Purity of Mind
Sant Soordas was a common man named Bilvamangal who lived a life of eating, drinking and making marry. A Nrityangana named Chintamani, having God alone in her mind and heart full of devotion, came into life of Bilvamangal.
Chintamani used to perform dances just for her livelihood. She sang and danced keeping only God in her mind. She expressed pure love by singing in the name of God. But Bilvamangal due to his own thinking misunderstood that Chintamani did all these in his love. Bilvamangal had become mad after Chintamani. Bilvamangal reached Chintamani’s place using a dead man as if that was a boat and climbed Chintamani’s house with the help of a dead snake as if that was a rope. Chintamani advised Bilvamangal to concentrate on God instead of herself. Chintamani guided Bilvamangal to start loving God instead of herself. “How to love God?” Bilvamangal asked Chintamani. She explained “just in the same manner you love me, you have to start loving God instead of me”.
Since it was told by Chintamani, he was touched and his heart moved. A turning point comes in his life. He tries to see God everywhere instead of lust. But Bilvamangal finds much difficult to see God. Bilvamagal, who had trained his mind by thinking just for Chintamani so far, diverted to Chintamani on and off. Incidents happened that while searching God his mind ran after lust. But Bilvamangal was sincerer and he did not leave his efforts for cultivating love for God. He continued searching God within and ultimately, this world got BHAKTA SOORDAS.
* મોહાંધ વ્યક્તિને તે પોતે સામે શું જોઇ રહ્યો છે; એનું ભાન રહેતું નથી. સાપને દોરડું સમજી લેનાર બિલ્વમંગલની વાત આપણે બધા જાણીએ છીએ.
* બિલ્વમંગલની દૃષ્ટિમાં રહેલા કામરૂપી સ્વાર્થને લઇને લોલુપતામાં પરિણમેલા પોતાના શરીરને અને મનને સખ્ત શિક્ષા કરવા માટે બિલ્વમંગલે આંખો ફોડી નાંખી હતી.
* બિલ્વમંગલે તેના મનને ઠીક કરીને આ જગતને કામરૂપી દૃષ્ટિથી ન જોવાનો નિર્ધાર કરેલો.
* પણ વર્ષો સુધી ખોટી વિચારધારાઓથી ટેવાઇ ગયેલું તેનું મન તેના આવા પવિત્ર નિર્ધારને પાર પાડવામાં સાથ આપતું ન હતુ.
* મનથી જાગી ગયેલા બિલ્વમંગલને અંતર્મુખી થઇ, આંખો બંધ કરને ઇશ્વરને જોવામાં તેના પોતાના ચર્મ ચક્ષુ અંતરાયરૂપ થતાં જણાયા હતા.
* તેથી પાપની સામે લઢી લેવાના દૃઢ નિર્ધારને લઇને છેવટે બિલ્વમંગલ હઠાગ્રહી બની ગયો અને છેવટે મન કાબુમાં ના આવતાં પોતાને શિક્ષા કરવાનો નિર્ધાર કરી નાંખ્યો.
* છેવટે, બિલ્વમંગલે ગરમ સળીયાથી પોતાના હાથે જ પોતાની આંખોને કાયમ માટે દૃષ્ટિહીન કરી નાંખી.
* દૃશ્ય જગતને સદા નીરખી નીરખીને મનને દુષતિ કરતી આંખોથી આ જગતને જોવાને બદલે કેવળ એક ઇશ્વરને જ મનમાં ધારણ કરવાની બિલ્વમંગલની અસાધારણ ભૂખે એને આવું સખત કામ કરવા માટે પ્રેર્યો.
* બિલ્વમંગલના મનમાં ઇશ્વર માટે કેવું અદ્વિતિય સ્થાન હશે?
* ભગવાન માટેની માત્ર અપ્રતિમ તાલાવેલી જ આવું કામ કરાવી શકે.
* અને તે તાલાવેલી કંઇ જેવી તેવી હોય નહીં !!
