મારો લાલો એવો છે…
મારો લાલો એવો છે, એ સૌનો વ્હાલો છે,
મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્હાલો છે. .
મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્હાલો છે. .
એના ગાલોમાં ખંજન, એની આંખોમાં અંજન.
એની આંખોમાં મસ્તી, એના હાસ્યમાં છે તોફાન.
એનું નામ જ કૃષ્ણ છે, એ કર્તા હર્તા છે
રંગે એ શામળીયો, તો પણ એ રુપાળો છે
મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્હાલો છે.
માટી એ ખાતો ’તો, બળદાઉએ પકડ્યો ‘તો.
પકડાઇ ન જાનારો, પકડાઇ ગયો ત્યારે
માતાને કહી દીધુ, માટી નથી ખાધી મેં
કાંડુ એનું પકડી, મુખ માતાએ દીઠું
ચાલાક ચતુર એવો, બ્રહ્માંડ બતાવ્યું ‘તું
મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્હાલો છે.
પકડાઇ ન જાનારો, પકડાઇ ગયો ત્યારે
માતાને કહી દીધુ, માટી નથી ખાધી મેં
કાંડુ એનું પકડી, મુખ માતાએ દીઠું
ચાલાક ચતુર એવો, બ્રહ્માંડ બતાવ્યું ‘તું
મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્હાલો છે.
મામાને માર્યા ‘તા, માસીને પણ મારી
નાગ કાળીને તાર્યો, દૈત્યોને સંહાર્યા ‘તા,
ગોપી સુધાના સ્નેહે, ઉપનંદનું રુપ લીધું.
મારા લાલાને પૂજી, ગોપીએ હોળી પૂજી,
મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્હાલો છે.
નાગ કાળીને તાર્યો, દૈત્યોને સંહાર્યા ‘તા,
ગોપી સુધાના સ્નેહે, ઉપનંદનું રુપ લીધું.
મારા લાલાને પૂજી, ગોપીએ હોળી પૂજી,
મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્હાલો છે.
જે કોઇ મને ભજશે, તેને હું શોધી લઇશ.
વચને એ બંધાયો, મારો લાલો બેલી છે
ક્યારે કેવા સ્વરુપે મળશે, એ એની માયા છે,
પણ જરુર જરુર મળશે, મારો લાલો એવો છે.
મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્હાલો છે.
વચને એ બંધાયો, મારો લાલો બેલી છે
ક્યારે કેવા સ્વરુપે મળશે, એ એની માયા છે,
પણ જરુર જરુર મળશે, મારો લાલો એવો છે.
મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્હાલો છે.
એ જગન્નીયંતા છે, હરી ભક્તોનો એ દાસ.
આંધી પવનમાં એ, જ્વાળાઓમાં પણ એ
કણ કણમાં એનો વાસ, સૌના હૃદયમાં એ
ગોપી મંડળના ભજને, ‘મીના’ ના હૃદયમાં એ
મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્હાલો છે.
આંધી પવનમાં એ, જ્વાળાઓમાં પણ એ
કણ કણમાં એનો વાસ, સૌના હૃદયમાં એ
ગોપી મંડળના ભજને, ‘મીના’ ના હૃદયમાં એ
મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્હાલો છે.
મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્હાલો છે
મારો લાલો એવો છે, એ સૌનો વ્હાલો છે.
મારો લાલો એવો છે, એ સૌનો વ્હાલો છે.
~તમારો બનાવીને તો જુઓ~
મહોબ્બતની જ્યોત જલાવી ને તો જુઓ,
જરા પ્યારની દુનિયા સજાવીને તો જુઓ,
તમનેના થાય પ્યાર,તો કેહ્જો
જરા આખથી આખ મીલાવીને તો જુઓ.
હટશે નહી નજર મારા ચહેરા પરથી,
જરા નજરથી નજર મિલાવીને તો જુઓ.
હિચકી જરુર આવશે અમને,
જરા દિલથી યાદ કરીને તો જુઓ.
દુઃખ માટે તડપશો,એટલી ખુશી ભરી દઈશ,
એકવાર મુજને તમારો બનાવીને તો જુઓ.
બસ તારો -જય-