February 22, 2009 at 3:43 pm (કવિતા)
Tags: ઇશ્વર પ્રેમ, કવિતા
સ્નેહના આ સાગરમાં,
ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધાના,
અમારાં દીપ પ્રગટી ઉઠ્યા.
શ્રધ્ધાના અમારાં દીવડાઓમાંથી
નીકળતા કિરણોમાં જોયું તો,
અહમ્ ના વજનથી મુક્ત એવા અમે,
આયાસ વિના જ તરી રહ્યા હતા,
એક આનંદ સાગરમાં…
આનંદ સાગરના આ નવા અનુભવથી −
રોમાંચિત થયું રોમે-રોમ,
‘ ને, હૃદયતલમાંથી ઉભરી રહેલા આનંદ સાથે,
વૃક્ષો, રસ્તાઓ, ગગન, સાગર અને સર્વે −
મંદ મંદ મુસ્કરાતા લાગ્યા,
એ સઘળામાંથી પ્રાપ્ત શાંતિના ઇશ્વરમાં,
અભિન્ન લાગ્યા,
દીપક, કિરણો, શ્રધ્ધા, સ્નેહ, સાગર અને સઘળા.
કદાચ આ એ જ દ્વાર છે,
જ્યાંથી ઇશ્વર પ્રવેશે છે…
- પી. યુ. ઠક્કર
Kantilal Parmar said,
November 2, 2009 at 3:24 am
શ્રી પ્રવિણભાઈ, અભિનંદન. ગાગરમાં સાંગર સમાવ્યો હોય એમ તમે એક સાથે આટલું બધું પીરસી દીધું.
હવે તો વાંચવા માટે આંખ પણ થાકી જાય છે એટલે થોડું થોડું વાંચી સંતોષ માણું છું.
પરમ કૃપાળુ પરમાત્મા આપને લેખન પ્રવૃત્તિમાં પ્રગતિ કરવા સમય અને શક્તિ આપે તેવી પ્રાર્થના.
મારા લખવાના ઉમળકા હવે તમારા જેવા સાક્ષરોના હાથે એ સાકાર થતા જોઈ ગર્વ અનુભવું છું કે માતૃભાષાના ભક્તો માની સેવા તન મનથી કરતા રહે છે.
કાંતિલાલ પરમાર
હીચીન
puthakkar said,
November 2, 2009 at 10:28 am
શુભેચ્છારૂપી આશીર્વાદ અને પ્રાર્થના બદલ આભાર.
આ બધુ જુદા જુદા સમયે લખાયેલું પણ બ્લોગ સ્વરૂપે પછી સાકાર થયું.
ડાયરી અને કાગળમાં લખાયેલું કેટલુક તો બેદરકરીને કારણે અને સાતત્યના અભાવે લુપ્ત થઇ ગયુ. પણ આ તો internet-ની ઇશ્વરે આ દુનિયાને આપેલી ભેટ છે જેથી લખાણ સચવાઇ રહે છે. અને મારા જેવા ઘણાં પોતાના વિચારોને રજૂ કરી શકે છે જેથી આપના જેવા આખા વિશ્વમાંથી કેટલાયની સાથે ભેટો કરાવી આપે છે. વિચારોનુ આદાન-પ્રદાન શક્ય બને છે.
internet-ના લીધે ગુજરાતી ભાષા જીવંત રહેશે એમ લાગે છે. બાકી તો અત્યારે શિક્ષણમાં અગ્રેજીની જ બોલબાલા છે.
એક વિનંતી કરવાની કે – થોડું થોડું જે કંઇ મારા બ્લોગ પરથી વાંચો તેના વિષે આપની comment આપશો તો મારા લખાણને તે માર્ગદર્શનરૂપ બનશે. તે માટે આપ દ્વારા લેવાયેલ શ્રમ અંને સમયથી આપના જેવા વડિલો મારફત પ્રેરણા મળશે.