* જગન્નિયંતા પરમેશ્વર સિવાયનું કંઇ પણ મન સહન ન કરી શકે, એવી બિલ્વમંગલના મનની સ્થિતી થઇ હશે.
* એક વખતના લોલુપ બિલ્વમંગલ ઇશ્વરને પામવા વિહ્વળ બની જાય છે. ઇશ્વર સિવાય તેઓ કંઇ સહન જ કરી શકતા નથી. ત્યારે, આ જગતને બિલ્વમંગળમાંથી રૂપાંતરીત થયેલા ભક્ત સૂરદાસ પ્રાપ્ત થયા.
* બિલ્વમંગળના મનમાંથી પાપ ગયું ત્યારે આ જગતને સૂરદાસરૂપી પવિત્ર માનવી અને એક સાચા ભક્ત મળ્યા.
* સૂરદાસના નામે એક સાચા ભક્તરાજ એ જ વ્યક્તિ હતી કે જે, પહેલાં એક લોલુપ બિલ્વમંગળ હતો.
* અલબત્ત, જગતમાં એવી કોઇ વ્યક્તિ નહીં હોય જેણે જન્મીને કોઇ ને કોઇ ભૂલ ના કરી હોય.
* પણ તે ભૂલોની લઘુતામાં – દીનતામાં ફસાયા વિના હિંમતથી તેવી નબળી માનસિકતામાંથી બહાર આવી જઇ ઉચ્ચ જીવન જીવવાનો બિલ્વમંગળે પ્રયાસ કર્યો તો, સફળતા મળી.
* બિલ્વમંગળ લોલુપતામાં ગળાડૂબ હતા પણ જાગી જઇને સતર્કતાથી સાવધાનીથી લોલુપતામાં વપરાતી શક્તિને ઇશ્વર ખોજમાં પરાવર્તિત કરી. બસ, સહજ્ સાવધાન સ્થિતી કેળવીને.
* મનને વિવેક શીખવવાની રીતે છેઃ મનને નિષ્ઠાપૂર્વક પૂછવું જોઇએ કે, હે મન, તું મને ખરેખર કહે કે તું શું ઇચ્છે છે? એમ પૂછીને સત્ય જાણીને પછી ઇચ્છાશક્તિને વિવેક શીખવી શકાય.
* મનને ધીરે ધીરે વિચારપૂર્વક કેળવવામાં આવે તો, મનને ઓળખીને કાબુમાં લેવાનું શીખી શકાય.
* અને એ રીતે ઇશ્વર માટેનો સાચો પ્રેમ કેળવી શકાય.
* અલબત્ત, મન અને હૃદયમાં ભક્તિના બીજ રોપીને તેને ઉછેરવામાં ઘણી ધીરજ અને ખંત જોઇએ. ધીરજથી શ્રધ્ધા અને ભક્તિ કેળવાય જ.
* વફાદારી અને નિષ્ઠા જોઇએ. બિલ્વમંગળની જેમ આંખ ફોડી નાંખવાની જરૂર નથી, પણ વફાદારીથી મનને કેળવવું જોઇએ.
* સાચો અને નેક ઇરાદો હોય અને ભજન સત્સંગનો સાથ હોય તો, ઇશ્વરને પ્યારા બની શકાય.
* સાથે સાથે, ભગવાન પણ એટલા જ દયાળુ છે.
* સાચા હૃદયથી માત્ર ઇશ્વરને જ પ્રાધાન્ય આપવામાં આવે તો, ભગવાન તે માટેની ખાતરી મેળવવા આકરી કસોટીઓ જરૂર કરે.
* અને તેવી કસોટીમાં બિલ્વમંગળ જેવી સાચી નિષ્ઠા અને વફાદારી જણાય તો, ભગવાન પણ મક્કમ ઇરાદા અને સાચી નિષ્ઠા હોય ત્યાં અચૂકપણે તેમની દયા દર્શાવે. વફાદાર વ્યક્તિ બિલ્વમંગળની જેમ કસોટીઓમાં અચૂકપણે પાસ થાય.
