાના સંતોષની,
અજંપો કંઇક
સતત ‘ને સતત.
કોને પુછુ કેટલે આવ્યો ?
બધા આ જ પ્રશ્ન લઇને ફરે છે,
સતત ‘ને સતત.
એક મિત્રએ મજાક કરી,
તું ય ચાલે છે ‘ને રસ્તો પણ ચાલે છે.
શું જીવન એક્સરસાઇઝ છે વોકીંગ મશીન પરની ?
હું ય ચાલુ છુ ‘ને રસ્તો પણ ચાલે છે,
જ્યાં હતો ત્યાં જ છુ ?
મિત્ર, એવું બને ?
‘હા, એવું ય બને’ – અપેક્ષા છે આ સિવાયના ઉત્તરની
મજાકીયા મિત્રએ એવું કહ્યુ જ છે ને !!
હું ય ચાલુ છુ ‘ને રસ્તો પણ ચાલે છે,
ચાલુ છુ તોય ઉભો છુ ‘ને રસ્તો ય ઉભો છે !!
- પી. યુ. ઠક્કર
Like this:
Be the first to like this post.
Posted in કવિતા | 14 Comments
Leave a Reply
‘‘હું ય ચાલુ છુ ‘ને રસ્તો પણ ચાલે છે,
ચાલુ છુ તોય ઉભો છુ ‘ને રસ્તો ય ઉભો છે !!’’
A poem with deep sense. Enjoyed its spirit. Congratulations, Pravinbhai.
Ramesh Patel(Aakashdeep)
Nice site. Included your site on ફોર એસ વી – સંમેલન for more readers to access your site.
‘‘ તું ય ચાલે છે ‘ને રસ્તો પણ ચાલે છે.
શું જીવન એક્સરસાઇઝ છે વોકીંગ મશીન પરની ? ’’
——————-
સરસ ઉપમા. આ જ વિચાર ઉપર મારી કવિતા…
કોઇ સરકે છે. કોઇ ટહેલે છે.
કોઇ ધસમસ શ્વાસે દોડે છે.
કોઇ હાંફે છે. કોઇ નીતરે છે.
કોઇ લયમાં શિરને ડોલે છે.
કોઇ મરકે છે. કોઇ બબડે છે.
કોઇ રડમસ ચહેરે લટકે છે.
કોઇ ભારે ભારને ઊંચકે છે.
કોઇ હળવા દડાથી ખેલે છે
—————————
આખી કવિતા …
http://kaavyasoor.wordpress.com/2006/07/04/jeevan_kasaeat/
very nice poem…
‘‘હું ય ચાલુ છુ ‘ને રસ્તો પણ ચાલે છે,
ચાલુ છુ તોય ઉભો છુ ‘ને રસ્તો ય ઉભો છે !!’’
મન્જિલ છે અહીં રસ્તો છે અહીથી અહી સુધી….
સરસ રચના.
સ્થળ, કાળ કે ગંતવ્યના ચોક્ક્સ પરિમાણ વગર જ ચાલવું, સતત અને સતત, તે તો આકરું અને વ્યર્થ જ લાગે. અનેક પરિમાણી GPS – Global Positioning System, a satellite navigational system, હાથવગું હોય તો, ચરૈવેતિ ચરૈવેતિ- જેવા મૂળ મંત્રનું સાફલ્ય સિદ્ધ થાય.
sir,
u have captured the gist of “siddhartha” by herman hesse.
in it , siddhartha, the monk cum sansari at last sees everything in the waters of the river, standing still yet moving in the flow…….
the book was very disturbing but all the more thought provoking……..
but i feel u r still young enough to churn out some really rousing poetry….
all the best.
Sir, this poem is nice one. Enjoyed reading a philosophical poem, liked much. Congratulations.
