કે’ડ રે કસી મેં તો લાલા તારે કાજે…

(રાગઃ નૈયા ઝુકાવી મે તો જોજે ડુબી જાય ના…)

કે’ડ રે કસી મેં તો લાલા તારે કાજે,

હૈયામાં ભક્તિના ફૂલો મેં ખીલવ્‍યા

હૈયામાં ફૂલોના ઝૂલો મેં બનાવ્‍યો,

એ રે ઝૂલામાં તને હેતે રે ઝૂલાવું.

ઝૂલામાં બેસતા વાર જોજે થાય ના,

ભક્તિના મા’રા એ ફૂલો કરમાય ના.

ભક્તિની જ્યોત મા’રા હૃદયે પ્રગટાવજે,

એના પ્રકાશે હું જગતને જોઉં,

રાગ ’ને દ્વેષ તો પ્રેમમાં પલટાયે,

દુઃખોના દરીયે હું કદીયે ના ડૂબું.

હૃદયસિંહાસન પર લાલાની સવારી,

હૈયે છે હેત ને મનમાં છે આનંદ.

મનમાં છે આનંદ ને હૈયે છે હેત,

મીના-પ્રવીણ તને હેતે રે ઝુલાવે,

ગોપી મંડળ તને હેતે રે ઝુલાવે

ઝુલામાં ઝુલે છે નંદનો દુલારો,

લાગે છે કેવો એ રૂડો ’ને રૂપાળો.

જશોદાનો જાયો કેવો સૌનો એ પ્‍યારો,

ગોપીઓનો પ્‍યારો એ તો ભક્તોનો વ્‍હાલો.

હૈયામાં ભક્તિના ફૂલો મેં ખીલવ્‍યા,

કે’ડ રે કસી મેં તો લાલા તારે કાજે.

- પી. યુ. ઠક્કર

2 Comments

  1. RAKESH said,

    March 26, 2009 at 9:52 am

    I WANT THIS ALL BHAJAN IN MY EMAIL ID

  2. November 11, 2009 at 11:31 pm

    સરસ ભજન. ખૂબ ગમ્યું.


Post a Comment