* શરત છેઃ ઇશ્વર ઉપરના બિનશરતી ઉંડા અને સાચા પ્રેમની.
* પરમકૃપાળુ પરમેશ્વરની પરીક્ષામાં પાસ થતાં જ કૃપા નિધાન તેમની કૃપા અને સ્નેહના બધા જ દરવાજા આવા સાચા ભક્ત માટે અચૂકપણે ખુલ્લા મૂકી દે.
* નરસિંહ મહેતા જેવા ભક્તો માટે ભગવાને અનેકવાર તેમના કુબેર-ભંડારો ખુલ્લા મૂકી દીધેલા હતા.
* નરસિંહ મહેતાના મનમાં દુન્યવી આટાપાટાની કોઇ વાત જ ન હતી. તેમના મનમાં તો એક માત્ર ઇશ્વરના માધ્યમ થકી સર્વ માટે પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ હતો.
* દયાળુ ભગવાન રીઝે તો, આપણને ભૌતિક સુખો પણ આપે.
* અલબત્ત, સાચા ઇશ્વરના શોધકોને મન તેવા સુખોની કંઇ પરવા હોતી નથી. પણ આધ્યાત્મિક અને ભૌતિક એમ બધી ય રીતે ઇશ્વર પોતાના સાચા ભક્તો ઉપર કૃપા ઉતારતા હોય છે.
* આવી જ રીતે, મનની ખોટી અને અવળી સ્થિતીને લીધે પતઇના રાજાને મહાકાળી માતામાં ‘મા’ દેખાતી ન હતી.
* જગત ખરેખર જેવું હોય છે તેવું વ્યક્તિને ભાસતુ નથી પણ વ્યક્તિ જેવી રીતે જગતને જુએ છે; એવું જગત તેને દેખાય છે.
* પતઇના મોહાંધ રાજાને તેના મનની લોલુપતાને લીધે તેની સામે જ ઉભેલી અને જેમને તે નીરખી રહ્યો હતો તે સાક્ષાત ‘મા’ જ હતી છતાં, પતઇના રાજાને તેમાં ‘મા’ના દર્શન થતા નથી.
* પતઇના રાજાએ તેના મનમાં કામને સેવી સેવીને મનને એટલું દૂષતિ કરી નાંખ્યું છે કે, સામે રહેલ વ્હાલના દરીયારૂપી ‘મા’ માં તેને મા દેખાતી નથી. કેવી માનસિક ઋગ્ણતા? કેવી બિમાર મનોદશા?
* માટે જ મહાકાળી માતા છેવટે પતઇના રાજાના અંતરચક્ષુ ખોલી નાંખે છે.
* સ્ત્રી એ એક શક્તિ છે, સ્ત્રી એ પરાશક્તિ છે.
* ઇશ્વરે તેમના સર્જનની શક્તિને સ્ત્રી મારફત પ્રગટ કરી છે.
* પૂર્વની સંસ્કૃતિ, એટલે કે, ભારતની સંસ્કૃતિએ સ્ત્રીને પૂજનીય અને આદરણીય ગણી છે.
* જ્યારે તેથી વિરુધ્ધ, પશ્ચિમની સંસ્કૃતિએ સ્ત્રીને માનની નજરે જોવાના બદલે ઉપભોગનું સાધાન ગણ્યુ છે.
* આ અંગે કોઇ સંસ્કૃતિનો વિવાદ કરે તો પણ એનો ઇન્કાર થઇ શકે તેમ નથી કે, ભારતીય સંસ્કૃતિએ દેવી અને માતાના સ્વરુપે સ્ત્રીની પૂજા કરી છે. જ્યારે પશ્ચિમે એવું નથી કર્યુ.