એક દોસ્ત, શ્રી એસ.એસ. વિસાણાએ ‘‘ સિધ્ધાર્થ ’’ નવલકથા સાથે કવિતાને સાંકળી છે. ‘‘ સિધ્ધાર્થ ’’ નવલકથા સાથે સાંકળવામાં આવેલી કોમેન્ટ બાબતે અગાઉ કોઇ વિચાર ન્હોતો આવ્યો. તેમ જ ‘સતત અને સતત’ કવિતા લખાઇ ત્યારે પૃષ્ઠભૂમિમાં પણ આ નવલકથા ન હતી. યોગાનુયોગે “Siddharth” નવલકથા વિષે આ લીન્ક(http://gujarat1.wordpress.com/2006/11/15/anamika12/) પરના લખાણને અત્યારે વાંચતાં જ વર્ષો પહેલાં વાંચવામાં આવેલી સિધ્ધાર્થ નવલકથા મનસપટ પર જીવંત થઇ ગઇ.. જેનો સાર કંઇક આ મુજબ છેઃ
સિધ્ધાર્થ નામનો એક સફળ વ્યક્તિ જીવન શું છે; તેની મથામણ અનુભવે છે. તેનો તાગ પામવા તે ગૃહત્યાગ કરે છે-રઝળે છે. સિધ્ધાર્થના જીવનનું એક પાસુ છતુ થાય છે.
પરંતુ ફરી પાછો સિધ્ધાર્થ વારાંગનાની માયામાં એક નવી જીંદગી જીવી લે છે. એ રીતે તે સંતોષનો અહેસાસ અનુભવે છે- આ પણ સિધ્ધાર્થની જીંદગીનો એક આયામ છે.
પણ પછી સિધ્ધાર્થને પાછુ એમ લાગે છે કે તેને સાચો સંતોષ નથી મળ્યો પણ સંતોષનો ભ્રમ જ થયો છે- અને આ બધું મિથ્યા છે. અને ફરી પાછો તે બધુ ત્યજી દે છે. દરમિયાનમાં એક સંતાનનો પિતા બની ગયો હોય છે.
અને બીજી બાજુ એક નવા સિધ્ધાર્થનો આવિર્ભાવ થયો હોય છે. સિધ્ધાર્થ આ જીવનને કંઇક સમજ્યો છે તેવું જગત સિધ્ધાર્થને માટે માનીને તેને ઘણો આદર આપે છે. સિધ્ધાર્થનું જીવન તેને સાર્થક થયું હોય તેવો સંતોષ લેવા દે છે. આ પણ એક નવા આયામનો વ્યાયામ સિધ્ધાર્થને ગમે છે.
તેનો મિત્ર ગોવિંદો સિધ્ધાર્થ પહેલાં જ સંસાર છોડી ચૂક્યો હતો. અને જેને હજુ સત્ય લાધ્યુ નથી તે સત્યને શોધી રહ્યો છે. જ્યારે બીજી બાજુ કમલા નામની વારાંગનામાં ફસાયેલો સિધ્ધાર્થ કાળક્રમે ગોવિંદા કરતાં વધુ પ્રબુધ્ધ પુરવાર થયો અને ગોવિંદો સિધ્ધાર્થમાં ભગવાન બુદ્ધની દિવ્ય આભા પ્રગટ થતી જુએ છે. જીંદગીરૂપી ખેલમાં સાધુ સિધ્ધાર્થ એક નવો જ દાવ રમતો જોવા મળે છે.
પણ જીંદગી તો કેવી છે? (સતત અને સતત) સતત મથામણ અને મથામણ બીજુ તો શું?
ભગવાન બુધ્ધની દિવ્ય આભા જેનમાં પ્રગટતી આ દુનિયા જૂએ છે, તેવા સાધુ ઉપર સિધ્ધાર્થનો પોતાનો જ (પૂર્વાશ્રમનો-ગૃહસ્થ જીવનનો) પુત્ર નદી કીનારે લોટાના પ્રહારથી તેને અપમાનીત કરે છે.