* પશ્ચિમની પ્રજા એટલે કે, યુરોપ અને અમેરીકા ખંડ. યુરોપ અને અમેરીકાની ગોરી ચામડીવાળી પ્રજા. તે પ્રજા માત્ર બુધ્ધિથી વિચારે. જ્ઞાનરૂપી તલવાર વડે પશ્ચિમનું જગત બધા ભૌતિક પાસાને સ્પષ્ટ કરે છે. માટે જ માનવીય લાગણીઓથી તે પ્રજા ક્યારેક પર જણાય છે. તેની આગવી શૈલી છે. લાક્ષણિકતા છે.
* પશ્ચિમની આખી સંસ્કૃતિ જ ભૌતિક સંસ્કૃતિ છે. એ તેમની લાક્ષણિકતા છે.
* જગતની કોઇ પ્રજાને આપણે ઉતરતી ન ગણવી. તેમની લાક્ષણિકણાને આપણે નકારાત્મક રીતે ન જોવી જોઇએ.
* અલબત્ત, અમુક બાબતમાં આપણા દેશમાં, આપણી સંસ્કૃતિમાં કેવું હોય છે; અને એ જ બાબતમાં બીજી સંસ્કૃતિમાં કે બીજા દેશોમાં કેવું હોય છે; તેની વિચારણા થઇ શકે.
* અને જે જે તફાવત દેખાય તે અલગ અલગ સંસ્કૃતિની લાક્ષણિકતાઓ માત્ર છે. વિવિધતાન સર્જક ઇશ્વરે જ એમ થવા દીધુ છે, એમ જ ગણવું. બંને સંસ્કૃતિઓની બધી બાબતોમાંથી માત્ર કોઇ એકાદ કે, મર્યાદીત બાબતને લઇને બંને સંસ્કૃતિ વચ્ચે સરખામણી કરીને એકને ચઢીયાતી અને બીજાને ઉતરતી ગણવી જોઇએ નહી.
* પરંતુ જે તે સંસ્કૃતિમાંના દોષ પ્રત્યે તે પ્રજા કેવા અને કયા કયા ફેરફાર કરી શકે, તેની વિચારણા કરવા માટે માર્ગદર્શનાત્મક સિધ્ધાંત તરીકે બીજી સંસ્કૃતિને વિચારી શકાય.
* સુધારણા માટેની આ એક જ પ્રક્રિયા હોઇ શકે. દરેક ચીજ-વસ્તુ પોત-પોતાના સ્થાને બરાબર જ ગણવી રહી. કારણ કે, ઇશ્વરે તેવી ઘટના ઘટવા દીધી છે. માટે તે જ સત્ય છે. હવે તેમાં આગળ વધીને માનવીએ પોતાની ઇચ્છાશક્તિ અને વિવેકશક્તિને કામે લગાડીને સુધારો કરવો જોઇએ. જે પ્રજા નિષ્ઠાપૂર્વક સુધારો કરી લે, તે આગળ વધી જાય છે.
* ભારતની સંસ્કૃતિ સંસ્કારનું સીંચન કરે છે કે, પુરુષ જ્યારે સ્ત્રીને જુએ ત્યારે તેનામાં માતા અને ભગિનીનુ દર્શન અને ભાવ થવા જોઇએ. એ જ રીતે સ્ત્રી પુરુષને જુએ ત્યારે ભ્રાતા અને પિતાનું દર્શન થવું જોઇએ.
* મન આ રીતે કેળવાય તો, લોલુપતાને અવકાશ રહે નહીં.
* મનની દૃષ્ટિથી આ જગતને મલીનતા અને મોહરૂપી સ્વાર્થ વગર જગતને જોવામાં આવતાં જગત એકસરખું લાગે. ભેદભાવ વિનાનું લાગે. મન હલકુ થઇ જાય. હૃદયતલમાંથી ઉભરીને બહાર આવતો અને કદી પણ ન ખૂટવાવાળો આનંદ પણ કદાચ સ્ફૂરવા માંડે.
– પી. યુ. ઠક્કર
મનને કેવી રીતે કેળવી શકાય ??
એ શક્ય છે ?
મનની શુદ્ધિ કરે તેવો નિબંધ . આપના વિષે કશી માહિતી વાંચવા ન મળી.
માત્ર સ્ત્રીજ શું…જીવન તરફ ભોગથી જોવું કે ત્યાગથી ? ભાવથી જોવું..પ્રભુને ધ્યાનમાં રાખી ભોગવવાથી વિષય પ્રસાદ બની જાય…સંયમ સહજ બને..સાધારણ વિકેક પણ જીવન સુંદર બનાવી શકે…અતિ સર્વત્ર વર્જ્યેત….સુંદર માહિતિ વાંચવા મળી…
ખૂબ સરસ પ્રવીણભાઇ!
It is an excellent article.
Enjoyed reading it.
Tushar Thakkar
Chicago, IL, USA
પ્રવિણભાઈ,
સાદર નમસ્કાર,
ખુબ સરસ વિચારો આપે રજૂ કર્યા છે.
ખુબ સરસ, Keep up & write it
Very nice. I like this one. So visit again and would like to comment again..very useful inspirational thoughts. Have read Surdas’ story before too.
Dilipbhai says:
The ideal is : One should not have selfishness in the sight:- this should be applied not only with reference to the woman but also in other aspects of life too.
આ વાતને વિસ્તારીએ તો –
કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, ઇત્યાદી મત્સરનું રૂપાંતર બિનસ્વાર્થી સ્નેહમાં થાય તો, વિષય વિષય જ ના રહે. Not subjectively but one can start loving objectively. Swami Vevekanand has said: LOVE ANYBODY, LOVE EVERYBODY.
શાસ્ત્રો પણ કહે છેઃ
ન મે દ્વેષરાગૌ ન મે લોભમોહૌ
મદો નૈવ મે નૈવ માત્સર્યભાવઃ
ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષ
શ્ચિદાનંદ રૂપઃ શિવોહમ્ શિવોહમ્
મને દ્વેષ અને રાગ (આસક્તિ) નથી,
મને લોભ અને મોહ નથી,
મારામાં અભિમાન નથી,
મારામાં કોઇ (નિષ્કારણ) ઇર્ષાભાવ નથી,
મારો કોઇ ધર્મ નથી,
મારી કોઇ સંપત્તિ નથી,
મારામાં કોઇ કામના નથી કે મને મોક્ષની ઇચ્છા નથી.
હું ચૈતન્ય અને આનંદરૂપ જીવ છુ;
હું શિવ (કલ્યાણકારી) છુ.
મારો કોઇ ધર્મ નથી હું ચૈતન્ય અને આનંદરૂપ જીવ છુ;
હું શિવ (કલ્યાણકારી) છુ.
Thanks to Dilipbhai.
મનની પવિત્રતા – વાંચવા અને કોમેન્ટ આપવા બદલ આપનો આભાર. આનાથી મારા લખાણને બળ મળશે.
આપની પ્રેરણાદાયી રીમાર્કસને થોડી વિસ્તારી છે.
વેદોમાંનું એક સૂત્ર યાદ આવ્યું…
બલોસિ બલ મહી દેહી,
તેજોસિ તેજો મહી દેહી…
આપની પાસેથી મને બળ અને મારી પાસેથી આપને અન્યોન્યાશ્રય…
આજ સાચો ભાવ ..જ્યોતસે જ્યોત જલાતે ચલો નો…
ખુબ આનંદ થયો આપને મળીને ….
શ્રી પ્રવિણભાઇ,
આપે સરસ વિસ્તાર કરી બતાવ્યો. વિષયોનું જો વિષ કાઢી નાખવામાં આવે તો તે બીનઝેરી સાપ સમ થાય અને પછી તો શંકરને વિટળાઇને રહેવાય. અને તો જ બીજાનુ કલ્યાણ કે સારા કાર્ય થઇ શકે. આપણને અનુભવ છે તેમ આપણે ઘરે સાવ નીકટના જ સગા પણ આવે તો ક્યારેક ઝેરભરી વાતો, નીંદા અને કુથલી કહી કહીને કચરો ઠાલવીને જાય…
જો આ વિષયોનું વિભૂતિકરણ થાય.. ઉદ્દાતીકરણ થાય તો ય સારુ …
પ્રહલાદે કહ્યુ જ છે ને કે, પ્રભુ જેવી પ્રીતિ વિષયીને વિષયો માટે છે તેવી જ મને આપના માટે હો..