અને ત્યારે સિધ્ધાર્થ ફીલોસોફી રજુ કરે છે : આ નદીને નિહાળો … તેની માફક જીવનપ્રવાહમાં મુક્તપણે વહેતા રહો …(બસ પાણીની જેમ વહેતા રહો..રોકાઇ ના જાઓ.- એવું કંઇક કહે છે.) ધ્યેયપ્રાપ્તિની દોડ તમને બંધનમાં નાખશે …. શબ્દોના ભ્રમમાં ન ફસાઓ … શબ્દોની માયાજાળમાં ઘણી વાર સત્ય છુપાઈ જાય છે … ભગવાન બુદ્ધના શબ્દોને જ નહીં, તેમના પ્રેમમય જીવનને સમજો .. પ્રેમ જીવનનો આધાર છે … અસ્તિત્ત્વને સમગ્રતાથી પ્રેમ કરો …
શ્રી વિશાણાની ઉપરની કોમેન્ટ સાર્થક થતી લાગી. પ્રિય વિસાણાજીનો ખૂબ ખૂબ આભાર.આભાર.
સરસ રચના
હું ચાલુ કે તે ચાલે, આ ચાલ- ચાલનો ફેર છે. ચાલ- ચાલમાં ચાલાકી એ જ દુનિયાનો ભેદ છે.
રસ્તા નાના, રસ્તા મોટા, રસ્તા આડા, રસ્તા સીધા,બસ ચાલવું એ જ ટેક છે.
Dear Shri P. U.Thakkar Sir,
કોને પુછુ કેટલે આવ્યો ?
બધા આ જ પ્રશ્ન લઇને ફરે છે,
સતત ‘ને સતત.
Very nice. I like it.
- Dr. Kishorbhai M. Patel
સુંદર… ચાલતા રહેવું તે જ ધર્મ, તે જ કર્મ, છતાં સ્મરણની ભીડમાં કયા રસ્તે ચાલીએ છીએ તે ખબર હોય છે ખરી? જો હોય તો રસ્તાની યોગ્યતા પર વિશ્વાસ ખરો? એક પંક્તિ યાદ આવી ગઇ કદાય શૂન્ય પાલનપુરીની છે…..
……..
બંધ આંખે પ્રેરણા આલી તો કાંઇક રસ્તો થયો,
મન સ્મરણની ભીડમાં અટવાઇ રહ્યું
વિસ્મૃતિએ આંગળી ઝાલી તો કાંઇક રસ્તો થયો
…….
સરસ કાવ્ય બન્યુ છે..અછાંદસ. હું પણ સતત વિચારુ કે સતત ચાલતા રેહવા છતાં જ્યાં છીએ ત્યાંના ત્યાં- એક વર્તુળમા ફરીએ છીએ..
- સપના
આપનું આ સુંદર અને ગહન કાવ્ય વાંચી ને મદાલસા સ્તોત્રનો એક શ્લોક યાદ આવ્યો.
ભુમી યાનં યાનોસ્તિ શરીરં
તત્ર તીષ્ઠતી ભવસ્વામી
નાસ્તિ શરીરં નમેતી ભુમિ
કીં કુમતિ કથ અનુગામી
મદાલસ પોતાના ચોથા પુત્ર અલર્કને કહે છે કે “અરે આ પૃથ્વી કે જેના ઉપર તુ ફરી રહ્યો છો તે તો એક વાહન છે અને જે શરીર લઈને તું ફરી રહ્યો છે તે પણ એક યાન છે. પણ તું ન તો આ શરીર છો અને ન તો ભુમી. પરંતુ તું તો આ સઘળાનો સ્વામી છો તો પછી તારી કુમતી શા માટે કોઈની અનુગામી બની રહી છે?”
શ્રી પ્રવિણભાઈ, આપ સૌ સાક્ષરોની દુનિયા નિરાળી છે. ઘણું જાણવા સમજવા મળે છે.
કાંતિલાલ પરમાર
હીચીન