આ જ તો રહસ્ય છે ઉપાસનાનું. યથા દેહે તથા દેવે…આપે શંકરાચાર્યનું જે આત્મષટકમાંથી અવતરણ ટાક્યું તે તો મારૂ સૌથિ પ્રિય છે અને મારી સવારની પ્રાર્થના પણ… આ ચૈતન્યની પરમોચ્ચ ઉંચાઇ પરથી શંકરાચાર્ય ગાઇ ઉઠે છે… ચિદાનન્દ રૂપ શિવોહમ્ શિવોહમ્… મારી દૃષ્ટિએ આ તો સિંહ ગર્જના છે..આનાથી ઉપર કશું નથી..ધર્મોને ધર્મ..સાર્નો સાર.. ન ધર્મો ન ચાર્થો..ન કામો ન મોક્ષ…અદભૂત !! તમે તો મને ખૂબ બળ અને પ્રોત્સાહન આપ્યું…તમારી સમજ મને સ્પર્શી ગઈ..
આપણે એક જ ચૈતન્યના ભાગ, નહિ કે? અને છેવટે તો એક જ ઇશ્વરના સ્વરૂપમાંથી ઉતરીને આવેલા, ખરુ કે ?
હુ છું કોણ તેનો અને તે જ હું છુ
હું સોહમની ધૂણી ધખાવી શકુ છું
- દિલીપ ગજ્જર, લેસ્ટર.
સારો વિચાર – ગુપ્ત અને સુપ્ત રીતે પ્રસરે છે.
આકાશ બધે સરખુ છે – આકાશ એક જ છે, ઇશ્વરસમ.
સત્ય તો એક જ હોય. અસત્ય અને જૂઠ અનેક હોઇ શકે.
પ્રિય દિલીપભાઇ, આપના દ્વારા વ્યક્ત થયેલો ભાવ મને અનુભૂત થાય છે.
સમસ્ત આ ભાવ પ્રસરો એ જ ભાવના આપણે સેવીએ.
પુનિત મહારાજના એક ભજનના શબ્દોઃ
‘‘હજારો ગાંઉના છેડે
હૃદયના ભાવ દોડે છે.’’
પુનિત મહારાજના બીજા એક ભજનના શબ્દોઃ
‘‘…. ભક્ત હૃદયની ભાવના, મનમાં નહીં કામના, મસ્ત હરીના નામમાં ’’
આપનો આભાર દિલીપભાઇ, મને પણ આપની સાથે ખૂબ આનંદ આવ્યો.
મોટા મોટા ફિલોસોફરોમાં મારુ જ્ઞાન મોટુ મીંડુ છે. પણ ઈશ્વર આપણા પોતાનામાં રહેલો છે. પહેલાં તમારી જાતને પ્રેમ કરો તેમજ બધાને નિર્વિકાર પ્રેમ કરો. ઈશ્વર મળશે. ખુબ સરસ લેખ છે. તમે મારા બ્લોગમા પધાર્યા તે બદલ આભાર. અન્યથા તમારું ઈ મેઇલ એડ્રેસ ન હોવાથી આભાર માની શકી ન હોત.
સપના
જગત ખરેખર જેવું હોય છે તેવું વ્યક્તિને ભાસતુ નથી પણ વ્યક્તિ જેવી રીતે જગતને જુએ છે; એવું જગત તેને દેખાય છે.
સનાતન અમૃત ધારા જેવો આલેખ. અને
પ્રતિભાવો પણ સુવર્ણ રત્નો જેવાછે.
માનવીનું જીવન મન દ્વારા જ ઘડાય છે.મનને આપણે દૈવી ગુણ સંપન્ન
બનાવીએ તો, આ જીવન જ સંત બની જાય અન્યથા દાનવતા પ્રગટે.
અભિનંદન,શ્રી પ્રવિણભાઈ.
રમેશ પટેલ(આકાશદીપ)
શ્રી રમેશભાઇ પટેલ ‘આકાશદીપ’ ના બ્લોગની લીંક તેમના નામ સાથે આવી નથી. શ્રી રશેભાઇના બ્લોગની એક પોસ્ટ નીચેની લીન્ક પર છે.
http://nabhakashdeep.wordpress.com/2010/01/20/વસંત-–-રમેશ-પટેલ-‘આકાશદીપ/
Kaka, I am proud of you…and I am proud to say that You are my KAKA..I have always loved you and kaki both but I have never been able to say it or put it in words. May be I did not ever try to tell you that I have lots of respect and love for you and kaki. As you know that I had been traveling a lot since I was 23 years old and I did not get enough chance to stay in India with you and be around you and when I turned 26, that was the time, when I started understanding values of immediate family members relationships. But by then I was so much deeply engaged in trying and making a platform for me in UK that I could not ever mention my love for you. But today, I would like to say that YES I have always loved you….even though I had always been a stupid and bad one in our family but I have always missed everyone. All you were together and nearer to one another but at the same time I was fighting my battle alone and I was just on my own in England and Still I am fighting here in USA at present. I apologies for everything if I have ever made any mistakes…which I know I have.
પ્રવીણભાઈ,
“મનની પવિત્રતા”ની પોસ્ટ વાંચી,
સંત સુરદાસથી શરૂઆત કરી, તમે અનેક પ્રભુભક્તોનો પરિચય આપ્યો, અને તમે તમારા લખાણ દ્વારા “મોહમાયા”થી દુર રહી પ્રભુભક્તિ વિષે સરસ નિરૂપણ કર્યું છે.
ભારતની વાતો કરી, અને ત્યારબાદ, પશ્ચિમની પ્રજા તેમજ સંસ્કૃતિની વિચારધારા દર્શાવી….આવી સંસ્કૃતિમાં “મોહત્યાગ”ની ભાવનાઓ જાગૃત થતાં, મનને પવિત્રતા તરફ જ દોરી જાય છે.
પણ…મને લાગે છે કેઃ-
એક સાધારણ સંસારી માનવી, જેનું મન ચંચળ હોય, અને જે મોહમાયામાં લપેટાયો હોય, તેવી વ્યક્તિમાં મન “પરિવર્તન” ની જરૂરત પડે છે, અને જે શક્ય હોય શકે છે !
ચંચળ મનને સ્થિરતા કેવી રીતે ?
યોગ-મનન અને સત્ય તરફ વળતાં, એ સેવાભાવના પંથે જઈ, અંતે પ્રભુભક્તિના રંગે હોય છે. આવી સફરમાં “અનેક ભુલો” હોય…એવા સમયે, એ એની “વિચારધારા ” બદલી મનને મોહમાયામાંથી “મુક્ત” કરે છે, કે એવા પ્રયાસો કરે છે….આવી વ્યક્તિ અંતે પ્રભુ તરફ જ વળે છે !
“માનવ સ્વભાવ” ના સુવિચારની સમાનવિચારધારા ધરાવતી એક પોસ્ટ મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર મુકેલી છે, તેમાં આવા જ પરિવર્તનની વાત સામેલ છે. તેની “લીન્ક” આ રહીઃ-
http://chandrapukar.wordpress.com/2012/04/10/1467/
સૌ મનની પવિત્રતા મેળવવા પ્રયત્નો કરે એવી મારી પ્રાર્થના !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Pravinbhai,
Thanks for your recent visit/comment on my Blog.
Please do revisit…may be read the Posts of SUVICHARO !